SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ૪] स्वति न इन्द्रो वृद्धश्रवा : [મહર્ષિર્થનું આદર્શવત્ત મહર્ષિની ત્યાગની આ વાત સાંભળતાં જ મે આવાત છે. પણ મહાભાર્થીના દઢ નિશ્ચય આગળ કોઈ કાંઈ બોલી શકયા નહિ આ વાત બધે ગામમાં પ્રસરી. મહામાશ્રીના હાથ નીચેના નાક તેમ જ ઉપર તરીકે ગણાતા અમલદારોને તેની જાણ થઈ. તેઓ બધા પણ તકાળ ત્યાં આવી પહોંચ્યા અને શ્રીજીને અનેક રીતે સમજાવવા લાગ્યા. પણ મહાભાથીની એ ભીષ્મપ્રતિજ્ઞા કોણ છોડાવી શકે? બધાને જ્યારે નાઈલાજ થયો ત્યારે બિચારા એક અમલદારે કહ્યું કે, “ તમારું રાજીનામું મંજુર કરવાનું તો અમારા હાથમાં છે ને ” શ્રીજીએ કહ્યું કે, “ રાજીનામું રજા, ગેરહાજરી કે ગમે તે ગ; રાજીનામું મંજૂર કરવું કે રજા આપણી યા નહિ તે તમારે જોવાનું છે. મારે તો જવાનું છે; એટલે એક જ નિશ્ચય અને તેમાં મને ચલોકમાં કઈ પણ રેકી શકે તેમ નથી." આ રીતે સને તિલાંજલિ આપી આ અવધૂત યોગી પુનઃ એક તિ, એક પહેરણ, એક એાઢવાનું ઉપરણું બસ એટલી વસ્તુઓ લઈ સર્વેને યોગ્ય આશ્વાસન આપી આનંદથી હસતાં હસતા ઘરની બહાર નીકળી પડ્યાં. નાનીને ત્યાગ અને મણ એ બંને સરખું જ છે. આ મોન્નતિ થયેલાઓને માટે આ બેમાં શું ભેદ છે એમાં મોં વડે બહાર બધા બ્રહ્મજ્ઞાની ની પેઠ બેલે છે ખરા, પરંતુ ભેગોગે ઘરનો મોહ છોડવાને પ્રસંગ આવે તો અંદરથી આકુળવ્યાકુળ બની જાય છે, એટલે ઘરનો મોહ નહિ છોડી શકતા હોવા છતાં બહાર મને ઘરનો મેહ બિલકુલ નથી, હું જીવન્મત છું, અનાસક્ત છું એવું કહી પિતાની જાતને અને લોકોને છેતરે છે. ૫. તેઓને મફવિર્યાની ભાષામાં એમ પૂછી શકાશે કે તમને ઘરને મોહ નથી એ જે ખરેખર સાચું જ હો તે તમોએ આજ સુધી ઘરમાં મોડરહિત નિવાસ કર્યો એમ સમજે અને હવે તેની બીજી બાજુ પણ જગતને પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવે કે અમે આ બધું છોડીને જંગલમાં પણ વગર સ કેચે જઈ શકીએ છીએ. અને આમ થતાં જ જગતને ખાતરી થશે કે તમારું કથન કેવળ વાણીમાં નહિ પરંતુ વતનમાં છે. પણ જ્ઞાનીઓ અમોને મેહ નથી, અમો છવભૂત છીએ એમ ખાલી મોં વડે બોલીને જગતને છેતરે છે. ભૂલથી પોતાના એકના એક છોકરાને પણ ઘરની ચાવી સુપ્રત કરવાને તૈયાર હેતા નથી. એટલું જ નહિ પરંતુ થોડી પણ અગવડ સહી શકતા નથી. આ રીતે અંદરખાને અત્યંત આસક્ત અને વિષયે મનસ્વી પણે પિતાને મય રહિત હોવાનું માની લઈ પોતાની જાતને છેતરે છે અને જગતને પણ મૂર્ખ બનાવે છે. વરણ પછી મહર્ષેિ દેશભરમાં બંધે પગે પર્યટન કર્યું. આ મુજબ ગુપ્તસંચાર કરનારા આ અવધુત મહાયોગીને કેટલાક પ્રસંગે જે મળી આવે છે તે ઉપરથી તેમનું અથથી ઇતિ સુધીનું અદભુત જીવનવૃતાંત તો તેઓ પોતે જ પ્રકટ કરી શકે અને એની આપણે વિનંતિ કરી શકીએ. બાકી અમો તે અત્રે આ બે ત્રણ પ્રસંગે આપી સમાજને ફક્ત એટલું જણાવવાની રજા લઈશું કે ખરેખર આ મહાન વ્યક્તિનું જીવનચરિત્ર અતિ અદ્દભુત છે અને તેની ઝાંખી ગીતાદેહનત અધ્યાય ૧૮ ના છેલ્લા ઉપસંહાર માણમાં સાક્ષાત ભગવાન અને માર્યો તેમ જ ગણેશાદિ દેવતાઓનાં વચન ઉપરથી થઈ શકે તેમ છે ( આ પ્રસંગમાં ગામનું નામ અને કુટુંબનું ઠામ ધશે પ્રયત્ન કરવા છતાં હજી મળી શકવું નથી. બે ત્રણ સ્થળે મહામાત્રીએ આ મારાં માતાનુબ છે એ છે ઉલેખ કર્યો હશે. પણ એ માનેલા છે કે જનક છે તે સમજી શકાતું નથી). ગિરનારનું ગિરિગ મણિવર્યાના જીવનના કેટલાક પ્રસંગે પ્રસંગવશાત ગૌ દોહન અને દત્ત પરશરામમાં પણ આવેલા છે. અત્રે એક વધુ પ્રસંગ કે જેને લીધે દત પરશુરામ જે પુસ્તકની ઉપસ્થિતિ થઈ તે અતિશય મહત્ત્વના હોવાથી સંક્ષેપમાં આપવામાં આવે છે. આ પ્રસંગ દર પરશુરામનો પ્રથમ આવૃત્તિમાં અમુક અંરો આપતાની ઈચ્છા હતી, પરંતુ વિસ્તારભવે તે ભાગ પાછળથી કાઢી નાંખવામાં આવ્યા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy