SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ દ૨] છિ જાતિ: તિઃ તિઃ I a. [પ્રકારનું પ્રથમાવત્તિનું નિવેદન પ્રકાશકનું નિવેદન (પ્રથમવૃત્તિ) શ્રીમદભગવદગીતા એ આપણે પરમપવિત્ર અને વિશ્વવંદનીય ધાર્મિક ગ્રંથ છે. ગીતાનું તત્ત્વજ્ઞાન-અમર આદેશ જનતા સરળતાથી સમજી સાચા માર્ગે જઈ શકે એ હેતુથી જ પરમ પૂજ્ય મહર્ષિ મહાત્માશ્રી કૃષ્ણાત્મજ મહારાજશ્રીએ ખૂબ જ શ્રમ લઈ ગીતાદોહન વા તસ્વાર્થદીપિકા નામક આ પવિત્ર ગ્રંથ લખ્યો છે. આ બહર ધર્મગ્રંથ જનતા જનાર્દનના કરકમળમાં રજૂ કરતાં મને પરમ આનંદ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માએ બેધેલી ગીતાનું રેજ-બ-રોજ આપણા હિંદુ ઘરમાં પઠન-પાઠન થાય છે, પરંતુ માત્ર બ્લોકના વાચનથી જ આ ગહન ગ્રંથનું સાચું રહસ્ય સમજી શકાતું નથી. ગીતાનું જ્ઞાન સાદી અને સરળ હદયસ્પર્શી ભાષામાં આપવામાં આવે તો જનસમાજ તેના મૂળ રહસ્યને સરળતાથી સમજી શકે અને સ્વકલ્યાણ પણ સાધી શકે. આ દષ્ટિથી જ પૂ. મહર્ષિવર્ચે “ ગીતાદેહન'માં વિસ્તારપૂર્વક પિતાનોકિંમતી રત્નસમો જ્ઞાનભંડાર ખાલી કર્યો છે. આ ગ્રંથમાં પૂ. મહર્ષિવયે ગીતા ઉપરના તમામ મતમતાંતરો દૂર થાય એ રીતે પોતાની આણંદષ્ટ અને સ્વાનુભવબળથી ગીતાના મીમાંસા કરેલી છે અને સમાજને ઉપકૃત કર્યો છે. શ્રીમદ ભગવદ ગીતા ઉપર અત્યાર સુધીમાં જુદા જુદા મહાન ધર્માચાર્યોએ, પંડિતોએ ધણી ટીકાઓ તેમ જ ભાષ્યો લખેલાં છે. “સ્વરાજ એ હમારે જન્મસિદ્ધ હક છે” એ મહાન સત્રના જક વ. લોકમાન્ય બાળગંગાધર તિલકે ૫ણુ ગીતા ઉપર ખૂબ જ મનનીય ટીકા લખેલી છે પરંતુ શ્રીમદભગવદગીતા ઉપરની બધી ટીકાઓ, ટીપણે અને ભાગ્યો કરતાં પણ વિશેષ અભ્યસનીય દષ્ટિએ, આધુનિક સમયને અના૫ તેમ જ ના જુદા ધર્મોને સમન્વય કરીને ગીતામાંથી ૫ સ્વામીશ્રી કૃષ્ણાત્મજજીએ જેમ શ્રીભગવાને સમુદ્રમંથન કરી અમૃતદેહન કર્યું હતું તેવી જ રીતે બધાં શાસ્ત્રનું દહન કરી સમાજને ખૂબ જ * ઉપયોગી બધપ્રદ અને માર્ગદર્શક એવો આ “ ગીતાદહન ” ગ્રંથ અર્પણ કર્યો છે. પરમ પૂજ્ય મહર્ષિવર્ચે આ પુસ્તક તૈયાર કરવા પાછળ રાખેલી સતત કામની ચિવટ અત્યંત આદરણીય છે. આ પુસ્તક તૈયાર કરવાનું મેં માથે લીધા પછી પૂ. સ્વામીજીના અત્યંત નિકટના પરિચયમાં હું આવ્યો છું. મને શ્રીજીની પાસેથી વ્યાવહારિક બાબતમાં પણ એક વ્યાવહારિક ગૃહસ્થ કેવા કેવા ગુણે ને આદર્શનું પાલન કરવું જોઈએ એ વિશે પૂબ જ જાણવાનું મળ્યું છે. સંસારના દરેક કાર્યમાં પછી તે ધાર્મિક, સામાજિક કે રાજકીય ગમે તે ક્ષેત્ર હોય પણ તે દરેક ક્ષેત્રમાં એક નોકરથી માંડી એક મિલમાલિક પાસેથી નિયમિતતા, ચોકસાઈ, ચિવટ અને વચનપાલન માટે પૂજ્ય મહર્ષિવયં એકનિક માલૂમ પડ્યા છે. હું મારા વ્યવસાયી જીવન અગે શ્રીજીને પૂરપૂરો સંતોષ આપી શકો નહિ હેલું અને તે માટે મને કઈકવાર માઠે ઠપકે પણ મળેલ. મેં પૂજ્ય સ્વામીજીના એક મહાન ગુણનું નિરીક્ષણ કરેલું છે અને તે એ છે કે, તેઓ ખૂબ જ નિરyહી-નિરાળા અને સ્વતંત્ર વિચારના છે. તેમને અનુરાગ બધા પ્રત્યે સર છે. એક રાજવી.મિલમાલિક કે એક સાધારણ મધ્યમ વર્ગનો માણસ હોય અને એણે જે કર્તવ્ય કરવાનું હોય તે કર્તવ્યપાલનમાં જે શિથિલતા દાખવે કે પોતે આપેલા વચનમાં નિષ્ફળ જતો હોય તો તેઓ તેની કડક ભાષામાં ખબર લેવાનું ચૂકે તેમ નથી. ગીતાદેહન'નું કાર્ય ખૂબ જ વિકટ હતું. આજના અત્યંત કઠિન સમયમાં જ્યાં એક એક વસ્તુ, છાપવાના એક એક સાધનો માટે વખતો વખત ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે, જ્યાં કાગળ કવોટા માટે અનેક જાતના કષ્ટ સહન કરવાનાં હોય તેવા સમયમાં પણ આજે “ગીતદેહન’ પુસ્તક તૈયાર થાય છે એ પરમકૃપાળુ પરમાત્માની કૃપાનું જ દળ છે એમ હું માનું છું.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy