SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ કમળસેના. ૨૫૩ કરી પોતાનો સમય વ્યતિત કરતી હતી. અત્યારે પણ પતિની જ છબી હાથમાં રાખીને તેની આંખો સાથે આંખો મિલાવી એ અંતરના ઉંડાણમાં રહેલી ઉમિઓ આમ એકાંતમાં બહાર ઠલવતી હતી. આહા ! આજે સ્વપ્ન પણ કેવું મનોહર આવ્યું અને તે પણ પ્રભાત સમયે ! જાણે હું રીસાઈ છું, સ્વામી મને મનાવી રહ્યા છે, કાકલુદી કરી રહ્યા છે, છતાં હું માનતી નથી, ત્યારે તે પોતે રીસાય છે ! વળી હું તેમને મનાવું છું ! સુગંધમય પુષ્પની માળા તેમના કંઠમાં પહેરાવું છું. અમે બે હાસ્ય કરતાં એક બીજાને બાઝી પડીએ છીએ, ત્યાં તો આંખ ઉઘડી ગઈ. ઉઠીને જોઉં છું તો કયાં પતિ ને કયાં હું સૂર્ય ઉદય થઈ ગયો હતે. લેકે કહે છે–શાસ્ત્ર કહે છે કે સવારનાં સ્વમાં સાચાં પડે છે. ત્યારે શું આજે મને પતિને મેળાપ થશે? કેવી અસંભવિત વાત? એ શું બની શકે તેમ છે? હા ! આ શું ! મારૂં વામ-ડાબું અંગ કુરે છે. સ્ત્રીઓને માટે ડાબું અંગ ફરકે તે શુભકારક છે. ખચીત આજે કંઈક શુભ દિવસ તે છે. પણ એમાં મારે શું! પતિ તે અત્યારે મંજરીના પ્રેમમાં મશગુલ હશે. અરે! એ મંજરી એકજ ભાગ્યવતી છે, સ્વામીના સુખને માટે વિધિએ એને જ સરળ છે.” એ અરસામાં યુવરાજ માતાને નમીને માતાની શિખામણનું સ્મરણ કરતા કમલસેનાને મંદિરે આવ્યો. યુવરાજનું આગમન થતાં દાસી તેની સ્વામીનીને ખબર કરવા દેડી, પણ તેને એકદમ અટકાવી પોતેજ તે કેવી સ્થિતિમાં છે? શું કરે છે? તે જેવાને એકદમ માળ ઉપર ચડી ગયો. તે પૂર્વવત્ હૈયાની ઉર્મિઓને ઠાલવતી અને છબી સાથે એક ચિત્તે વાતો કરતી, સાદાં વસ્ત્રમાં વિભૂષિત, સુંદર છતાં જેનું ચંદ્રવદન ઉદાસભાવથી કિંચિત્ ગ્લાનિ પામ્યું છે એવી પ્રિયાને હાથમાં ચિત્ર લઈને બારી આગળ ઉભેલી દીઠી. “આહા ! એના હાથમાં કોની છબી છે? એ શું બોલે છે?” એમ વિચારી પ્રચ્છન્નપણે તેના મનભાવ સાંભળતા કુંવર ઉભો રહ્યો. ઠલવાતા એ હદયના ઉભરા તેના શ્રવણે અથડાયા. રમણ શું જાણે કે કોઈ વ્યકિત પ્રચ્છન્નપણે તેની વાત સાંભળે છે. એ દયાને ઉત્પન્ન કરતું, શાંત ભાવભર્યું કમનીય ચંદ્રવદન જોઈ યુવરાજના અંતરમાં માનની લાગણું ઉદ્દભવી. “મારા વિશે એ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy