________________
ઓહ! આપણને મળેલા આગમો આવા અદૂભૂત છે. આટલા બધા વિષયોની આમાં છણાવટ છે? વાહ! પ્રભુવીરની સર્વજ્ઞતા કેટલી બધી યથાર્થ ભાસે છે. વિશ્વનો એવો એક વિષય નહિ હોય, જેમાં જિનશાસને માત્ર ડોકિયું જ નહિ, પણ અવગાહણ ન કર્યું હોય! ખરેખર ધન્ય આ ક્ષણો. ધન્ય અમારા અહોભાગ્ય! ધન્ય આ આયોજનનું નિમિત્ત બનનારા સ્વર્ગીય
સૂરિદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. અને ધન્ય આ આયોજન કરનારા પૂજ્યશ્રીઓ - આ આયોજન અમને પણ ખૂબ જ ભાવી ગયું અને પછી ફાવી પણ ગયું! અમે તો આ આયોજન માટે સંકલ્પ જ બાંધી લીધો કે જ્યાં પણ ચોમાસું કરવાનો અવસર મળે એમાં આ રીતે આગમ-પરિચી-વાચના જરૂર કરવી જ! અને એ પછીનું ચોમાસું અમારું પૂનામાં ગોડીજીના ક્ષેત્રમાં થયું. પર્યુષણ પછી આગમ-પરિચય-વાચનાની ગોઠવણ કરી. પાલિતાણામાં તો શ્રોતાવર્ગ મળી રહે, કેમ કે પાલિતાણા છે, પરંતુ પૂનાની વ્યસ્ત જિંદગીમાં લોકોને આ વિષે રસ રહેશે કે નહિ? એ શંકા હતી, છતાં ચાલો; આપણને તો સ્વાધ્યાયની તક મળશે એમ વિચારી પ્રવૃત્તિ આરંભી, પરંતુ જનતા તરફથી જે રિસ્પોન્સ મળ્યો. પાલિતાણામાં જે મર્યાદાઓની પ્રેરણા કરેલી એવી જ પ્રેરણા અહીં પણ કરવામાં આવી. ખરેખર ખૂબ જ સુંદર અને મનભાવન પરિણામ નીપજ્યુ, એથી અમારો ઉત્સાહ ઉશૃંખલ બન્યો છે? ઉત્સાહિત બનેલા અમે એ પછીના મુંબઈ માટુંગાના ચોમાસામાં પણ આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન કર્યું. એ જ રીતે રાજકોટ જાગનાથ પ્લોટમાં પણ અનુસરણ કર્યું. રાજકોટમાં સ્થાનકવાસી વર્ગ વિપુલ માત્રામાં હતો, તેઓ પણ ખૂબ રસપૂર્વક શ્રવણ માટે ઉત્સાહિત થયા હતા, એમાં એક પરિવાર તો છ કિલોમીટર દૂરથી ખુલ્લા પગે ચાલતો શ્રવણ કરવા આવતો. એક પરિવાર આગમવાચના ચાલે ત્યાં સુધી બ્રહ્મચર્યવ્રત, એકાશનવ્રત અને સંથારે શયન કરતો. આવા સમાચારથી અમારા ઉત્સાહને ટેકો મળ્યો. સુરતમાં અઠવાલાઈન્સ સંઘમાં અને છેલ્લે પાલિતાણા આગમમંદિરના ચોમાસામાં તો આગમ-આદરનો દરિયો જ દોહરાયો.
આનાથી વિશેષ ખુશી એ વાતની થઈ કે વિ. સં. ૨૦૧૬માં આગમ-આદરનો આ રીતે અમે જે આરંભ કર્યો એનો સિલસિલો પૂજ્ય ગુરુદેવ શ્રી અશોકસાગરસૂરી મ., પૂ. આ. દે. શ્રી હર્ષસાગરસૂરીજી મ., પૂ. પંન્યાસ શ્રી જિતરત્નસાગરજી મ., સુવિનેય