SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ધમ્મિલકુમાર પુરીમાં ગયા છે-શિવવધુને વર્યા છે, છતાં એટલે દૂર રહેલા પ્રભુની સેવા ભજનારને ફળદાતા થાય છે. મનુ દેવતાનું આરાધન કરે છે. દે તો પોતાના સ્વગીય વિલાસમાં મશગુલ છે, છતાં એ આરાધના કરનારને એટલે દૂરથી પણ આવીને દર્શન આપે છે–તેનાં કષ્ટ કાપે છે. અત્યારે હું હવશે પતિને ભજું છું. તેમને વિયેગે નિરંતર તેમની આ પ્રતિકૃતિનું અવલંબન લઈ તેનું પૂજન કરૂં છું. એ પતિ બીજીને ભજે છે. સંસારનું કેવું નાટક છે? કમળ ભમરને ચાહે છે, ભ્રમર બીજાજ પુષ્પોની પરાગમાં મસ્ત રહે છે. કેવી સુંદર પ્રતિકૃતિ છે? મારા આત્માનું જીવન, મારા જીવનનો આધાર અત્યારે તે માત્ર આ નિર્જીવ ચિત્રમાં રહેલો આકાર છે. વિધિની ઈચ્છા હશે તો એ ભક્તિનું ફળ કઈ દિવસ જરૂર પ્રાપ્ત થશે, મનના એ કોડ પૂરા થશે. અત્યારે તે પતિ નજીક છતાં મારે તો સેંકડે ગાઉ દૂર છે. ધીરજથી સર્વે દુ:ખ સહન કરતાં સારું થાય છે. અંજનાને બાવીશ વર્ષ પછી પણ સ્વામીનો મેળાપ નહોતો થયો ? રામવડે તજાયેલાં મહાસતી સીતા પાછાં શું રામને ન મેળવી શક્યાં ? સંસારમાં તે એ બધી ભાગ્યની રમતો છે.” પહોર દિવસ ચઢી ગયા છે, તે વખતે પિતાના મહાલયની ઉદ્યાનમાં પડતી બારી આગળ ઉભી ઉભી એક નવાવના પિતાના નાજુક હાથમાં રહેલા એક રમણીય ચિત્રને જોતી ને વિચાર કરતી બારીમાંથી બગીચા તરફ કુદરતનું સંદર્ય ઉદાસ ચહેરે નિરખી રહી છે. લક્ષમી, વૈભવ, ઠકુરાઈ, દાસ, દાસી, સખીવર્ગ વગેરે સર્વે તેને અનુકૂળ હતું. આશ્ચર્યજનક એવી સુખ સમૃદ્ધિ છતાં એ સુંદરીનું હૃદય ઉદાસ હતું. ભાગ્યવતી છતાં તેના ભાગ્યમાં થોડીક ખામી હતી. તે રાજતનયા હતી, રાજકુંવરયુવરાજની પત્ની હતી, માતા પિતાની લાડકી અને સાસુ-સસરાની માનીતી હતી, છતાં તે પતિની તે અણમાનીતીજ હતી. પિતાના વિશાળ મહેલની બારી આગળ ઉભેલી સરળ સ્વભાવી નવવના તે અગડદત્ત યુવરાજની પ્રાણપ્રિયા, રાજતનયા-કમલસેના હતી. પોતાના સ્વામી અન્ય પત્નિમાં આસક્ત થયેલા હોવાથી આજ તે કેટલાય સમયથી પતિદર્શનથી પણ વંચિત હતી. તે પતિની છબીનું અવલંબન લઈને ઉદાસ ભાવે તેની સેવા, ભકિત, પૂજન
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy