SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ કુમાર મારા મરણ બાદ પણ તારી એ શકિતને ખીલવજે. પ્રભુ ઉપર દ્રઢ . આસ્થા રાખી રોજ જિનેશ્વરને પૂછ એક વીતરાગના ધર્મનું જ તું અવલંબન રાખજે. જગતમાં માણસને દુઃખથકી છોડાવનાર વીતરાગભાષિત એક ધર્મ જ છે. ધીરજથી જે માણસો તેનું અવલંબન લે છે, તેને કાળાંતરે પણ સુખના દિવસો આવે છે. કરેલું ધર્મકૃત્ય ભવિષ્યમાં આડે આવે છે. વહુ બેટા ! તું પણ શેડો કાળ ધર્મનું અવલંબન કાયમ રાખીને દુ:ખ સહન કરીશ, તે ધર્મ પસાથે એ છોકરે તને પગે પડતે આવશે, સર્વે સારૂં થશે. આજ સુધી તો અમારું તને અવલંબન હતું, હવે તું એકલી નેધારી થઈશ, અમારા મરણ બાદ લેકે કંઈ કંઈ બેલશે, કારણ કે ગામને હોઠે કંઈ તાળું વસાતું નથી, તેથી તારે બધું સહન કરવું પડશે. જ્યારે સ્ત્રીને સાસરે દુ:ખ હોય છે, ત્યારે તેવી સ્ત્રીને પિયરમાં પણ પિયરીઆ કનડે છે. ભેજાઈએ મેણું મારે છે. અત્યારે તો એ બધું તારે સહન કરવું પડશે, દુ:ખના દિવસો એવી મુશિબતે ભેગવતાં પૂરા થશે ત્યારે સુખને સુવર્ણમય સૂર્ય તારે માટે ઉદય પામશે, સ્વર્ગમાં પણ અમારે આત્મા ત્યારે હર્ષ પામશે.” સસરાએ સુરેંદ્ર શેઠે યમતિને શીખામણ આપી. ઘર મકાન તેમજ સ્થાવર જંગમ વિગેરે જે મિલક્ત હતી તે સર્વે બતાવીને ચાવીઓ વહુને સેંપી દીધી. આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો કે જે દિવસો શેઠ શેઠાણીના મૃત્યુના દિવસો હતા. યશોમતિએ દશે પ્રકારની આરાધના કરાવી, તેમની આગળ ધર્મશાસ્ત્રનું અધ્યયન કરીને નવકાર મંત્ર સંભળાવવા માંડયા. ઘણું ઉત્તમ રીતે આરાધના કરાવીને તેણીએ તેમનું મરણ ઉત્તમ રીતે સધાવ્યું. સાસુ સસરે એવી રીતે આરાધનાપૂર્વક મરણ પામીને દેવલોકે ગયા. કુટુંબીજનની મદદથી વહુએ સાસુસસરાની મરચિત સર્વ ક્રિયાઓ કરી, અને પોતાને જોઈતાંજ દાસદાસી રાખીને સમતાથી સસરાને ઘરે રહેવા લાગી. બીચારી એકલી અટુલી નિરાધાર બનેલી તે પોતાનું દુઃખ સંભારીને એકાંતમાં રડી પડતી. એક તરફ પતિ વેશ્યાના મંદિરમાં પડ્યો પાથર્યો રહેતા હતા. બીજી તરફ સાસુ સસરે તરતમાંજ પરલક ગમન કરી ગયાં હતાં, તેને તાજેશક હતા, વળી સગાં વહાલાં
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy