SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] (છતાં અજ્ઞાની) જે અહી (દક્ષાદિમાં) નાનાત્વભાવ છે. [ ૭૬૭ તેથી તે પરમગતિને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ કે, કામ, ક્રોધ અને લોભ એ ત્રણ પુરુષને મોહમાં ફસાવી નિત્યપ્રતિ જન્મમરણરૂ૫ એવી ખપરંપરામાં જ ભટકાવ્યા કરે છે, તેવા આરી સંપત્તિવાળા અવિવેકીએ અધર્મનું આચરણ કરનારા કિંવા અશાસ્ત્રીય વર્તન કરનારા મૂઢ કહેવાય છે તથા જેઓ શ્રેય એટલે કલ્યાણકારી એવા આત્મધર્મમાં જ સ્થિત રહે છે તેવાઓ ધર્માચરણ કરવાવાળા વિવેકી તથા શાસ્ત્રમાર્ગે ચાલનારા કહેવાય છે. જેઓ આ રીતે કલ્યાણકારી એવા આત્મધર્મ એટલે હું દેહાદિક નહિ પરંતુ આત્મા ના દઢ નિશ્ચય વડે સતત અભ્યાસ કરે છે, તેવા દેવી સંપત્તિમાન પુરુ દુખપરંપરામાં નાખનાર અજ્ઞાનના દ્વાર સમાન આ ત્રણમાંથી વિમુક્ત એટલે તદ્દન છૂટીને પરમગતિને એટલે આત્મામાં એક થવા રૂપ ગતિને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ એ કે, હું આમા છે એવા પ્રકારે આત્મધર્મને જાણવું એ જ ખરો શાસ્ત્રવિહિત કર્મ કરનારે કહેવાય છે અને જે પોતાને આત્મરૂપે નડિ જાણતાં હું એટલે દેહ છું એવી રીતે જાણે છે તે શાસ્ત્રનિષિદ્ધ કર્મ કરનારે કહેવાય. ટૂંકમાં આમનિશ્ચયવાળો દૈવી સંપત્તિમાન હેઈ ધર્મમાર્ગનું આચરણ કરનાર છે તથા હું દેહ છું, તેવા નિશ્ચયવાળા આસુરી સંપત્તિવાળ ડાઈ અશાસ્ત્રીય આચરણ કરનારે છે એમ સમજવું. ઘઃ શાવિધિનુ ઘરે જાણતઃ | न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥२३॥ શાસ્ત્રવિધિને ત્યાગ કરનારા અધોગતિમાં પડે છે જે અવિવેકી શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને પોતાની ઇચ્છા પ્રમાણે જ સ્વછંદતાથી વર્તે છે તે કદી પણ સિદ્ધિને, સુખને કે ઉત્તમગતિને પણ પામતો નથી. તાત્પર્ય એ છે કે, જે અવિવેકી અને મૂઢ પુરુષ ગુરુપ્રતીતિ અને શામપ્રતાતિથી સિદ્ધ એવા આત્મરૂપને વિચાર નહિ કરતાં, સર્વ શાસ્ત્રના અંતિમ ધ્યેયરૂ૫ એવું જે આત્મશાચ તે વિધિનો પરિત્યાગ કરીને એટલે પ્રથમતઃ વિવેકયુક્ત વિચારવડે આ સર્વ આત્મરૂપ છે એવા દ નિશ્ચય વડે શરીર, વાણી અને મન વડે થતું તમામ કર્મ આત્મરૂપ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એ રીતે અંતઃકરણમાં જે જે સંકલ્પનું ઉત્થાન થાય તેને તુરતજ આત્મરૂપ બનાવી દઈ તેમાં એકરૂપ થતાં અભ્યાસ કરવારૂપ વિધિનો પરિત્યાગ કરીને અવિવેકીપણાથી પોતાના મનમાં જેમ આવે તેમ ઇચ્છાનસાર કાવે તેવી રીતે), સ્વછંદપણાથી વર્તે છે, તેને આ લોકમાં અને પરલોકમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ મળતી નથી, તે પછી અંતિમ એવી આત્માસિદ્ધિની વાત તો દૂર જ રહી. વળી તે આ લોકમાં કે પરલોકમાં કદી પણ સખને પામતો નથી, તેમજ તેને સર્વ કરતાં એક એવી પરમગતિની પ્રાપ્તિ પણ થતી નથી. અર્થાત શાસ્ત્રવિધિને છોડી મનમાં આવે તેમ ફાવે તેવું વર્તન કરનારાઓ અંતે અધોગતિમાં જ પડે છે. તેથી શાસ્ત્રવિધિને શ્રેષ્ઠ માનવી જોઈએ. તે સંબંધમાં વધુ સ્પષ્ટતાની જરૂર હોવાથી તેને વિચાર કરીશું. શાસ્ત્ર અને વિદ્યા એટલે શું? શાએ શબ્દની મૂળ ઉત્પત્તિ “રા' ધાતુ ઉપથી થયેલી છે. તેની વ્યુત્પત્તિ શિષ્યન્ત નેતિ શાસ્ત્ર' એટલે જેના વડે શાસન કરવામાં આવે છે, કરી શકાય છે ત્યા થઈ શકે છે તે શાસ્ત્ર; એ પ્રમાણેની છે. વ્યવહારમાં શાસ્ત્રના અનેક અર્થે રૂઢ છે તે પૈકી વિદ્યા પ્રાપ્ત કરી આપનારું તે જ ખરું શાસ્ત્ર છે, આ અર્થ પ્રધાન છે. પ્રસ્થાન એટલે ગમન કરવું, જે વિદ્યાના માર્ગે ગમન કરાવે છે તે પ્રસ્થાન કહેવાય છે. સાધન કિંવા માર્ગો એ અર્થે પણ તે વપરાય છે. ગતિની નિવૃત્તિ, સ્થિતિ કિવા સ્થિરતા થવી ઇત્યાદિ પ્રસ્થાનના અનેક અર્થે રૂઢ છે. તેનો ભાવાર્થ એવો છે કે, એક એવું પદ છે કે જ્યાં વાણુ, મન કે બુદ્ધિ વગેરે પ્રવેશી શક્તાં નથી. તેમની ગતિ જયાં સ્થિર થાય છે, એવા પરમપદની જે પ્રાપ્તિ કરાવી આપે તેનું નામ જ વિલા અને તે કરતાં વિપરીત એ બંધી અવિલા સમજવી. “ણા વિયા યા વિ ” તેનું નામ જ વિતા છે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy