SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ પડર] शयानो याति सवतः । [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૧/૩૬ પર સ્વરૂપને સાક્ષાત્કાર જે ભક્તને આ પ્રમાણે સગુણ સાક્ષાત્કાર થયો એટલે તેને ભગવાનના પરરવરૂપના સાક્ષાત્કારને માટે ભગવાનની સાથે એકરસ થવા રૂ૫ ભક્તિ એટલે અભ્યાસહારા તદ્રતા પ્રાપ્ત કરવી પડે છે. આ રીતે જ્યારે તે પૂર્ણ તક થઈ જાય છે ત્યારે જ તે ભગવાનના પરમધામને પહોંચે છે. તે વાત અર્જુનને થયેલા આ અપર સ્વરૂપના સાક્ષાત્કાર ઉપરથી સિદ્ધ થાય છે. કેમ કે વિરાટ સ્વરૂપનું દર્શન થવા છતાં પણ અર્જુનને શાંતિ થઈ ન હતી; તેથી ત્યાર પછી પણ જ્ઞાનસ્વરૂપ એવા તે ભગવાને તેને પોતાના પર સ્વરૂપને ઉપદેશ કર્યો છે, તથા તેમાં સ્થિરતા થવાને માટે આગળ (અધ્યાય ૧૨માં અભ્યાસક્રમ પણું બતાવવામાં આવેલો છે. તે અભ્યાસની પૂર્ણતા થઈ ત્યારે જ તેને પર સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હતો. આમ ભગવાન સાથે એકરૂપ બની પછી પ્રતિબિંબ કિવા છાયા પ્રમાણે યુદ્ધાદિ તમામ કાર્યો તેણે કેવળ નિમિત્તરૂપે કર્યા હતાં એટલે કે તે અહંકાર રહિત એવો નિષ્કામ બની ગયા હતા. આ મુજબને આત્મસાક્ષાત્કારી જ નિષ્કામ કર્મયોગી થઈ શકે છે. આવી અદ્વૈતભાવના થાય ત્યારે જ ભક્તિમાર્ગની પૂર્ણતા થઈ શકે છે. એવો ભક્ત જ સાચો ભક્ત છે એમ સમજવું. હવે અર્જુનને વિરાટ સ્વરૂપ ભગવાને પોતે કોણ છે તે કહ્યું તથા સર્વને મેં પ્રથમથી જ હણી રાખેલા છે એટલે દુષ્ટ મનુષ્ય પોતાના કર્મ વડે જ મરે છે, તેનો છે તે ફકત નિમિત્તરૂપ જ છે. એમ કહી નિયતિ કિવા પ્રારબ્ધવાદની નિશ્ચિતતા બતાવી તું તો કેવળ નિમિત્તરૂપ જ થા, એમ ઉપર કહ્યું છે, ત્યાર પછી આગળ શું બન્યું છે તે જોઈશું. सञ्जय उवाचएतच्छ्रुत्वा वचनं केशवस्य grapeāમાનઃ બ્રિટી 1 नास्त्वा भूय एवाह कृष्णं सगद्दं भीतभीतः प्रणम्य ॥३५॥ ગદ્દગદ્દ કે અર્જુન પુન: બે સંજય કહે છે: હે રાજા ધૃતરાષ્ટ્ર ! કેશવના આ વચન સાંભળીને કાંપતે સ્વર, બીતાં બીતાં બે હાથ જોડીને અર્જુન શ્રીકૃષ્ણને નમસ્કાર કરીને અતિ નમ્ર થઈ ગભરાટ સહિત ગદગદ કંઠે ફરીથી ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે अर्जुन उवाचस्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च । रक्षा ५सि भीतानि दिशो द्रवम्ति सर्वे नमस्यन्ति च सिद्धसलाः ॥ ३६ ॥
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy