SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતદેહન ] આત્માને નાનારૂપે જાણનારે મૃત્યુ અને એકરૂપ જાણનારે અમૃતપણાને અનુભવે છે. [૭૯૩ અને વળી પાછે ધર્મ, અર્થ અને કામનું જ સેવન કરે છે તે સંન્યાસીને વમન કરેલું એટલે એકલું ફરીથી ખાનારે અને નિર્લજ સમજો. તેમ ગૃહસ્થ થઈને નિત્ય નૈમિત્તિક ક્રિયાને ત્યાગ કરે, બ્રહ્મચારી થઈને બ્રહ્મચર્યનું પાલન નહિ કરે અને સંન્યાસી થઈને વળી પાછા પ્રવૃત્ત કર્મો કરી ઇન્દ્રિયોના સ્વાદમાં લાલુપતા રાખે તે માયાના મેહમાં ફસાયેલો ખરેખર દયાને જ પાત્ર છે. (ભા. ૭/૧૫/૩૦ તથા ૩૬) તેમ દરેક પોતપોતાનાં કરેલાં કર્મો અનુસાર મર્યાદામાં રહેવું એ ગુણ અને તે પ્રમાણે નહિ રહેવું તે દોષ છે. આમ ગુણ અને દેશનો નિશ્ચય છે. સર્વ પદાર્થો સરખા જ છે. હે વત્સ! આ જગતમાં સર્વ વસ્તુઓ વા ક વસ્તુતઃ સમાન એટલે એક આત્મરૂપ જ છે; છતાં તે તે દ્રવ્યમાં “ આ યોગ્ય છે કે અયોગ્ય છે ” એવા પ્રકારનો અજ્ઞાની એને સંદેહ હોય છે. તેઓ તેની સમાનતાથી અજ્ઞાત હોવાથી પોતપોતાના મનમાં આવે તેવી છે તે વસ્તુઓ સંબંધમાં કલ્પનાઓ કરી બેસે છે તેથી તેઓને સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી તેમની આ ગમે તેવી મનસ્વી પ્રવૃત્તિઓને અટકાવવાને માટે તે તે દ્રવ્યનું યોગ્ય અયોગ્ય, ગુણ દોષ, ગ્રાહ્ય અગ્રાહ્ય, શુભ અશુભ, નામ, રૂપ, ગુણ ધર્મો ઈત્યાદિ સ્વરૂપના નિર્ણય કરેલા હોઈ તે બધા મેં જ મનરૂપ બની શાસ્ત્રમાં જણાવેલા છે. વસ્તુની આ યોગ્યતા અને અયોગ્યતા સત્યધર્મને માટે જે દર્શાવવામાં આવી છે. તે અશાનીઓને વ્યવહાર સરળતાથી ચાલે એટલા પૂરતી જ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે જેમ સૂતકાદિ અશુદ્ધિમાં પણ રાજઓથી ન્યાયનું કામ થઈ શકે પણ અન્ય કામ ના થઈ શકે ઇત્યાદિ નિયમરચના વ્યવહારની વ્યવસ્થા માટે જ કપેલી છે. તેમ જ શુભ અને અશુભ, ગ્રાહ્ય અને અગ્રાહ્યપણને લીધે થનાર અર્થ અને અનર્થે સીધી રીતે, યોગ્ય અને ન્યાયી નિર્વાહ ચલાવવાને માટે કપેલા છે. જેમ કે અભણ્યનું ભક્ષણ કરવું એ મોટું પાપ છે; તે પણ જ્યારે કાંઈ ખાવા નહિ મળવાથી પ્રાણુ જતા હોય ત્યારે તેનું ભક્ષણ કરવામાં પાપ નથી; ઇત્યાદિ બધું વ્યવહારવ્યવસ્થાને માટે જ કપેલું છે. આ સઘળી વ્યવસ્થા પોતાના સ્વરૂપને નહિ જાણનાર અને અહંકાર વડે પિતાને માથે વગર કારણે કર્તવ્યતારૂ૫ બોજો ઉપાડી લેનારા અજ્ઞાનીઓ માટે છે. માટે આ શુદ્ધિ અને અશુદ્ધિ એ વેદોક્ત નથી અર્થાત તે વેદનું અંતિમ ધ્યેય છે એમ માનવું નહિ. કેમકે સ્થાવરથી તે બ્રહ્મા સુધીનાં સઘળાં શરીરમાં ઉપાદાન કારણ તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂત જ છે. અને આત્મદષ્ટિએ તે સર્વ એકરૂપ જ છે; અર્થાત સઘળા પદાર્થો સરખા એટલે એક આત્મરૂપ જ છે. વાસ્તવિક રીતે તે કોઈમાં પણ શહપણું કે અશુદ્ધપણું છે જ નહિ પરંતુ સર્વત્ર કેવળ એક નિર્મળ એવું આત્મસ્વરૂપ જ છે. ગુણદોષોનું શોધન આ મુજબ સર્વ પદાર્થો એક સરખા આત્મરૂપ હોવા છતાં તેમાં કહેવામાં આવતી ભિન્નતા આ અનાની પ્રાણીઓ કે જેઓ પોતે પોતાને અજ્ઞાની માની બેઠેલા હોય છે તે એની અજ્ઞાનની નિવૃત્તિને માટે છે. અર્થાત પ્રવૃત્તિનો ત્યાગ કરી તે દ્વારા ઠમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકે એવા ઉદ્દેશ વડે તેવાઓને માટે જુદા જુદા વર્ગો, આશ્રમ તથા નામરપાદિની કલ્પના વેદમાં કરેલી છે. એ પ્રમાણે દેશ, કાળ આદિ હાથ વડે લઈ શકાય અને નહિ લઈ શકાય એવી તમામ વસ્તુઓ પણ એક સરખી જ છે છતાં પ્રવૃત્તિનો સંકેચ કરવાને માટે મેં વેદ અને ધર્મશાસ્ત્ર દ્વારા તેઓમાં ગુણદોષ ઠરાવ્યો છે, કે જે કરાવવાથી અજ્ઞાનીઓની અનિયમિત રીતે થ ની પ્રાપ્તિનો મોટો ભાગ અટકી શકે છે. આ રીતે આપણે ગુણદોષનું શોધન કર્યું. હવે ગુરુનું મૂળ શુદ્ધિ અને અશુદ્ધિ જ છે તેથી તે વિશે વિસ્તારથી કહું છું, દેશશુદ્ધિ પ્રથમ દેશશુદ્ધિને માટે કહું છું. જે દેશમાં કાળિયાર મૃગ ન હોય તે દેશ અપવિત્ર છે; તેમાં પણ થાહ્મણે ઉપર શ્રદ્ધા વગર દેશ અત્યંત અપવિત્ર છે. વળી કાળિયાર :ભ્રમ હોવા છતાં પણ અંગ, બંગ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy