SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પાપનું પ્રાયશ્ચિત્ત. ૧૬૭ અથાગ પ્રેમ હતો. એના રૂપની એ ભ્રમરી બની હતી, એને મળવાના ઉત્સાહમાં કેઈની પણ પરવા વગર તે શંખપુરી તરફ ધસી જતી હતી. આશા, તૃષ્ણા, ભેગની વાચ્છાવિગેરે પતિ સુખની તીવ્રછાના તરંગોમાં અત્યારે પરિશ્રમ પણ એને જણાતો નહોતો. કેમકે યારને મળવાને દ્વિગુણઉત્સાહ હદયમાં ભર્યો હતો. પુષ્પધન્વાએ એને પિતાને શિકાર બનાવી હતી. જેથી એ બાળા આ અનાચારને રસ્તે જતી હતી. છતાં ભાવી શું હોય છે તે કોઈ જાણું શકતું નથી. માણસ, પછી તે સ્ત્રી હો કે પુરૂષ પણ સુખ મેળવવાને તે તનતોડ મહેનત કરે છે, અનાચાર સેવે છે, છતાં સુખ પ્રાપ્ત થવું એ તો દેવાધિન છે. પૂર્વના પુણ્ય શિવાય પ્રાણીઓને ગમે તેટલા પ્રયાસ–ઉદ્યમ કર્યા છતાં પણ સુખ પ્રાપ્ત થતું નથી. આ બિચારી જે સુખ પતિ પાસેથી ન મેળવી શકી તે લેવાને બીજાની પાસે દોડી. અત્યારે તો બન્ને લેકને સ્વાર્થ બગાડી એ રસ્તે તે દેડી હતી. કામ ક્રોધમાં મુંઝાયેલે અજ્ઞાની આત્મા ઓછો સમજે છે કે હું કયાં જાઉં છું ? કયે રસ્તે જાઉં છું? આ રસ્તે જવામાં મને લાભ છે કે કેમ ? મનને પરવશ થયેલા જેની સંસારમાં એવી જ સ્થિતિ હોય છે. | કનકવતી ગુણચંદ્ર કુમાર પાસે પહોંચી ગઈ, અને ચાટ વચનોએ એને સમજાવવા લાગી. “પ્રિય! જ્યારથી તમને જોયા છે, ત્યારથી જ હું તમારી થઈ છું. પૂર્વે ભરથારના ભયથી તમારી સાથે બરાબર મળાયું નહોતું પણ હવે નિર્વિને આપણે મનગમતાં સુખ ભેગવી શકીશું. મારું મન તે એક તમને જ ઝંખે છે, ત્યાં પછી લેકોક્તિનો શું ભય છે ? તેની સાથે મારું મન નહિ છતાં મારે જવું પડ્યું; પરન્તુ તરત જ તમારામાં મારૂં ચિત્ત હોવાથી હું પાછી આવી.” આવી મનહર વાણીવડે કુમારનું દીલ રંજને કરવાથી કુમારે પણ ખુશી થઈને તેનું અધિક સન્માન કર્યું. પ્રાણથી અધિક વહાલી ગણને એને સર્વે રાણીઓમાં પટ્ટરાણીપદ આપ્યું. અને હમેશાં એની જ સાથે રક્ત રહેવા લાગ્યો. પોતાની બીજી રાણીઓની આવી રીતે ઉપેક્ષા કરવાથી બીજી સ્ત્રીએ મનમાં આ કનકાવતી ઉપર અતિ કુદ્ધ થઈ ગઈ. કેઈપણ રીતે એને રસ્તો કરી નાખવાને તે તૈયાર થઈ ગઈ. સમુદ્રમાં પડેલું પાણીનું બિંદુ જેમ સમુદ્રના
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy