SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ ] [ સિદ્ધાન્તકાર ભ૦ ગી. અવે લેર અનાયાજે તિર નાસ્તિ– અધ્યાય ૯ માં श्रीभगवानुवाच । एवं तु ते गुहातमं प्रवक्ष्याम्यनस्यवे । ज्ञान विज्ञानसहित य॒ज्ज्ञात्वा मोत्यसेऽशुभात ॥१॥ અશુભથી મુક્ત થઈશ ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અસૂયા એટલે ગુણમાં દોષદષ્ટિ કરવારૂપ દોષથી રહિત અર્થાત નિર્મળ અને શ્રદ્ધાયુક્ત અંત:કરણવાળા અન! હજી પણ સાંભળ. અત્યંત ગદ્યમાં ગદ્ય એવું આ એટલે સાક્ષાત્કાર કિવા અપરોક્ષ અનુભવ સહિતનું જ્ઞાન, હવે હું તને કહું છું, તે સાંભળવાથી તું આ સર્વ અશુભમાંથી મુક્ત થઈશક્ર અને શુભ એવા મોક્ષપદને પ્રાપ્ત કરીશ. આ જ્ઞાન અત્યંત ગોય છે; એમ કહેવાનું કારણ એ છે કે, વેદાદિ તમામ શાસ્ત્રોએ તે કહેવાનો ઉપક્રમ આરંભ્યો પરંતુ તેઓએ તો ફક્ત પરોક્ષ જ્ઞાન બતાવી અંતે નેતિ નેતિ એટલે ઈતિ થઈ નથી, પૂર્ણતા થઈ નથી એમ કહીને મૌન ધારણ કર્યું છે. તેનો ઉદેશ એટલો જ છે કે, તે પદ તે પ્રત્યક્ષ અનુભવગમ્ય હોવાથી મન, વાણી બુદ્ધિ ઇત્યાદિ તમામને ત્યાં વિલય થઈ જાય છે. એટલા માટે તમને તેનો પ્રત્યક્ષ અનુભવ કરો. આ મુજબ જ્યાં સુધી અપરોક્ષ અનભવ એટલે આત્મસાક્ષાત્કાર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે પદની પ્રાપ્તિ કદી પણ થશે નહિ. એમ કહી તમામ શાસ્ત્રકારો મૌન બની ગયા છે. તેવું આ વિજ્ઞાન અવર્ણનીય હોવાથી જે અત્યંત ગુહ્ય (ગેય) છે, તેવું મેં પ્રત્યક્ષ અનુભવેલું આ વિજ્ઞાનયુક્ત જ્ઞાન હું તને કહું છું. વળી આ વિજ્ઞાન જેઓ ગુણને દેષરૂપે જોનારા એટલે સત્યને અસત્ય માનનારા તથા અસત્યને માટે સત્યને નિશ્ચય કરનારા અર્થાત અસતમાં જ સત હોવાને દુરાગ્રહ રાખનારા મૂઢને કદી પણ કહેવા યોગ્ય નથી. કારણ કે તેઓ અસતના આગ્રહી હોવાથી તમને આ વિજ્ઞાન કહેવું એ તો પથ્થરને પાણી વડે ભીંજવવા સમાન છે. હે અર્જુન ! તું તો તને આગ્રહી છે માટે મેં પ્રત્યક્ષ અનુભવેલું એવું આ વિજ્ઞાન હું તને હવે સ્પષ્ટ કરીને કહું છું તે તું સાંભળ. જે જાણવાથી તું મેક્ષરૂપ શ્રેષ્ઠ ફળને પ્રાપ્ત થઈશ. राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् । प्रत्यक्षावगमं धर्म्य सुसुखं कर्तुमव्ययम् ॥२॥ રાજવિદ્યા રાજગુહા શ્રીભગવાન આગળ કહે છે: આને રાજવિદ્યા એટલે સર્વ વિદ્યાઓનો રાજા અને રાજગુહ્ય એટલે વ્યવહારમાં જે જે વસ્તુ અતિ ગોપ્ય છે તે સર્વ ગોમાં પણ અત્યંત ગેય અર્થાત સર્વ ગુથોનો રાજા અને કહે છે. અતિ ઉત્તમ અને પવિત્ર એવા વેદ, યજ્ઞ, તપ, દાન ઇત્યાદિ શાસ્ત્રમાં બતાવેલા ધર્મો આત્મસ્વરૂ૫ભૂત અંતિમ ધ્યેયની પ્રાપ્તિ કરવાને માટે પોકાર કરી કરીને કહી રહ્યા છે તે સુખપૂર્વક અને સારી રીતે પ્રાપ્ત થઈ શકે એવું ધર્મના ફળરૂપ એ આત્મસ્વરૂપ અવ્યય એટલે નાશ રહિત છે, જે અવગમ અર્થાત પ્રત્યક્ષ અનુ.વ વડે જ જાણી શકાય તેવું હોવાથી તેને રાજવિદ્યા રાજગુહ્ય કહેલું છે. પરંતુ આ તે રાજવિદ્યા અને રાજગુહ્યનો સામાન્ય અર્થ થયો; તેને રાજવિદ્યા અને રાજગુહ્ય કહેવાનું બીજું પણું કારણ છે. સામાન્યતઃ વ્યવહારમાં અજ્ઞાની લોકો જેઓને શ્રેષ્ઠ માનતા હોય તેમના માર્ગનું જ અનુકરણ તેઓ કરે છે. - જન્મમરણાદિ ચક્કરમાં ફસાવું તેને અશુભ તથા મેક્ષની પ્રાપ્તિને શુભ એવી સંજ્ઞાઓથી શાસ્ત્રોમાં સંબેધાયેલું છે. " જે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy