SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ पुरमेकादशद्वारम् [ સિદ્ધાન્તકાણ ભ૦ ગીe અ૦ ૧૭/ર૩ અને કલિંગાદિક કીટક દેશ કે જેમાં માર્ગાદિકની રવચ્છતા રહેતી ન હોય તે દેશ, જેમાં તે ઘણા હોય તે દેશ અને ખારી પૃથ્વીવાળો દેશ અપવિત્ર છે, પરંતુ એવા દેશમાં પણ જે પુરુષનો નિવાસ હોય તે તે દેશ ગમે તેવો હોય તો પણ અત્યંત પવિત્ર છે એમ જાણો. કળશુદ્ધિ કાળમાં જે દ્રવ્યની સંપત્તિ ભરપૂર હોય તે કાળ તે તે દ્રવ્યથી થતાં રાજ કર્મો કરવામાં પવિત્ર છે. પ્રાતઃકાળાદિ કાળ તો સત કર્મો કરવામાં હોવાથી સ્વતસિહ પવિત્ર છે, જે કાળમાં દ્રવ્ય નહિ મળવાથી અથવા દેશ ભંગ થવા આદિ કારણથી સત્ કર્મ થતું અટકે તે કાળ અપવિત્ર છે. સૂતકાદિ કાળ સત્ કર્મ કરવામાં અયોગ્ય હેવાથી જાતે જ અપવિત્ર છે. આ મુજબ કાળની શુદ્ધિ કહી હવે દ્રવ્યોની શુદ્ધિ અશુદ્ધિ વિષે કહું છું. દ્રવ્ય શુદ્ધિ વસ્ત્રાદિ દ્રવ્ય જળરૂપ દ્રવ્યથી શુદ્ધ થાય છે તથા મૂત્રાદિ દ્રવ્યોથી અશુદ્ધ થાય છે, તેમ જ પુષ્પાદિ દવ્ય જળસિંચનથી શુદ્ધ તથા સંવવાથી અશુદ્ધ થાય છે. જ્યારે કોઈ દ્રવ્યના સંબંધમાં આ શુદ્ધ છે કિવા અશુદ્ધ છે એવો સંદેહ થાય ત્યારે બ્રાહ્મણના મંત્ર વડે તેની શુદ્ધિ અશુદ્ધિનો નિર્ણય જણાય છે. આમ દ્રવ્ય વડે દ્રવ્યની શુદ્ધિ થાય છે તેમ કાળ વડે પણ દ્રવ્યની શુદ્ધિ થાય છે, જેમ કે નવું પડેલું વરસાદનું પાણી ચોમાસામાં ત્રણ દિવસ પછી શુદ્ધ અને ત્રણ દિવસ સુધી અશુદ્ધ ગણાય છે. માવઠાનું પાણી દશ દિવસ પછી શુદ્ધ અને તે પહેલાં અશુદ્ધ ગણાય છે. અન્ન તરતનું રાંધેલું હોય તે પવિત્ર અને વાસી થયેલું હોય તો તે અપવિત્ર ગણાય છે. દ્રવ્યની શુદ્ધિ અને અશુદ્ધિ તેના મહત્તા અને અ૫ત્વ ઉપરથી પણ ગણવામાં આવે છે. જેમ કે નદી કિંવા તળાવના પાણીને ચાંડાલાદિક અડી જાય તો પણ તેને દોષ નથી પણ જે ધડામાં ભરેલા પાણીને અડે તે અપવિત્ર મનાય છે. દ્રવ્યની શુદ્ધિ અશુદ્ધિ શક્તિ અશક્તિ ઉપરથી પણ ગણવામાં આવે છે. જેવી રીતે સૂર્યગ્રહણાદિ તથા સુતકાદિનું અને સશક્તોને માટે અશુદ્ધ અને અશકતેને માટે શુદ્ધ ગણાય છે. દ્રવ્યની શુદ્ધિ જાણવા ઉપરથી પણ થાય છે, જેમ કે પુત્રને જન્મ થયાનું દશ દિવસ થયા પછી જાણવામાં આવે તે જન્મશૌચ લાગતું નથી અને દશ દિવસની અંદર જાણવામાં આવે તો જન્મશૌચ લાગે છે. દ્રવ્યશુદ્ધિ અશુદ્ધિ સમૃદ્ધિ પરથી જાણવામાં આવે છે. જેમ કે જૂનું અને ફાટેલું મેલું કપડું શ્રીમંતને માટે અશુદ્ધ અને ગરીબો માટે શુદ્ધ કહેવાય છે. દેશ અને અવસ્થાને આધારે થતી દ્રવ્યશુદ્ધિ ઉપર કહેલાં દ્રવ્ય, કાળ આદિ પદાર્થો કોઈ પાર્થોને અપવિત્ર કરી તે દ્વારા મનુષ્યને જે દોષ ઉત્પન્ન કરે છે તે દોષ પણ દેશ અને અવસ્થાદિને અનુસરીને જ લગાડેલાં છે પણ સઘળાં દેશમાં અને સઘળી અવસ્થાઓમાં એક સરખી રીતે લગાડી શકાતાં નથી, જેમ નિર્ભય દેશમાં જે અશુદ્ધિને દોષ માનવામાં આવેલ હોય છે તે જ પારે ચોરાદિ કિંવા અન્ય ઉપદ્રવ હોય ત્યારે માનવામાં આવતો નથી. તેમ જ જવાની અને આરોગ્યના સમયે જેને અશુદ્ધ માનવામાં આવે છે તે વૃદ્ધ અને અનારોગ્યવાળાને માટે અશુદ્ધ હોતું નથી. તેમ જુવાની અને આરોગ્યના સમયે જે અશુદ્ધ માનવામાં આવે છે તે બાલ્ય કે રોગાદિની અવસ્થામાં માનવામાં આવતો નથી. વળી ધાન્ય, કાઇ, સાબરસીંગ, હાથીદાંતાદિ હાડકાંઓ, તેમ ઘી તેલ ઇત્યાદિ નિગ્ધ રસો, સોનું, રૂપું વગેરે તૈજસ પાથી, ચામડાં તથા રસ્તાને કાદવ ધડ તથા ઇંટ વગેરેની શહિ કાળ, વાયુ, અગ્નિ, માટી અને જળ વડે પગુ થાય છે. વળી તેમાં કેટલીક જગાએ એ પદાર્થો એક સામટા એટલે મિશ્રણમાં લેવાથી તે કેટલાકમાં જુદા જુદા લેવાથી શુદ્ધિ થાય છે, તેમાં પણ કાગડા તથ ચાંડાલાદિકને સ્પર્શ થવાથી અને દેશ, કાળ તથા અવસ્થા વગેરેના અનુમાન ઉપરથી શુદ્ધ અશુદ્ધ થાય છે. આસન, પાત્ર કે વસ્ત્રાદિ પદાર્થોને કેાઈ અપવિત્ર પદાર્થોનો લેપ થ હોય તો તેટલે ભાગ છેલાથી કિંવા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy