SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] શાંતિ શાંતિ શાંતિ. [ ૪ ૬૩ પરમ પૂજ્ય મહર્ષિવર્યની આ મહાન ગ્રંથ તૈયાર કરવા પાછળની ધગશ, ઉત્સાહ, અવિરત મહેનત, ચિવટ અને અનિશ ચિતનના પરિણામે જ આજે સમાજને એક ઉત્તમ અલૌકિક ગ્રંથ પ્રાપ્ત થાય છે, આ માટે પરમ પૂજ્ય મહર્ષિવર્ય મહાત્માશ્રી કૃષ્ણાત્મજ મહારાજશ્રીને હું એટલે ઉપકાર માનું તેટલો ઓછો છે. | આ ગ્રંથનાં ઘરે સુધારવાનું કાર્ય અત્યંત કઠિન હતું, પરંતુ પૂજ્ય મહર્ષેિ મારી વિનંતિ સ્વીકારી છેલ્લા છેલ્લા બે માસ સુધી અમદાવાદમાં રહી એ જ કાર્ય પાછળ પિતાના ખૂબ જ કિમતી સમયનો ભાગ આપ્યો અને આ ગ્રંથ જેમ બને તેમ જદી પ્રકટ કરવાની મારી ઇચ્છાને સફળ કરી મને ખૂબ જ ગી કર્યો છે. આ મહાન ગ્રંથ “સંદેશ લિમિટેડને પ્રકટ કરવાને યશ મળે છે એ સંસ્થાનું પરમ સદ્દભાગ્ય માનું છું. મારે કહેવું જોઈએ કે, “ગીતાદેહન' એક અભૂતપૂર્વ ધાર્મિક ગ્રંથ બન્યો છે એટલું જ નહિ, પરંતુ આ મહાગ્રંથમાં શ્રીજીએ ગીતાની અપૂર્વ અને વિસ્તૃત ટીકા આપી ઉદાત્તાનુદાત્તાદિ સ્વરયુક્ત વૈદિ મંત્રપતિ સહિત આત્મોન્નતિ ઇરછનાર જિજ્ઞાસુઓને માટે આત્મસાક્ષાત્કારની ખાત્રી. વેદવેદાંગાદિ ચૌદ પ્રસ્થાને રાસ અને અતિ સૂક્ષમ રહસ્ય રસ્પષ્ટ રીતે સરળતાથી સમજાવ્યું છે. સાંખ, યોગ. કર્મ, ભક્તિ વગેરે સંશયોનું નિવારણ કરી સર્વ યોગોની એકવાકયતા આ અદિતિય ધર્મગ્રંથમાં દર્શાવવામાં આવી છે. આ ગીતાદેહનની અંદર ગીતાછતા કે વૈદિક મંત્રપદ્ધતિથી બોલી શકાય તેવી રીતે સ્વયુક્ત છાપવામાં આવ્યા છે. જે આજ સુધી છપાયેલી ગીતાઓમાં જોવામાં આવેલ નથી. એટલે શ્રી “ગીતાદેહિનાની એ એક ખાસ વિશિષ્ટતા લેખાશે. આ ગ્રંથ તૈયાર કરવામાં મહર્ષિવર્યના શિષ્યો અને પ્યારા ધણ નેહી શમેકે એ ખૂબ જ શ્રમ ઉઠાવ્યો છે અને એ માટે હું સર્વનો આભારી છું, અમદાવાદ ગાંશ્રમના સંચાલક શ્રીમનુવયજીએ આ પુસ્તક પ્રકટ કરવા પાછળ તેનાં થી માંડી છાપવાલાયક ન સુધીની જવાબદારી નિષ્કામભાવે ઉઠાવી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જે સેવા આપી છે તે માટે હું તેમનો આભારી છું. આ ગ્રંથનાં ઉત્તમ કક્ષાનાં ચિત્રો દોરી આપવા માટે ભગવતપ્રેમી ચિત્રકાર શ્રી કાન્તિલાલ સેની “કાન્તરને આભારી છું. તેમ જ શ્રોકણાત્મજ વાસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળા પ્રકાશન અને ' સલાહકાર સમિતિને પણ તેમના સહકાર માટે આભારી છું. હરિજન આશ્રમવાળા શ્રી પ્રતાપરાય ઉપાધ્યાય, તેમ જ પૂ. મહર્ષિવર્ય સાથે મારો પ્રથમ અંગત પરિચય કરાવી આપનાર ભાઈશ્રી રતિલાલ મનસુખરામ પટેલને ખાસ આભારી છું; તેમ જ જેમણે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સેવાભાવનાથી સહકાર આપ્યો છે એ સર્વ બંધુઓને અંતઃકરણથી આભાર માનું છું આ ગ્રંથને સમયસર પ્રકટ કરવા પાછળ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસના કામદાર ભાઈઓએ પણ પ્રેમ અને ઉત્સાહથી સમયની દરકાર કર્યા સિવાય કાર્ય કર્યું છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. “ ગીતાદોડન'નું કાર્ય કપરા યુદ્ધકાળના કટોકટીભર્યા સંજોગોમાં શરૂ કર્યું હતું અને તે પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી અને પરમ પૂજય મહર્વિવર્યાના આશીર્વાદથી સંપૂર્ણ થઈ શકર્યું છે. આ ગ્રંથમાં જે કંઈ ત્રુટીઓ રહી ગઈ હોય તે તરફ પૂ. મહવિર્ય અને વાચકમિત્રો ક્ષમ્ય દષ્ટિ એ જશે એવી હું આશા રાખું છું, આજના કપરા-કઠિન કલિ-કાળમાં આ પવિત્ર ગ્રંથ “ગીતાદહનનું પઠન ઘેર ઘેર વિસ્તરે અને તેનું ભાવપૂર્વક અધ્યયન થાય અને જનતા તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી ધન્ય બને એવી હું આશા રાખું છું. સમસ્ત જનસમાજના કયાણાર્થે પ્રગટ થતાં આ અમૂલ્ય ગ્રંથરત્નને ભાવિક જનતા સારા પ્રમાણમાં લાભ લેશે એવી આશા સહ પરમકૃપાળુ શ્રીકૃષ્ણ પરમાત્માના ચરણકમળમાં નમ્રભાવે શી ય ગુજારી અને વિરમું છું. ચૈત્ર વદ ૧૧ રવિવાર લી. દાસાનુદાસ નદલાલ ચુનીલાલ બેડીવાળા સંવત ૨૦૦૨ ના જયશ્રીકૃષ્ણ - તા. ૨૮ એપ્રીલ ૧૯૪૧. J. મેનેજિંગ ડિરેકટર, ધી સંદેશ લિમિટેડ.'
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy