SearchBrowseAboutContactDonate
Page Preview
Page 912
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] તે ભૂત ભાવિને નિયામક આ ઈશ્વર જ છે, [ s૮૩ , નિરુધ એટલે અન્નને શુદ્ધ કરનારા ઘી આહાર, યજ્ઞ, તપ અને દાનમાં પણ ત્રણ ત્રણ પ્રકારે છે ભગવાન આગળ કહે છે : હે પાર્થ ! ઉ૫ર મેં તને દૈવી અને આસુરી નિશ્ચયવાળાના સંબંધમાં કહ્યું. વળી આ સર્વનો આહાર પણ ત્રણ પ્રકારનો થાય છે તેમ, યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ પ્રકારનાં જ હોય છે. એટલે આ લોકમાં પ્રિય એટલે પોતપોતાનો મનગમતો આહાર પણ ત્રણ પ્રકાર હોય છે. તેમજ તેઓના યજ્ઞ, તપ અને દાનાદિમાં પણ શ્રદ્ધા પ્રમાણે ત્રણ ત્રણ ભેદ જ છે. आयुः सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धना । रस्याः स्निग्धाः स्थिराधा आहाराः सात्त्विक प्रियाः ॥८॥ સવિકનો પ્રિય આહાર આયુષ્ય, સત્ત્વ, બળ, આરોગ્ય, સુખ અને પ્રતિ વધારનારા, સ્વાદવાળા, નિષ્પ એટલે સ્નેહવાળા, રિથર રહેનારા અને હૃદયની પ્રસનતા કરાવનારા એવા આહારો સાંરિકોને પ્રિય હોય છે. એટલે સારાને જે વડે આયુષ્યની વૃદ્ધિ થાય, સત્તા એટલે જેમાં કસ હોય એવા પદાર્થો, પુષ્ટિદાયક, આરોગ્ય, સુખ અને અભિરુચિ ઉત્પન્ન કરનારા, રવાદિષ્ટ અને મધુરસવાળા, રિનધ એટલે અનને શુદ્ધ કરનારા ! સ્થિર એટલે શરીરની સાથે એકરસ થઈ જનારા અર્થાત ઉલટી વિગેરે દ્વારા નીકળી નહિ જતાં રક્તાદિ સાત ધાતુઓ રૂપે બનનારા, જેમાંથી મેલ એાછા ઉત્પન્ન થાય છે અને હૃદયને પ્રસન્નતા આપે એવા આહાર પ્રિય હોય છે. સંક્ષેપમાં જે આહાર અંતે હદયને આનંદ ઉપજાવે અને સમાગે લઈ જઈ આવ્હાદ ઉ૫ના કરે એવો હોય તે જ સાત્વિકને પ્રિય હોય છે. कट्टुम्ललवणात्युष्णतीक्ष्णरूनविदाहिनः । आहाग राजसस्येष्टा दुःखशोकामयप्रदाः ॥९॥ રાજસને પ્રિય આહાર કડવા, ખાટા, ખારા, અત્યંત ઊના, તીખા, લૂખા, અને દાહ કરનારા તથા દુ:ખ, શાક અને રોગ ઉપજાવનારા આહાર રાજસને પ્રિય છે. એટલે રાજસ લેકે એકદમ ગરમ, ખટો, કડવા, તીખા ઈત્યાદિ વિવિધ પ્રકારના રસાવાળા, ચિત્રવિચિત્ર પ્રકારના અને ભાત ભાતના તળેલા, શેકેલા, ઉકાળેલા, વધારેલા અને મીઠડ મરચું ભભરાવેલા એવા મેંને ઝણઝણાટ અને પાણી ઉત્પન્ન કરનારા પદાર્થોને આહાર કે જે અંતે રેગ ઉપજાવનાર ઈ દુઃખ અને શોક કરાવનાર હોય છે, તેની ઉપર જ વધુ પ્રીતિ ધરાવે છે. यातयामं गतरसं पृति पर्युषितं च यत् । उच्छिष्टमपि चामेध्यं भोजन तामसप्रियम् ॥१०॥ તામસને પ્રિય આહાર કાચું અને થોડું પાકું, રસ વિનાનું, દુધવાળું, ટાઢું કિંધા, વાસી, ઇંડાયેલું અને યજ્ઞમાં અગ્ય એવું ભોજન તામસને પ્રિય હોય છે. અર્થાત યાતયામ એટલે પહેરા વીતી ગયા હોય તેવું ટાઢું હેવાથી મોટી મુશ્કેલી વડે પચે તેવું અધુ કાચું અને પાકું, રસ વિનાનું, કાંદા લસણ, ડુંગળી, ગાજર, માંસ, માંછલાં સડેલું અને દુર્ગધવાળું, વાસી અથવા સડાવેલું એટલે કે આથેલું, એઠું તથા જેનું ભક્ષણ કરવા શાસ્ત્રમાં મના કરી હોય છે તેવા પદાર્થોવાળું, તદ્દન અપવિત્ર, યજ્ઞ માટે અપવિત્ર (અધ્યાય ૩ બ્લેક ૯ પૃ. ૨૦૫/૨૦૬ જુએ.)
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy