SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. ધમ્મિલ કુમારનું ચરિત્ર એ આજના જનસમાજમાં અતિ ઉપયાગી વસ્તુ છે. વાંચક એમાંથી–એના એકાગ્ર ચિત્તે પઠનથી–એની ચડતી પડતીના ક્રમથી ડીક ખાધ પ્રાપ્ત કરે છે, તેથીજ કથાનુયાગમાં ધમ્મિલકુમારની કથા સ્વપ્રભાવવડે પેાતાનુ સ્થાન ઠીક જાળવી રહેલ છે. ધમ્મિલ કથા, ધમ્મિલ ચરિત્ર, ધમ્મિલ રાસ આદિ અનેક પુસ્તકરૂપે આ કથાનક જૈન સમાજના કથાનુયાગમાં પડેલું છે. પ્રસ્તુત કથા જયશેખરસૂરિની કૃતિ તરીકે પ્રસિદ્ધ ધમ્મિલ ચરિત્રની પ્રસાદી રૂપ છે. આજથી ૨૪૫૨-૭૨ (૨૫૨૪) વર્ષ પૂર્વે સિદ્ધાર્થ રાજાના કુળમાં તિલક સમાન શ્રી મહાવીર સ્વામી થયા. ચરમ તી કર મહાવીર સ્વામીની પાટે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી થયા. વમાન સમયમાં અથવા તે તે પછી પરંપરાએ ચાલ્યેા આવતા સર્વ સાધુ સાધ્વીના સમુદાય એ બધા એમને પરિવાર ગણાય. કેમકે વર્ધમાન સ્વામીના અગીયાર ગણધરામાંથી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે ગૌતમસ્વામી તે સુધર્માસ્વામી ખેજ વિદ્યમાન હતા. મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને પેાતાના નિર્વાણુ પછી તરતજ કેવળજ્ઞાન થશે એમ જાણીને સુધર્મારવામીને પેાતાના પટ્ટપર સ્થાપી, સમગ્ર સાધુ સાધ્વીને માટે એમને ભલામણ કરી, પોતે નિર્વાણુ પામી ગયા-મોક્ષે ગયા. એ રીતે સુધર્માસ્વામી મહાવીર પ્રભુના પ્રથમ પટ્ટધર થયા. તેમની પાટે બીજા જખૂસ્વામી થયા. તેપણુ મુક્તિએ ગયા, ત્યારથી મુક્તિમાર્ગ આ ભરતક્ષેત્રમાંથી બંધ થયા. તેમની પાટે પ્રભવસ્વામી, સષ્યભવસ્વામી, યશાલસિર, સભૂતિવિજય ને ભદ્રબાહુસ્વામી એ પાંચ શ્રુતકેવલી ( ચૌદપૂર્વી ) થયા છે. છઠ્ઠા શ્રુતકેવલી સ્થૂલભદ્રજી કહેવાયા. પણ તેમને પાબ્લા ચાર પૂર્વ સત્રથીજ મળેલા હતા. એમની પાટપરંપરાએ કાળાંતરે અનેક ગચ્છા થયા, તેમાં અચળગચ્છ વિશ્વમાં પ્રખ્યાતિને પામ્યા. એના મુખ્ય પટ્ટધર શ્રી આરક્ષિતસૂરિ થયા. ત્યાર પછી પશુ ધણા આચાર્યં તેમની પાટે થયા. આદ શ્રી મહેંદ્રપ્રભસર થયા. શ્રી
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy