SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ . ધમ્મિલ કુમાર. - તેમણે જીતી લીધા હતા. જાણે ખુદ બૃહસ્પતિ પણ પિતાની અલ્પ બુદ્ધિથી સુરેંદ્ર સાથેના વાદમાં હારી જવાથી વિલખા થઈને સ્વર્ગમાં ગયા હોય નહીં શું? તેમજ સ્વરગાંભિય વડે કરીને એમણે સાગરને પણ પિતાથી હલકે કર્યો હતો. નહિ તે વડવાનળ અગ્નિવડે એ કેમ ગણાય ? વળી કામદેવ પણ તેમનું રૂપ સૌભાગ્ય જેઈને શરમીદે પડી છવિતવ્યથી કંટાળતે શંભુના તૃતીય નેત્રરૂપ અગ્નિકુંડમાં પડીને મૃત્યુ પામ્યા લાગે છે. તેમની વાણીરૂપ અમૃતનું પાન કરનારા કહે છે કે પંડિતજનેએ અમૃતને અમૃત વ્યર્થ કહ્યું છે. ખરૂં અમૃત તે તેમની વાણીમાં જ છે. એથી અમૃતને આ પૃથ્વી ઉપર નકામું જાણે સ્વર્ગમાં રવાને કરી દીધું છે. આવી રીતે સખીઓ આગળ તેણીએ સુરેંદ્રનું ખ્યાન કર્યું. વળી તેના મનમાં એક પ્રશ્ન ઉભું થયે કે “કદાપિ મારી માફક એ પણ કાંઈ અને કરશે તો ? હું મંદ બુદ્ધિવાળી શી રીતે તેને ઉત્તર આપી શકીશ? અને જે ઉત્તર નહિ આપી શકું તો મૂખે એવી મને તે કેમ ગ્રહણ કરશે? અહો! હજી પણ તેની સાથેના વિવાહમાં ઘણું વિઘો તે રહેલાં છે. અથવા તો આ સમસ્ત જગતને જેને વ્યાપાર કરવાને છે એવા દેવ સંબંધી ચિંતા કરવાથી શું? ” એ પ્રમાણે સખીઓ સાથે વાર્તાલાપ કરતી તે પિતાને મંદિરે ગઈ. પ્રકરણ ૩ જુ. - “વહુ કેવી હોવી જોઈએ ?' સંસારના વિરહજન્ય તાપથી, અગ્નિવડે કરીને જેમ તૃણ ભસ્મ થાય તેમ તપતા, અને યશરાશિને એકત્ર મળેલ સમુદાય હોય એવી સુભદ્રા મનને પ્રસન્ન કરવાને માટે જેનપ્રાસાદમાં તે દિવસે ગઈ. મંદિરમાં પ્રવેશ કરતાં જ આંતરભાવથી તુષ્ટ થયેલી એવી સુભદ્રા મનના કલેશને દૂર કરી અહંતની સ્તુતિ કરવા લાગી. હે ભગવાન ! જયવંતા વ. હે જગતના આધાર ! હે નિઃકારણુ બંધ ! હે ઉપકારી ગુરે ! હે જગન્નાથ ! તમે ધ્યાન કરવા
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy