SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] હતા, વેદિષત, અતિથિ (૨૫), દુરાણસતઃ [ ૮૦૫ શદ્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વસ્યરૂપી દ્વિજ વર્ણ કે જે પિતાના સ્વામી છે તેની સેવા કરીને આજીવિકા કરવી. (૧) ખેડ વગેરે ધંધા, (૨) યાચના કર્યા વગર જે અનાયાસે મળે તે, (૩) દરરોજ ધાન્ય માણી લાવવું અને (૪) ખેતરમાંથી માલ ઉઠાવી ગયા પછી પડેલા દાણુઓ વીણી લાવવા અથવા હાટના (ગૂજરી) વેપારીઓની દુકાન આગળ પડેલા દાણુઓ વાણી લાવી ગુજરાન ચલાવવું; આ ચાર પ્રકારનો વૃ ત્તઓ બીજા યુગમાં હતી. પ્રથમ યુગમાં તો મુખ્યત્વે બતાવેલી છ પ્રકારની વૃત્તિ જ હતી. તે સમયે આ ચાર જ વૃત્તિઓ ઉત્તરોત્તર એક કરતાં એક શ્રેષ્ઠ ગણાતી હતી. નીચ વર્ણવાળાઓએ આપત્તિકાળ વિના ઉત્તમ આજીવિકાનો આશ્રય કરવો નહિ પરંતુ આપત્તિકાળમાં ક્ષત્રિય વિના ઈતરને માટે ઉપર કહેલી સર્વે આજીવિકા કરવાની છટ હોઈ ક્ષત્રિયને તો એક પ્રતિગ્રહ સિવાય બાકી સધળા દિ જેની આજીવિકાનું ગ્રહણ કરવાની છૂટ છે. ત, અમૃત, મૃત, પ્રમૃત અને સત્યાગ્રુત એટલા પ્રકારે આવિકામાં છે. તે વડે જીવવું પરંતુ નીચની સેવા વગેરે પોતાથી હલકા પ્રકારની આજીવિકાથી જીવવું તે શ્વાનવૃત્તિની આજીવિકા કહેલાય છે. તેવી આજીવિકા મરણ સમાન જ હોવાથી તેવી આજીવિકા વડે જીવવું નહિ જોઈ એ. (૧) ખેતરમાં કે હાટના વેપારીની દુકાન આગળ પડેલા દાણાઓ વણી લાવીને આજીવિકા કરવી તે ૪ત કહેવાય, (૨) માગ્યા વગર મળે તે અમૃત, (૩) વેજ ભીખ માગવી તે મૃત, (૪) ખેડ કરવી તે પ્રમૃત, (૫) રમૃતિ ધર્મમાં કહેલા ધોરણે સચ્ચાઈથી વેપાર કરવો તે સત્યાવૃત અને (૬) પિતાથી નીચ હોય તેની સેવા કરવી એ શ્વાન કિંવા કતરાની વૃત્તિ સમજવી. આ જાનવૃત્તિ (ઋત્તિ). અત્યંત નિંદિત હોઈ તેનો બ્રાહ્મણ કિંવા રાજાએ ત્યાગ કરવો કેમ કે સર્વધર્મનિષ્ઠ બ્રાહ્મણ સર્વવેદમય છે અને સધર્મી રાજા સર્વદેવમય છે. બ્રાહ્મણાદિનાં લક્ષણે બ્રાહ્મણનાં લક્ષણે મનેનિગ્રહ, ઈદ્રિયનિગ્રહ, તપ, શચ (આંતરબાહ્યપવિત્રતા, સંતેષ, ક્ષમા, સય. સરલતા, જ્ઞાન, દયા અને નિયંપ્રતિ આત્મ પરાયણતા (ભગવાનમાં જ ૫રાયણ પણું) ક્ષત્રિયનાં લક્ષણે: યુદ્ધમાં ઉત્સાહ, શૌય વા પ્રભાવ, ધીરજ, તેજ, દાન, મનનો જય, ક્ષમા, બ્રાહ્મણે પ્રત્યે પ્રેમ અને ભકિત, પ્રસન્નતા અને સર્વનું રક્ષણ કરવું. વૈશ્યનાં લક્ષણે: દેવ, ગુરુ, અને આત્મસ્વરૂપ એવા ભગવાનની ભક્તિ, ધર્મ, અર્થ અને કામમાં વૃદ્ધિ, આસ્તિકતા, નિત્ય ઉદ્યમ કરવો અને કાર્યકુશળતા. શકનાં લક્ષણો : પોતાથી ઉત્તમ વર્ણનાં ધમપાલન કરનારા સજજનોને પ્રણામ કરવા, બાથ અને આંતર પવિત્રતા રાખવી, નિષ્કપટપણાથી માલિકની સેવા કરવી, મંત્રોચ્ચાર કર્યા વગર જ પાંચ મહાયજ્ઞો, (દેવ, ઋષિ, પિતૃ, મનુષ્ય અને ભૂતય) કરવાં, ચોરી નહિ કરવી, સત્ય બોલવું અને ગાપો તથા બ્રાહ્મણની રક્ષા કરવી. સ્ત્રીઓના ધર્મોઃ પતિની સેવા, પતિને અનુકૂળ વર્તવું એટલે કેઈ પણ પ્રકારે પતિના હતમાં પોતાનું હિત સમજી તેને દુ:ખ થાય તેવું વત ન નાહ કરવું, પોતના આ સ્વકીય તથા બંધુએ વગેરેની સાથે યોગ્ય વર્તાવ રાખો અને નિત્યપ્રતિ પતિવ્રતા ધર્મને ધારણ કરવું. સારાંશ, પતિ સ્ત્રીઓનો મુખ્ય દેવ છે, તેથી પતિવ્રતા સ્ત્રીઓને માટે આ ચાર મુખ્ય લક્ષણે અને ધર્મ છે. સિવાય ઘરમાં વાસી વળવું, લીપ, મંડળ પુરવાં, રાચરચીલું વગેરે સારું રાખવું, ધરની સાફસફાઈ રાખવી, નાની મોટી સુખની તજવીજ જેમ કે ઘરકામ, વિનય, ઈદ્રિયનિગ્રહ તેમ યથોચિત સત્ય અને પ્રિય વચનથી પતિની સેવા કરવી, પોતે સૌભાગ્યથી શણગારેલું રહેવું, ઘરનો સર્વે સરસામાન સ્વચ્છ રાખ, જે કાંઈ મળે તે વડે સંતોષ રાખો, મળેલા પદાર્થો ભેગવવામાં પણુ લુપતા નહિ રાખવી, આળસ રાખવું નહિ, ધમને અનુસાર વર્તવું, પવિત્રપણાથી તથા નેહથી પતિભકિતમાં તત્પર રહેવું. પતિએ પણ પતિત નહિ થવું. આદર્શયુક્ત પતિને માટે ઉપરને પતિવ્રત ધર્મનો ઉલ્લેખ છે. પતિત પતિ અધમી હોવાથી સ્ત્રી પોતાના ધર્મનું પાલન કેવી રીતે કરી શકે? આથી પતિત નહિ થનારા પતિનો લક્ષમીની જેમ સેવા સ્ત્રી કરી શકે છે. પરંતુ જે સ્ત્રી કેવળ આત્મપ્રાપ્તિની જ ઈચ્છા ધરાવતી હોય, જેને વ્યવહાર વિષયાદિની કિંચિત્માત્ર પણ ઈરછા ન હોય તેને આ નિયમ લાગુ નથી. તેને માટે તે પિતાના ધ્યેયમાં અડચણરૂપ થતાં તમામ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy