SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શિવવિઝ. -ળપૂર્વક કાળજી રાખે જતા હતા. એવી રીતે શેઠ પોતાનું સાંસારિક અને વ્યવહારિક અને કાર્ય શાંતપણે ધર્મને બાધ ન આવે તેમ કર્યે જતા હતા. અનુકૂળતાએ કામ અને અર્થનું આરાધન પણ સાચવતા હતા. એ પ્રમાણે ધર્મધ્યાનમાં મશગુલ થયેલા એ ત્રણે જણને ઘણો કાળ વ્યતિત થયે. વેશ્યાને ત્યાં દ્રવ્ય જતું અટકાવ્યું, છતાં પુત્રદર્શનને મેહ તેમને સંપૂર્ણ થયે નહિ. છોકરે તે વેશ્યાને આધીન જ રહ્યો. અહિં માતા પિતા-શેઠ શેઠાણને અંતકાળ પાસે આવી લાગે; પરન્તુ ધમ્મિલને માતા પિતાનું મરણ સાચવવાની હમણું ફુરસદ નહતી. તે તો વસંતના સ્નેહમાં એટલો મશગુલ–આસક્ત હતે કે જેથી બીજી કોઈ પણ વાતનું તેને ભાનજ નહતું. જેમાં મદિરાને નિસો કરેલા માણસને દુનિયાનું ભાન રહેતું નથી, નિદ્રાને વશ પડેલા છ કાંઇ પણ બાહ્ય જ્ઞાન ધરાવી શકતા નથી, તેમ સ્ત્રીના વશમાં પડેલાને દુનિયાનું કાંઈ પણ જ્ઞાન રહેતું નથી. માતા પિતાને મરણ સમય નજીક આવ્યું, પણ પુત્રદર્શનની ઈચ્છા તે અધુરીજ રહી. નગરમાં, કુટુંબમાં, સગા સંબંધીઓમાં અનેક પ્રકારે ચર્ચા થતી હતી. લોકો જેને જેમ ગમે તેમ બોલતું હતું. પોતાને અંત સમય નજીક જાણુને શેઠે વેપારાજગાર પ્રથમથી જ સમેટી લીધે હતો, જેથી એ સંબંધી ચિંતાને હવે અવકાશ નહોતો. યશોમતિ માટે ઘણું ધન રાખી, તેને કેટલીક શીખામણ આપીસાતે ક્ષેત્રમાં બાકીનું કેટલુંક ધન વાપરી નાખ્યું અને પિતાના મરણ બાદન ફાવે તે પિયર રહેવાની યશેમતિને ભલામણ કરી. “પિયરમાં ભેજાઈ વિગેરેના કંકાસથી મુંઝવણ આવે તે આ ઘર મકાન સર્વ તારાં જ છે. તારી ઈચ્છામાં આવે તેમ ઉપયોગ કરજે. ધન ખરચજે. આજ સુધી જેમ ઉભય કુળને તે અજવાળ્યું છે, તેમ આપણા શુદ્ધ કુળને ઉજ્વળ કરજે. અમારું કુળ દીપાવજે. તારા સદ્વર્તનથી, દુઃખ સહન કરવાની શક્તિથી અને જગતની સારી ખાટી કુયુકિતઓ ધીરજથી સાંભળી લઈને સમય વ્યતિત કરવાથી સ્વર્ગમાં રહ્યા રહ્યા અમારે આત્મા તારી ઉપર આશીષ વરસાવશે. વહુ બેટા ! દુઃખમાં પણ ધીરજ ધરીને કાળક્ષેપ કરવાની તારી આત્મશકિત અમે જાણી છે. આ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy