SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ મહેંદ્રપ્રભસૂરિના હસ્તદીક્ષિત શિખ્યામાં ત્રણ શિષ્યો મુખ્ય હતા. શ્રીમુનિશેખરસૂરિ, શ્રી જયશેખરસુરિ અને શ્રી મેરૂતુંગરિ, એમાંના શ્રી જયશેખરસૂરિએ આ ગ્રંથની સંસ્કૃતમાં વિક્રમ સંવત ૧૭૬૨ માં ગુજરાત દેશની અંદર રહીને રચના કરી છે. એમના બીજા પણ ગ્રંથો જેવા કે પ્રબંધચિંતામણિ, ઉપદેશ ચિંતામણિ, જેનકુમારસંભવ આદિ નજરે પડે છે. એ સંસ્કૃત ચરિત્ર ઉપરથી આજના જમાનાને અનુસરીને આ ચરિત્ર નવલકથાના રૂપમાં ગુજરાતી ભષામાં આલેખવામાં આવ્યું છે. એમાંથી શૃંગાર રસ, વૈરાગ્યરસ, વીરરસ, શાંતરસ આદિ અનેક રસોનો પ્રવાહ ઝરી રહ્યો છે, જેનું જેવું મન હોય તેવી રીતે તેમાં ભલે સ્નાન કરે. પણ જે વાંચક વાંચીને એમાંથી કાંઈ પણ લાભ પ્રાપ્ત કરે તેજ લેખક અને પ્રકાશકને પરિશ્રમ સફલ થાય, કેમકે આ કથાનક ઘણું રસવાળું અને ભાવ ભરેલું હોવાથી ખાસ લક્ષ્ય રાખીને એનું ભાષાંતર કરવામાં આવ્યું છે. તેને સુધારવાનો પ્રયાસ પણ ઘણો કરવામાં આવ્યો છે, તો સુજ્ઞ વાચકે જરૂર એને લાભ મેળવશે. કેમકે – काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन च मूर्खाणां, निद्रया कलहेन वा ॥१॥ ભાવાર્થ-“બુદ્ધિમાન પુરૂષોને કાળ તે કાવ્યશાસ્ત્રના વિનોદમાંજ જાય છે; બાકી વ્યસનમાં, કલહ કરવામાં ને પ્રમાદમાં તે મૂર્ણ પુરૂષોને જ સમય જાય છે.' ધમ્મિલ ચરિત્રની જયશેખરસૂરિની આ કૃતિ જામનગરવાળા પંડિત હીરાલાલ હંસરાજ તરફથી સંસ્કૃત ભાષામાં છપાઈને બહાર પડેલી છે. બીજું ધમિલ કથા-એ નામનું પાનાના આકારમાં ને સંસ્કૃત વાણીમાં નાનું સરખું પુસ્તક શ્રી આત્માનંદ સભા તરફથી છપાઈને બહાર પડેલું છે. ધમિલનો રાસ પંડિત શ્રી વીરવિજયજીએ આ સૈકાની શરૂઆતમાંજ (૧૯૦૨ માં ) રચેલો છે; તે પણ છપાયો છે. એ રાસ શ્રી જયશેખરસૂરિજીની કૃતિને આધારે જ રચાયો જણાય છે, છતાં દષ્ટાંતો એમાં જુદાં આવે છે. મુખ્ય કથાનક લગભગ મળતું જ છે, કેટલીક ઉપકથાઓ ભિન્ન છે. રાસના કર્તા પંડિત વીરવિજયજી શ્રી વિજયસિંહસૂરિજીના શિષ્ય પ્રસિદ્ધ ક્રિોદ્ધારક સત્યવિજયજી પંન્યાસની પરંપરામાં થયેલા શ્રીગુભવિજયજીના શિષ્ય હતા. એ વીરવિજયજીની બીજી પણ કૃતિઓ ઘણી છે. બારવ્રતની, પંચકલ્યા કની, નવાણુપ્રકારી, ચેસઠપ્રકારી, પીસ્તાળીશ આગમની આદિ પૂજાઓને ઇજારે તે પ્રથમ તેમનોજ હતો. કેમકે સાદી સરલ ભાષા અને આકર્ષક રાગરાણું એ પૂજાઓમાં પ્રત્યક્ષ નજરે પડે છે.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy