SearchBrowseAboutContactDonate
Page Preview
Page 969
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૦] તા : 1િ: સર્વે [ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીર અ. ૧૮૧૮ પુરણરૂપને પ્રાપ્ત થાય છે ત્યારે તેને ક્રિયા કિંવા કર્મરૂપે પણ કહે છે. પરમાત્મા અનિર્વચનીય છતાં સર્વ દશ્યસમૂહના ઉપલકારણરૂપ “હું' એવા કુરણને પામે છે ત્યારે તેને પ્રકૃતિપણું કિંવા સત્ પદાર્થમાં અસતપણું અને અસત પદાર્થમાં સતપણું બતાવે છે, એ મુજબ સત્તા અને અસત્તાના વિકલ્પરૂપને લીધે તેને માયા પણ કહે છે. તે જ આ સંકલ્પરૂ૫ કિવા ક્રિયારૂપ “ હું' એવું પુરણ (વૃક્ષાંક ૩) સમજે. તે સંકલ્પ પિકી કોઈ એક વિકલ્પને સ્થિર કરે છે અથવા ત્રણ ગુણનું સમભાવે મિશ્રણ કરે છે, ત્યારે અવ્યક્ત કિંવ બુદ્ધિ (વૃક્ષાંક ) કહેવાય છે. તે જ્યારે દેહાદિ મિથ્યા પદાર્થોમાં અભિમાન વડે પોતાની જ સત્તાની કલ્પના કરે છે ત્યારે તે અહંકાર કહેવાય છે, અને તેથી જ સંસારમાં બંધન થાય છે. જ્યારે એક વિષયને ત્યાગ કરીને બીજા વિષયનું મરણ કરે છે અને પૂર્વાપર વિચારનો ત્યાગ કરે છે ત્યારે તે જ ચિત્ત એવી સંજ્ઞા વડે કહેવાય છે. કુરણ થવું એ સંવિતનો ધર્મ છે એટલે તે અસત રફુરણને લીધે જ્યારે તે કર્તાના શરીર તથા અવયવને દેહાદિનો સંગ સંપાદન કરાવે છે ત્યારે તે સંવિત જ કર્મ સંજ્ઞા વડે પ્રતીત થાય છે. અદ્વિતીય એવા એક પરમાત્માના સ્વરૂપના નિશ્ચયને ત્યાગ કરીને તે સંવિત જયારે પિતાની ઈચ્છા પ્રમાણે અન્ય વરતની કલ્પના કરી લે છે ત્યારે તેને જ કહપના કહે છે અમક પદાર્થ પ્રથમ જોયેલો છે અથવા જોયો નથી એવી રીતે સ્મરણથી નિશ્ચય કરીને જ્યારે તે સંવિત ચેષ્ટા કરે છે ત્યારે તે સંસ્કૃતિ કહેવાય છે. પ્રથમ અનુભવ કરેલા પદાર્થની શક્તિ જ્યારે આકાશની પેઠે શન્ય અવસ્થામાં કાંઈ પણ ચેષ્ટા કર્યા વિના સૂમરૂપે રહે છે ત્યારે તેને વાસના કહે છે. આત્મતત્વે જ તદ્દન નિર્મળ હેઈ તેમાં આ મિથ્યા પ્રપંચ ત્રણે કાળમાં છે જ નહિ એમ જાણવું તે જ વિદ્યા કહેવાય છે; તે આત્મસ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. તેથી જ તેને પ્રયત્ન કહે છે, તે વિવિધ પ્રકારના પદાર્થોનું સ્મરણ કરાવે છે તેથી તેને સ્મૃતિ કહે છે. આત્માના અદર્શનને લીધે અત્યંત વિસ્મરણ કરાવે છે તેથી તેને વિસ્મૃતિ કહે છે. મિથ્યા વિકલ્પોના સમૂહે કરવાને લીધે તેને જ મળ કહે છે. એટલે કે, તે આવરણ એટલે અસલ સ્વરૂપને ઢાંકી દેવું કિંવા ભૂલાવવું એવા પ્રકારની શક્તિને લીધે મળ તથા વિક્ષેપશક્તિના પ્રધાનપણાને લીધે વિસ્મૃતિ કહેવાય છે. તે શ્રવણ, સ્પર્શ, દર્શન, ભજન, સુગંધ અને વિચારાદિ વડે જીવભાવે રહેલા કર્મેન્દ્રિયોના સ્વામી અથવા દેવતાઓને આનંદ પમાડે છે તેથી તે ઇંદ્રિય કહેવાય છે. તેમ જ દર્શન, શ્રવણ, સ્પર્શ, રસન અને ધ્રાણ ઇત્યાદિ કર્મોને લીધે તેને ક્રિયા કહેવામાં આવે છે. આમ ચેતાને અનુસાર ચૈતન્ય જેવા જેવા રૂપે રકુરણ થવા પામે છે તેવા તેવા તેના પર્યાયથી અજ્ઞાન દશામાં નામે પડેલાં છે. આમ અનિર્વચનીય એવા આત્માને જ મિથ્યા કાળરૂપ એવા મનપ પ્રાપ્તિ થતાં તેમાં હું ઇત્યાદિ રફુરણુરૂપ દેશ વગેરે માયિક એવી મર્યાદા રૂ૫ સંસારપદવી પ્રાપ્ત થયેલી હોઈ પિતે એક હોવા છતાં પણ વિવર્તરૂ૫ હજાર ફુરણને લીધે તેને મન બુદ્ધિ વગેરે નામે વ્યવહારરઢિમાં પ્રાપ્ત થયેલાં ભાસે છે, માટે આ બધાં નામો કેવળ એક ચિત્ત, આમાં અથવા બ્રહ્મનાં જ પોતામાં, પિતા વો, પિતાને અને પોતે જ આપેલી મિથ્યા વિવર્તરૂપ સંજ્ઞાઓ છે. એટલે જેમ એક જ નટ જુદાં જુદાં કામ કરે છે ત્યારે જુદાં જુદાં નામ ધારણ કરે છે કિંવા એક જ મનુષ્ય રસોઈ કરતો હોય ત્યારે રાંધનાર, પાઠ કરતી વખતે પાઠ કરનાર, કથા કહેતી વખતે વિતા, સાંભળતી વખતે શ્રોતા ઇત્યાદિ જુદાં જુદાં નામની સંજ્ઞાઓ તેની ઉપર લાદવામાં આવે છે, તેમ આ આત્મા ઉપર મિથ્યા વિવર્તાભાવે મન, બુદ્ધિ, માયા, પ્રકૃતિ, અહંકાર, કર્મ, ઇંદ્રિયાદિ જુદી જુદી સંજ્ઞાઓ આપવામાં આવેલી છે. હું પદ વિલય કરી અનુભવ લે એ જ પ્રમાણ છે ચિત એટલે આત્માની મનાદિરૂપ જે મિથ્થા સંજ્ઞા મેં તને ઉપર કહી તે જ સંજ્ઞા અન્ય મતવાળાએ પોતપોતાની કાળકપિત ક૨૫નાથી કરેલી યુક્તિવશાત જુદી જુદી રીતે કહેલી છે. જેનો જેવો સ્વભાવ હોય તે પ્રમાણે બુદ્ધિ, રાખીને ઈછામાં આવે તે રીતે આ મન, બુદ્ધિ, માયા, કર્મ, ઇદ્રિ ઇત્યાદિને વિચિત્ર નામોના ભેદ વડે તેઓ જુદી સંજ્ઞાઓ પણ આપે છે. કેટલાક જીવથી ભિન્ન જડ પ્રકૃતિને મન કહે છે; કેટલાક અહક ન કહે છે અને કેટલાક બુદ્ધિ કહે છે, પણ આ બધી કેવળ આમા ઉપર કરેલી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy