SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] આ બધા લકે તેમાં જ આશ્રય કરી રહેલાં હેઈ– [ ૮૪ વિવર્તરૂ૫ મિથ્યા કલ્પનાઓ જ છે અને વસ્તુતઃ તે તે એકરૂપ એવા આત્માની જ સંજ્ઞાઓ છે; છતાં ન્યાયમતવાળાએ પોતાની બુદ્ધિ અનુસાર તેની જુદી જ કલ્પના કરેલી છે, સાંખ્ય મતવાળાએ પણ જુદી કરેલી છે, વૈશેષિકોએ પોતાના મત પ્રમાણે જુદી ક૯પના કરેલી છે; એ જ રીતે બુદ્ધ, અર્હત, ચાવીક ઇત્યાદિકોએ તો સાંખ્યમતની યુક્તિને બદલે પોતપોતાની બુદ્ધિને અનુકૂળ એવી વિચિત્ર કપનાએ કરેલી છે; વળી સુગત, જમિનિ, પતંજલિ, નારદ, વ્યાસ ઇત્યાદિકાએ પણ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી કલ્પનાઓ કરી આત્મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે; છતાં એક જ નગરમાં જવાના જુદા જુદા અનેક માર્ગો હે તે સર્વ માર્ગેથી જનારાઓ અંતે તો નગરમાં જ પહોંચી જાય છે, તે પ્રમાણે આ સર્વ લોકોનું ધ્યેય પરમત એવા આત્મસ્વરૂપમાં પહોંચવારૂપ એક જ છે. તે પદની પ્રાપ્તિના ધ્યેય સંબંધે તો સર્વની એકતા જ છે છતાં પરમાર્થને અજ્ઞાનને લીધે કિંવા લુખી કલ્પનાઓને લીધે થયેલા વિપરીત બાધ વડે તેઓ વિવાદો કર્યા કરે છે; પરંતુ જો એક વખત અંતર્મુખ થઈ અહંભાવને વિલય કરી નિર્વિક૫તાનો સ્વાનુભવ પ્રાપ્ત કરી લે તો તેઓને વિવાદ કરવાનું પ્રયોજન રહેતું નથી. પણ તેઓ કેવળ વાણીના વિલાસ વર અનિર્વચનીય પરમપદ કે જે વસ્તુતઃ તો અનુભવગમ્ય જ છે. તેને માટે મિથ્યા કપના કરી પિતપોતાના મતનો દુરાગ્રહ રાખી તેનાં જ વખાણ કર્યા કરે છે. એક જ મનુષ્યને માટે કાકા, મામા,પિતા, પુત્ર, પતિ, સ્નેહી, ભાઈ, શત્રુ, મિત્ર આદિ જુદાં જુદાં અનેક નામો કપાયેલાં હોય છે કિંવા ક્રિયાવિશાત સ્નાન કરતી વખતે સ્નાનકર્તા, દાન કરતી વખતે દાનકર્તા, કામ કરતી વખતે કાર્યકર્તા, એમ અનેક નામો પડે છે, તેમ ક્રિયાના વિચિત્ર ભેદને લીધે આ આત્મસ્વરૂપે એક ચૈતન્યના જ મિથ્યા વિવર્તભાવે જીવ, વાસના, કમ, મન, બુદ્ધિ, માયા, પ્રકૃતિ, ઈશ્વર, પુરુષ, અવ્યક્ત, મડાપ્રાણુ, અહંકાર, અધિદેવતા, અધ્યામ, અધિભૂત, બ્રહ્માંડ, સમષ્ટિ ઇત્યાદિ અનેક નામો વ્યવહારમાં પ્રતીત થતાં જોવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે તો આ સર્વે નામોની સંજ્ઞાઓ કિંવા મતમતાંતરે મિથ્યા હોઈ તે કેવળ કર્મમાગ માં દુરાગ્ર રાખી આત્માનભવ નહિ લેનારા દુરાગ્રહીઓના મનમાં વિલાસરૂપ છે અને તે મન તે તદ્દન મિથ્યા છે. આને માટે ગમે તેટલે વાણીને વિકાસ કરવામાં આવે તો પણ તે સર્વ નિરર્થક જ છે, કારણ કે, જ્યાં સુધી જાગત થવામાં નહિ આવે ત્યાં સુધી સ્વમનો તમામ વ્યવહાર જેમ સત્ય જ ભાસે છે, તેમ જ્યાં સુધી અહમ અને મમાદિ સર્વ ભાવનો વિલય કરીને તે પદનો અનુભવ લેવામાં આવતો નથી ત્યાં સુધી તેને માટે કરવામાં આવતી તમામ કલપનાઓ નિરર્થક જ છે. માટે હે પાર્થ! હું તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, આ બાબતમાં અનુભવ વિના બીજું કોઈ પણ પ્રમાણુ નથી. માટે જે હુંરૂપ એવી આ મિથ્યા કુરણનો મૂળ સહિત વિલય કરીને નિઃશેષપદને અનુભવ કર્યો છે તે જ આ પરમપદને સાચો જ્ઞાતા હેઈ બાકીના બધા મિથ્યા વાદવિવાદ કરનારા દુરાગ્રહીઓ અને દાંભિક જ છે, એમ જાણવું. આમ “હું” ભાવનો જેણે વિલય કર્યો છે તે જ સાચો સાક્ષાત્કારી કિંવા અપરોક્ષાનુભવી મહાત્મા ફેઈ તે મારું જ સ્વરૂપ છે. માટે તો અહંભાવને છોડીને મારા નિઃશેષ એવા સાચા પરમપદને અનુભવ લે એટલે પછી આ કર્મ, કર્તા ઇત્યાદિ સર્વ ભેદભેદ કરોળીયાની લાળની જેમ અભિન્ન એવા એક આત્મરૂપ જ કેવી રીતે છે તે તું સારી રીતે જાણી શકીશ, આમ જીવન્મુક્ત બન્યા પછી અજ્ઞાનીઓની દષ્ટિએ દેખવામાં આવતો તારો આ સર્વ વ્યવહાર સ્વમવત મિયા હોવાથી સ્વપ્રમાંના સવનો નાશ થવાથી ૫શુ જેમ પિતાને કાંઈ હાનિ થતી નથી તેમ લૌકિક દૃષ્ટિએ તું સર્વને હણશ કિંવા તારા કહેવામાં આવતા આ દેહના હણાઈને ટુકડે ટુકડા વા ચૂરેચૂરા થઈ જશે છતાં તું તેથી તદ્દન અલિપ્ત જ રહીશ; તને તે કર્મને લેશ પણ સ્પર્શ થશે નહિ, એમ નિશ્ચયાત્મક જાણુ, સર્વ મતવાદીઓની નિરર્થકતા કિંવા એકવાક્યતા ભગવાન આગળ કહે છે. ધનુર્ધર ! આ પ્રમાણે જ્ઞાનીઓની દષ્ટિએ કર્તાકર્માદિની અભિન્નતા છે, એ શાસ્ત્રનો પણ નિશ્ચય છે. આ શામનિર્ણયનું મારા નિશ્ચયસહનું ગુઢ રહસ્ય મેં તને કહી સંભળાવ્યું, તે ઉપરથી તે જાણી શકીશ કે હું સહિત સધળા મમાદિભાવને વિલય કરીને તે પરમપદને અનુભવ લેવા જોઈએ,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy