SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] શયન વા ઇદ્રિના ઉપરામ પછી પણ સંસાર કરી શકે છે. [ ૫૭૩ પરમાત્માના પર સ્વરૂપની સ્તુતિ અજુન બેઃ હે હલીકેશ! આપની અત્યંત કીર્તિ વડે એટલે આપના કીર્તિના ગુણાનુવાદ વડે જગત અતિ હર્ષ વા આનંદને પામે છે તેમ જ આપનામાં પ્રીતિને અર્થાત આપમાં જ અનુરક્ત થઈ રહે છે. તથા આપનું સ્મરણ નહિ કરનારા રાક્ષસ, અસુરો તો ભય પામીને દશે દિશાઓમાં નાસી જાય છે તથા સર્વ સિદ્ધોના સમૂહે આપને નમસ્કાર (પ્રણામ)કરે છે તે ખરેખર યોગ્ય જ છે. कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकरें । अनन्त देवेश जगनिवास રામસર સત્તા પર ૭ . આપ જ અક્ષર પુરુષ છો હે મહાત્મન ! આ સિદ્ધાદિક આપને નમસ્કાર શા માટે નહિ કરે? કિંતુ તેઓને નમસ્કારને માટે આપના સિવાય બીજો કોઈ છે જ નહિ. કેમકે હે અનંત ! હે જગન્નિવાસ ! આપ બ્રહ્માના પણ આદિ ગુરુરૂપ છે, તેમ જ હે દેવેશ ! આપ સત્ એટલે આત્મા(વૃક્ષાંક ૧)તથા અસત્ રૂ૫ માયા (વૃક્ષાંક ૩ થી ૧૫ઇ)ના ઉત્પત્તિકાર ઈશ્વરના પણ ઈશ્વર અર્થાત કાળના પણ નિર્માતા(વક્ષાંક ૨) તથા સત અસત્ બંનેથી પણ પર એવા તત કિંવા અક્ષર પુરુષ વા ઉત્તમ પુરુષ(વૃક્ષાંક ®)રૂપ છે. રામાવિ દુર કુરાનस्त्वमस्य विश्वस्य पर निधानम् । वेत्तासि वेद्यं च परं च धाम त्वया तत विश्वमनन्तरूप ॥ ३८ ॥ તમામ જગત તમારું રૂ૫ છે હે અનંતરૂપ ! આદિદેવ પણ આપ જ છે. પુરાણુ પુરુ પણ આપ જ છે. વિશ્વના પરંનિધાન અર્થાત તમામ વિશ્વનો વિલય થયા પછી તેનું જે આશ્રય સ્થાનક તે પણ આપ જ છે. આપ જ સર્વના ના જાણનારા) છે તેમ વેધ એટલે જાણુવા ગ્ય એવા પણ આપ જ છો તથા તે સર્વાથી પરમધામ એટલે શ્રેb૮ રસ્થાનવાળા પશુ આપ જ છે, એવા આપે પિતા વડે જ આ ચરાચર વિશ્વ વ્યાપ્ત કર્યું છે. આપનાથી કંઈ પણ વસ્તુ ભિન્ન નથી પરંતુ સર્વ આપરૂપ જ છે. આ પ્રમાણે અર્જુને અત્યાર સુધી ભગવાનના પરમરૂપની અર્થાત આત્મસ્વરૂપની સ્તુતિ કરેલી છે. જુથોડrmળઃ શરા प्रजापतिस्त्वं प्रपितामहन्छ । नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥ ३९ ॥
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy