________________
વહુ કેવી હોવી જોઈએ ?
૧૫ એગ્ય છે, આનંદદાયક છે. શીતારૂં જનને સૂર્ય સમા, દિશાઓ ભૂલેલાને રસ્તો બતાવનાર, રોગી જનને ઔષધસરખા, એવા હે પ્રત્યે ! અમ દુઃખી જનેના તમે સહાયક છે. સંસારસાગરમાં આપદાઓ રૂપ અથાગ જળમાં ડુબતા પ્રાણીઓને મનુષ્યભવમાં તમે એકજ નિર્ધામક સમાન છો. વૈદ્ય રોગ રહિતપણું આપે, સરસ્વતી વિદ્યા આપે, રાજા ધન આપે, કિન્તુ હે પ્ર ! તમે તે સકળ કાર્યમાં સિદ્ધિ આપનારા છે. તો તમને ઉપમા કોની આપીએ ? તમારા પ્રસાદરૂપ પ્રાસાદના અગ્રભાગ ઉપર સ્થિત રહેલાને સન્મુખ ધસી આવતી વિપત્તિરૂપી વાઘણું દુઃખ દેવાને શક્તિવાન થતી નથી. હે દેવ! તમે જ મારા દેવ, ગુરૂ, પ્રભુ, માતા, પિતા, સખા કે સ્વામી જે કહું તે છે; તો મારી ઉપર પ્રસન્ન થઈને મારી આપદા દૂર કરો. દયા લાવી મારી આશા પૂર્ણ કરો. હું હંમેશાં તમારી સેવા, પૂજા, ભક્તિ કરીશ.” ઈત્યાદિ રતુતિ કરતી તે ભગવંતના ચરણમાં નમી. હદયના શુદ્ધ ભાવથી ઉભરા કાઢતી અને ખરેખરા ભાવથી ભક્તિ. કરતી–પ્રાર્થના કરતી સુભદ્રાને જોઈને પ્રાસાદના અધિષ્ઠાયિક દેવ તેની ઉપર પ્રસન્ન થયા.તેમનું વરદાન મેળવી એ બાળા પોતાને
ઘેર ગઈ.
કામથી બળતી એવી તેણીને ક્યાંય શાંતિ થતી નહીં. શાંતિ મેળવવાને ઘણાં વલખાં મારતી પણ લાચાર ! એ અનંગના તાપમાં તપવાનેજ સરજાઈ હાય નહીં શું? તેને આભૂષણ દૂષણ સમાં થયાં, વસ્ત્રો શસ્ત્રની માફક ખૂંચવા લાગ્યાં, રમણીય ભવન–પોતાનું ઘર તે વનસમું લાગ્યું, અને પુષ્પની માળાઓને તેણું અગ્નિની વાળાસમી જોવા. લાગી. વિયોગની પીડાએ કરીને તેણી શુન્ય–બાવરી થઈ ગઈ. એવીરાતદિવસ તેણને દુ:ખી જોઈને સખીઓએ તેના પિતા સાગર શેઠને તેની વાત કરી, અને સુરેંદ્ર માટે ભલામણ કરી. શેઠ પણ સુરેંદ્ર જે યોગ્ય જામાતુ મળવાનો હેવાથી અત્યંત ખુશી થયો, તરતજ સ્નેહી જનને બોલાવી સત્કાર કરી સવે વાત સમજાવીને તેમને સમુદ્રદત્ત શેઠને ઘેર મોકલ્યા; કેમકે જગતમાં કન્યા માટે વરની યાચના કરવા જતાં કે કન્યા આપવા જતાં કાંઈ મનુષ્યને લઘુતાપ્રાપ્ત થતી નથી.” - તે પુરૂષે સમુદ્રદત્ત શેઠને ઘેર આવ્યા, શ્રેષ્ઠીએ તેમને માન