SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૦] તિરિવધૂમ: [ સિદ્ધાન્તકાણ ભર ગીવ અ ૧૭૩ પુરુષ નામ પાડવાનું કારણ સર્વ પાત્રોમાં આત્મસ્વરૂપ એવા ભગવાન જ શ્રેષ્ઠ પાત્ર છે, તે કરતાં શ્રેષ્ઠ પાત્ર કઈ પણ નથી. કેમ કે આ બ્રહ્માંડરૂપી મહાન વૃક્ષ કે જે અનંત છવાના સમૂહ વડે વ્યાપ્ત છે તેનું મૂળ ચિદાકાશરૂ૫ એવા એક ભગવાન જ છે. માટે તેમને ઉદેશીને થનાર યજનપૂજન જ સર્વ જીવો તથા પોતાને પણ તૃપ્ત કરનારું છે. આત્મસ્વરૂપ એવા ભગવાને જ મનુષ્પો, પશુઓ, પક્ષીઓ, ઋષિ અને દેવાદિ તમામ સ્થાવરજંગમાદિ પુરો એટલે શરીર ઉત્પન્ન કર્યા છે અને આ પુરોમાં જીસ્વરૂપે પણ તે પોતે જ બિરાજે છે તેથી તે પુરુષ કહેવાય છે. આ મુજબ શાસ્ત્રમાં પણ નિર્ણય છે(ભાવ &૦ ૭, અ૦ ૧૪ ૦ ૩૭ જુઓ). તે પુરુષ જ જેવી જેવી ભાવના(શ્રદ્ધા)વાળા થાય છે તે રૂપે પોતે પોતાને પોતામાં જ અનુભવે છે. આ રીતે તે પુખ જ સાત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારની શ્રદ્ધાવાળો બને છે. પુરુષ પિતાની મેળે જ અનેક પ્રકારે કેવી રીતે થાય છે અને તેમાં મુખ્ય કેટલાક પ્રકારના જીવોનો સમાવેશ થાય છે તેની સ્પષ્ટતા માટે શાસ્ત્રનિર્ણયમાં કહેલા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પદાર્થોની ઉત્પત્તિના વિભાગે કિવા જીપમાં સત્વ, રજ તથા તમે ગુણવડે પડતા ભેદો અને મિશ્રણનો ક્રમ તને કહું છું. આ ક૯૫માં મનુષ્યનિમાં જન્મેલા છવજાતિના ભેદ ચાલુ કપની શરૂઆત થઈ અને તે પૂર્વના કલ્પને જયારે અંત થયો ત્યારે જે જીવના તે કલ્પને (કપ એટલે બ્રહ્મદેવનો દિવસ જુઓ અધ્યાય ૮ ૦ ૧૭ પૃષ્ઠ ૪પ૬/૪૬૦) અંત થતાં સુધી જ્ઞાન પ્રાપ્ત થવાનાં શમદમાદિ સાધને ચાલુ હોય પરંતુ કેઈ પૂર્વ પ્રતિબંધને લીધે તેઓને જ્ઞાન થયું ન હોય તેવા છો તે આ ક૫માં જન્મ થયા પછી પડેલા જ જન્મમાં પૂર્વસંસ્કારવશાત જ્ઞાન પ્રાપ્ત થવાને ગ્ય છે બને છે, તેને ઇદં પ્રથમતા નામના છ કર્યું છે. આ જીવ જાતિમાં જન્મેલા એક જ જન્મમાં મોક્ષને પામે છે. આ ઈદ પ્રથમતા જાતિની કક્ષા પૈકીના બીજા કેટલાક છે કે જેનો એક જન્મમાં નહિ પરંતુ દશ પંદર જન્મ પછી મેક્ષ થાય છે તેવાઓને ગુણપીવરી કહે છે. આ કલ્પમાં જમ્યા પછી સે જન્મે જેને મેક્ષ થાય તેવા પ્રકારના જન્મેલા જીવો સવા કહેવાય છે તથા આ કપમાં હજારો જન્મ દુઃખ ભોગવ્યા પછી જે છાનો મોક્ષ થાય છે તેને અધમસા કહે છે. જે જીવો આ અધમસરવાની કક્ષામાં આવેલા હોય પરંતુ અધ્યાત્મજ્ઞાનવિમુખતાને લીધે ઘણું જન્મ પછી પણ જ્યારે મેક્ષમાં સદેહવાળા હોય છે તેવા જીવો અત્યંત વાતામસી કહેવાય છે. આ રીતે જે ઓ પૂર્વ કપની વાસનાવશાત આ ક૯૫માં બીજી કોઈ પણ યોનિઓમાં નહિ જન્મતાં મનુષ્યનિમાં જ જન્મને પામે છે તેવાઓના સંબંધમાં કહ્યું. એક કલ્પમાં જ મેક્ષ થનારી છવજાતિના ભેદો પૂર્વકલ્પની વાસનાને અનુસરીને જે જીવે આ કપમાં પ્રથમ મનુષ્યતર નિમાં જન્મ્યા હોય પરંતુ બે ત્રણ જન્મ થયા પછી જ્યારે મનુષ્ય જન્મમાં આવે છે ત્યારે પણ તેઓ સ્વર્ગનરકાદિની પ્રાપ્તિ થાય તેવા કર્મો જ કર્યા કરે છે એટલે મેક્ષને માટે તેમને સંદેહ હોય છે, તેથી તેઓ હંમેશા સકામ કર્મોમાં જ રચ્યાપચ્યા રહે છે તેવા એટલે સકામ કર્મો કરનારા જીવોને રાજસી કહે છે. આ રાજસી જીવે રાજય ક વડે અત્યંત દુઃખ થઈ તે ઉપર જ્યારે સંપૂર્ણ રીતે વૈરાગ્ય ઉપજે છે ત્યારે આત્મજ્ઞાન તો થાય છે પરંતુ તેવા છે કદી જીવન્મુકત બની શક્તા નથી, પરંતુ વિદેહમુક્ત થાય છે એટલે તેઓ દેહ છોડ્યા પછી જ મુકિતને મેળવી શકે છે; તેવા જીવો મંદજ્ઞાનો કિંવા સમનસ્ક કોટીના હોવાથી રાજસસારિકી કહેવાય છે. એવા રાજસસાત્વિકી જીવો પછી જેઓની દેહ છોડ્યા પછી એકદમ મુકિત નહિ થતાં તેઓને મનુષ્યથી ઉચ્ચ કેટીના યક્ષ અને ગંધર્વાદિ યોનિઓમાં જન્મ મળે છે અને ત્યાં ક્રમે જ્ઞાનપ્રાપ્તિ થઈ તેઓ મોક્ષના અધિકારી બને છે, તેને ક્રમ મુકિતના માર્ગે જનારા છો રાજસરાજસી કહેવાય જસરાજસીને સેંકડો હજારો જન્મ રાજસ અને તામસ કર્મોનાં ફળ ભોગવવાં પડે છે તથા ત્યાર પછી જ તેઓને મોક્ષનો અધિકાર પ્રાપ્ત થાય છે, તેને રાજસતામસી કહે છે અને આ રાજસતામણી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy