SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મ પરમામિ ગત્રાઃ | [ મહર્ષિવર્યનું આદર્શવૃત્ત જે શી રીતે બને? સમાધિમાંથી ઊઠયા પછી તેમણે બધાને સાંત્વન આપ્યું અને કહ્યું કે તમારે મારે વ્યાવહારિક સંબંધ પૂર્ણ થાય છે. મને તો ભગવાન તેડવા આવ્યા હતા અને મારે જવું પડશે. તમે એ મારું દાન જગતને આપી દીધું છે (માતાએ આ સ્થિતિ જોઈ શ્રીગણેશજીની બાધા રાખી હતી કે જે આ બાળકને સારું થશે તો હું તેને આપને અર્પણ કરીશ તથા તે પૂર્વે મહર્ષિવર્યાની જ્યારે અઢી વર્ષની ઉંમરે મૃતતુલ્ય અવસ્થા થઈ હતી અને પુનર્જનમ થવા પામ્યો હતો ત્યારે પણ આવી જ બાધા રાખી હતી). બાળકનાં આવા વેણ સાંભળીને ઘરના લકે સમજ્યા કે આ તો આને મૂછ આવી હતી તેના ઘેનમાં કાંઈક બોલે છે. પણ પાછળથી ધીરેધીરે થોડા વખતમાં જ તેમની ચેષ્ટાઓ જોતાં જણાયું કે આ કાંઈ જૂદું જ છે, પછી તે નિત્ય શ્રીગણેશજીના મંદિરમાં ધ્યાનસ્થ બેસી રહે. ઉંધ નહિ. ભૂખ નહિ. કઈ કઈ વખતે એવાં વેણ કહે કે જેથી ઘરના લોકો વિચારમાં પડી જાય, આમ ચાર મહિના ગયા પછી ઘરનાં લોકેને પણ ઘણું અનુભવ થવા લાગ્યા. એક રાત્રે તેઓએ માતાને સ્વમ માં કહ્યું કે, “ હું કાલે મારા કાર્યને માટે ઘર છોડીને બહાર જવાને છું માટે મને બે લંગોટ સીવડાવી આપજે. બીજું મારે કાંઈ નહિ જોઈએ.” થેડીવાર પછી માતાને બીજું સ્વપ્ન આવ્યું. તેમાં શ્રીગણેશજી દેખાયા અને તેમણે કહ્યું કે “આ તમારા કુળમાં દીપક છે; તે તમારો નથી પશુ તમોએ મને અર્પણ કર્યો છે. વળી તે અવતરીય હેઈ જગતકાર્યને માટે આવ્યા છે માટે તેણે તેમને કહ્યા પ્રમાણે વ્યવસ્થા કરજે, રાજીખુશીથી પરવાનગી આપશો. તેની ચિંતા તમે સહેજ પણ ન કરશો.” સવાર થઈ, બાળક મહર્ષિ સમાધિસ્થની જેમ શાંત પડ્યા હતા. તેમની પાસે ઉઠતાની વેત જ માતા ગયાં અને તેમના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યાં. રાત્રીનું રવનું યાદ આવ્યું. ગમે તેમ પણ માતૃહદય જ ને? “બેટા તું ખરેખર અમોને છોડીને જઈ શ?” આંખમાંથી આંસુઓ વેરાઈ ગયાં! થોડીવારમાં જ બાળક મહર્ષિ જાગ્યા. શૌચ, મુખમાર્જન અને સ્નાનાદિ થયા બાદ દૂધ વગેરે પીધું અને કહ્યું, “માતા આજે હવે મારે બહાર જવાનું છે, મને ભગવા ન બેલાવે છે, મને બે લંગોટ શીવી આપ. મેં અને ગણેશજીએ તને રાત્રે કહ્યું હતું ને?” બાળકના વેણ સાંભળી માતૃહૃદય વ્યું, આ સ્વપ્ન કે સાચું ? તેમની આંખમાંથી ચોધાર આંસુધારા વહી રહી, તેઓ બાળકને બાઝી પડ્યાં, ગોદમાં લઈ બોલ્યાં, “બેટા, તું હજી નાનકડો છે, તારા મહેમાંથી દૂધનો વાસ પણ ગઈ નથી, એવી સ્થિતિમાં તું કયાં જઈશ?” વગેરે કહે પંપાળવા લાગ્યાં. ફણીધર પ્રથમ શાંત જોવામાં આવ્યો હતો, તેણે આવી જાણે બાળમહર્ષિને કબજે લીધે. ઘણું આનાકા પછી અને સમજૂતિ પછી માગણી પ્રમાણે બે લંગેટ શીવડાવી લઈ બાળમહર્ષિએ અનેક પ્રકારનો ઉપદેશ ઘરનાં લોકોને આપ્યો અને સબળ પૂર્વવૃત્તાંત પણ કહ્યો તથા માતાને પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું. ફરીથી તમને મળીશ એવું આશ્વાસન આપી સર્વેની વિદાય લઈ ગૃહવાસ છોડ્યો અને વાદળું જેમ વાયુમાં અદશ્ય થઈ જાય તેમ આ બાળમહર્ષિ | દોડતા દોડતાં, આનંદમાં ને આનંદમાં દૂર નીકળી જઈ એકાએક અદશ્ય થઈ ગયા ! આ વખતે માતાની મનઃસ્થિતિ કેવી થઈ હશે તેનો ખ્યાલ વાચકે જ કરે. પણ આવશ્યક નહિ હેવા છતાં કુટુંબીઓને બંધનમાંથી છોડાવવાના ઉદ્દેશથી, માતાને પુત્રને મોહ ન રહે તે માટે અને જગતકલ્યાણને અર્થે મહર્ષિવર્યાને આ (ગૃહત્યાગ) સંન્યાસમાર્ગની જરૂર જણાઈ. આમ ન થાય ત્યાં સુધી વસુધા યુક્રમૂની ભાવના બોલવા પૂરતી વાણીમાં જ રહે, વર્તનમાં નહિ, આ મુજબ સનકુમાર અને મુકંદરાજની જેમ આ બાળગો પગે પર્યટન કરતાં, એક ગામથી બીજે ગામ જતા; આ રીતે દિવસે, મહિનાઓ અને વર્ષો વચલે લાંબે ગાળો કયાં ગયો? તેમણે શું કર્યું? વગેરે માહિતી મેળવવા પ્રયત્ન કરતાં જે તૂટક તૂટક માહિતી મળી શકે છે, તે ઉપરથી લાગે છે કે આ બાળયોગીએ અવધૂત દશામાં સિલેનથી કાસ્મિ અને દ્વારકાથી બ્રહ્મદેશ, તિબેટ, ચીન, બલુચિસ્તાન, કાબુલ, વગેરે સર્વત્ર તેમ જે આખા હિંદુસ્તાનમાં પર્યટન કરી અનેક લોકોને પાવા કર્યા છે. તેઓએ ઘણે વખતે હિમાલય કૈલાસ, માનસરોવર, દ્રોણાચલ, ગંધમાદન સહ્યાદિ, સાતપુડા, અમરકંટક, મહેન્દ્ર, ગિરનાર
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy