SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૮] ' તારૂતિ નિ ચન્તિા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીત અહ ૧૦/૧૧ પ્રીતિપૂર્વક ભજનારાઓ અને મને જ પામે છે આ બુદ્ધિગને આશ્રય કરનારને માટે કર્મને આરંભ, સ્થિતિ ક્વિા અંત ઇત્યાદિ કાંઈ પણ છે જ નહિ વળી તેને કર્મ કરવાથી કાંઈ લાભ નથી અને નહિ કરવાથી કાંઈ હાનિ પણ નથી તેમ જ તેમાં કાઈ પણ પ્રકારનો દોષ કિવા ભય પણું હેત નથી. આ રીતના બુદ્ધિયોગરૂપ કર્મ વડે પરમશ્રેય પ્રાપ્ત થઈ શકે એવા શ્રેય૩૫ ધર્મનું (બુદ્ધિયોગનું) કિંચિત્માત્ર પણ જે અવલોકન થાય તે તે વડે મહાન ભય થકી પણ રક્ષણ થાય છે. જેઓ નિરંતર મારામાં જ જોડાયેલા અને પ્રીતિપૂર્વક મને જ ભજનારા છે, તેઓને આ મુજબનો બુદ્ધિયોગ પણ હું જ આપું છું કે જે વડે તેઓ મને જ પામે, એટલે કે મારાથી સહેજ પણ જુદા નહિ રહેતાં મારા આત્મસ્વરૂપમાં એય થવારૂપ અવિનાશી ભાવને પ્રાપ્ત થાય. આ વિવેચનની પુષ્ટિ અર્થે શાસ્ત્રમાં આવેલું વર્ણન નીચે પ્રમાણેનું છે. ઇકિયેનું ઈ ધરાર્પણ કેવી રીતે કરવું જેમ હાથમાં દી હેવા છતાં જેમની નજર બગડેલી હોય છે તેમને પાસે પડેલી વસ્તુ જોવામાં પણ તે ઉપયોગી થઈ શકતો નથી, તેમ અનેક વિષયભોગો વડે જ પિતાને ઉત્કર્ષ થશે એમ માની તેનું જ પ્રતિપાદન કરનારા અને જીવનના ઉપાય૨૫ ધન આદિ મેળવવામાં જ આસકત રહેનારા પુરુષને બ્રહ્મજ્ઞાન થવામાં શાસ્ત્ર આદિ સાધનો ઉપયોગી થતાં નથી. વળી એ થકી ઇંદ્રિો ઉપર પણ જય મેળવી શકાતે નથી, માટે ઇદ્ધિ જીતવાની એક નિબંધ યુક્તિ કહું છું, તે સાંભળ. આ યુતિ વડે થોડી પણ સાધનસંપત્તિ પિતાના પુરુષાર્થના બળ વડે સુખથી મેક્ષ૫ સિદ્ધિને સાધી આપે છે. વાસ્તવિક રીતે તે પુરુષ પોતે જ ચિત્માત્ર છે એમ તમો નિશ્ચયાત્મક સમજે. તે જ્યારે ચિત્તને આધિન થઈ નય છે ત્યારે “છ” નામને ધારણ કરે છે. આ જીવ ચિત્તવૃત્તિઓ દ્વારા જે જે તરફ ખેંચાય છે તે રૂપે તકાળ થઈ જાય છે (વૃત્તિવાહગિતરત્ર પાડ યોર સ૦ સૂત્ર ૪). આ રીતે અસક્ત થયેલા જીવને ચિત્તના પાશમાં સપડાઈને બહિર્મુખ થવા નહિ દેતાં અંતર્મુખ રાખવા માટે પ્રત્યાહાર કરવાની જરૂર છે. આ ત્યાહાર વિષયાસ છોને વિત્તર પીનાર રૂરિયાળ શાકુબ પાત્ર છે. સાવ સહ ૫૪) એટલે ચિત્ત જે જે વિષયમાં જાય છે તે વિષય આત્મસ્વરૂ૫ છે, એવા પ્રકારે નિશ્ચય કરી તેને બાહ્ય વિષયોમાંથી પવૃત્ત કરી અંતર્મુખ કરતા રહેવું એટલે આત્મસ્વરૂપમાં જ ખેંચી લેવું. આ રીતે પ્રત્યાહાર કરવો એ જ પુરુષાર્થ કહેવાય. આ પ્રકારના પુરુષાર્થરૂપ તીક્ષ્ણ અંકુશના પ્રહાર વડે જ મદોન્મત એવા ચિત્તરૂપે હાથીને જીતી શકાય છે, છતર કઈ પણ પ્રકારે તેને જ થઈ શકતા નથી. આમ છવ ચૈતન્યને પુરુષાર્થ વડે ગદ્વારા બ્રહા(આત્મા)માં રોકી રાખવાથી ચિત્ત જેવું શાંતિને પ્રાપ્ત થાય છે તેવું તપ, તીર્થ, વિદ્યા અને યજ્ઞ અદિ ક્રિયાઓના સમૂહ વડે તે શાંતિને પ્રાપ્ત થતું નથી. જે જે કાંઈ વિષય મરણપથમાં આવે એટલે કે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થાય કે તુરત જ તે ચૈતન્ય, આત્મા કિંવા બ્રહ્મ છે એવા પ્રકારે તેનો અધિષ્ઠાને ચેતન્યમાં જ લય કરી દે. પિતાના આવા આત્મનિશ્ચય વડે તેનું વિસ્મરણ કરી દેવું તથા જડમૂળથી તેના સંસ્કારને ઉખેડી નાખવા; એકલા આ ઉપાય વડે જ ભેગના હેતુરૂપ એવા વિષયોનો જય કરી શકાય છે. પિતાના પુરુષપ્રયત્ન વડે જ જે ચિત્તને વિષયરૂપ આમિષલાલચ)માંથી નિરંતર આત્મામાં જ રોકી રાખવામાં આવે તો તત્વવેત્તાઓના અનુભવથી સિદ્ધ એવું સ્વારાજ્યપદ એટલે પરમપદ મળે છે. માટે આવા સ્વધર્મરૂ૫ નિશ્ચયમાં તમે વજના જેવા દઢ થઈને રહે. આ મુજબ નિષિદ્ધ પદાર્થોની ઈચ્છાને ત્યજીને જે પુરુષ શમ એટલે મનને આત્મામાં જોડવું તથા સંતેષ એટલે આત્મા સિવાય બીજું કાંઈ સંપાદન કરવા લાયક છે જ નહિ એમ જાણી તેમાં જ સંતુષ્ટ રહેવું. તેનું સંપાદન કરી રહ્યો છેતે તેંદ્રિવ કહેવાય છે. ચિતને બહિર્મુખ થવાને જે સ્વભાવ છે તેને રિકી રાખવાથી મન વિષય તરફ દવારૂપ પિતાના દુર્વ્યસનને છોડી દે છે. આ પ્રમાણે જયારે ચિત્ત ચપળતાથી રહિત થઈ જાય છે ત્યારે તે વિવેક તરહ વળે છે. વિવેકી અને ઉદાર ચિત્તવાળો પુરુ જિતેંદ્રિય
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy