SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ ] सुविज्ञेयो बहुधा चिन्त्यमानः । [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૮)૨૮ કલ્પ(દિવસ)ના આરંભને ૧,૯૭,૨૯,૪૮,૦૪૪ સૌર વર્ષો થયાં છે, તથા સાંપ્રત પૃથ્વીનો આરંભ થયાને આ સત્તાવીશના મહાયુગ પૈકી ૪, ૩૧, ૧૮૩ સૌર વર્ષો વિતેલાં છે, એ વાત ગણિતથી સિદ્ધ છે (વધુ માટે પ્રકાશન ૪ મહાકાળ પુરુષ વન જુઓ). આ કાળ બતાવવાનું પ્રયોજન એ છે કે, જગતમાં ચાલુ જે જે ધર્મોનું અસ્તિત્વ જણાય છે તે પૈકી કઈ પાંચશો, તો કોઈ હજાર, કઈ બે કિવા અઢી હજાર વધુમાં વધુ અઢીથી ત્રણ હજાર વર્ષોનું છે. તે પહેલાંનું અસ્તિત્વ હોવાનું તે કોઈ પણ બતાવી શકતા નથી, જ્યારે જગત તે લાંબા સમયથી અસ્તિત્વ ધરાવે છે. તે પહેલાંના જગતમાં આ બધા છો કઈને કઈરૂપે હતા જ અને તે વખતે તે તે ધર્મનું પાલન પણ કરતા જ હતા. તે આવ ધર્મ એ જ વેદધર્મ છે. તેને અપૌરુષેય કહેવામાં આવે છે. આ જગતને તમામ વ્યવડાર આરંભથી વેદધર્મ વડે જ શરૂ થયો છે. તે પિકી આ જંબુદ્વીપ મધ્યે આવેલા ભરતખંડમાં આરંભથી અંત થતાં સુધી તે ધર્મનું અસ્તિત્વ રહે છે. વેદ એ જ ધર્મનું સૌથી અગ્રેસર અથવા આદિરથાન છે. આ વેદધર્મ વડે જ ચરાચરનો વ્યવહાર અનંત કાળ થયા ચાલતો આવેલે હેવાથી તે છો જ્યારે મરણને પામે છે; ત્યારે તેઓ આ જંબુદ્વીપમાંના તે શું પણ સખી પૃથ્વીના ગમે તે ભાગમાં છે તે જીવ ઝાડ, પથર જેવા જડ અથવા પશુ, પક્ષી, કિવા મનુષ્યાદિ ચેતનયોનિરૂપે હોય! છતાં પૂર્વે લાંબા કાળ પર્યત આ પિડાદ ક્રિયાઓનો તેઓને અનાદિકાળથી દઢ અનુભવ થયેલ હોવાથી મરણ પછી તે પોતાને પિડ મળ્યાં છે એમ મા ી લે છે અને ભાવના તથા વાસનાવશાત ઉપર બતાવેલા છ પ્રકારો પકી ગમે તેનો અનુભવ લે છે. કેમ કે જીવ પોતાની વાસના તથા સંક૯૫ પ્રમાણે જ જગતમાં ફળને પામે છે. આમ થવાનું કારણ એ કે, કોઈ પણ ભાવના દેશ, કાળ ક્રિયા, દ્રવ્ય અને સંપત્તિ એ પાંચ વડે જ ઉત્પન્ન થાય છે. તેમાં જે જીવની જેવી પ્રબળ ભાવના હોય છે તેવા પ્રકારે તે સ્થૂલ અનુભવ લે છે. આથી પિંડાદિક ક્રિયાઓની આવશ્યકતા વ્યવહારમાં કેટલી હોય છે, તે સમજાશે, એટલું જ નહિ પરંતુ તેવી ક્રિયાઓ આજકાલ લુપ્ત થયેલી હોવા છતાં તે પૂર્વ સંરકારવશાત પૃથ્વી ઉપર મરનાર ગમે તે જીવાત્માને શરીર ધારણ કરીને સુખદુઃખદરૂપે કેવી રીતે અનુભવમાં આવે છે તે સંબંધમાં લોકોને સરળતાથી સમજી શકાય એટલા માટે આ વિવેચન કરવામાં આવ્યું છે, તે ઉપરથી બુદ્ધિમાન સત્ય પરિસ્થિતિ જાણી શકશે. આ મિથ્યા ભ્રમ વડે ભાસનારા જગતમાં ત્યાં સુધી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધીને માટે કેવા મિથ્યા ચમત્કાર પ્રત્યક્ષરૂપે થતા હોય તથા અનુભવવામાં આવતા હોય અને તે તદ્દન સત્ય છે એવા સ્વરૂપે થતા હોવાનું પ્રત્યક્ષ જોવામાં આવે છે. ચિત ચમત્કાર | આ જ. આમ મરણ પછી જીવની ગતિ કેવી થાય છે તે સંબંધમાં બુદ્ધિમાનને અત્યાર સુધીના વિવેચન ઉપરથી કાંઈક અંશે કલ્પના આવી શકશે. શ્રુતિમાં કહેવાયેલા દેવ પિતૃયાણ માર્ગો અચિરાદિ તથા ધૂમાદિ માર્ગ સંબંધે ઉપનિષદાદિ શ્રતિ શાસ્ત્રમાં પણ ઘણે ઠેકાણે વિવેચને આવેલાં છે. તે વર્ણન આ પ્રમાણેનું છે. (છાંદોગ્ય પ્રપાઠક ૪ ખંડ ૧૫ મંત્ર ૧-૫ અને પ્રપાઠક ૫ ખંડ ૧૦ મંત્ર ) ૩૪ અચિરાદિ માર્ગ: (૧) અચિરાદિ લેક, ત્યાંથી (૨) અહર-દિવસ લોક, ત્યાંથી (૩) પિતલક શુક્લપક્ષ, ત્યાંથી (૪) વણમાસનો (ઉત્તરાયણ) લેક, ત્યાંથી (૫) વર્ષલોક, ત્યાંથી (૬) આદિત્ય લેક ત્યાંથી (૭) ચંદ્રક, ત્યાંથી (૯) વિદ્યુત લેક, ત્યાંથી તેને (૯) અમાનવ પુષબ્રહ્મલેકને વિષે લઈ જાય છે. આ માર્ગ દેવાયન કહેવાય છે. આ ધૂમાદિ માર્ગ: (૧) ધૂમલેક, (૨) રાત્રિલેક, (૩) કૃષ્ણ પક્ષ લેક, (૪) માસિક દક્ષિણાયન કિવા સૂર્યલકને (પાછલે માર્ગ), ત્યાંથી (૫) અંતરિક્ષ લેક, (૬) અંકલેક, આ ચંદ્રને રાજા સોમ છે. ત્યાં અન્તરૂપે બની પ્રથમ તે દેવોનું ભક્ષ્ય બને છે. બાદ યથા સમયે પ્રારબ્ધકર્મ વડે ત્યાં ચંદ્રલોકમાં ૧ વેદ પ્રાચીન કેમ ? તે અપૌરુષેય કેમ કહેવાય ? તે સંબંધે વર્ણન શાસ્ત્રોમાં આવે છે. છતાં વધુ જાણવાની ઈચ્છા હોય તો શ્રીકૃષ્ણાત્મક વાકસુધા પ્રકાશન ૪ મહાકાળપુરુષવર્ણન ભાગ ૧ આમુખ તથા કિરણાંશ ૧૧-૩૪ અધ્યાય ૨, વગેરે જુએ. ૨ દાન કિવા દ્રવ્ય એટલે જેમાં જગતના ઉપાદાન કારણે એવા પંચમહાભ, કર્મ કાળ વગેરેનો સમાવેશ થાય છે તે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy