SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ] | ડ થસ જૂહમાન– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૭/૧૫ માળામાં મણિની અંદર દેરો હેય છે, પણ દેરામાં મણિ નથી કિવા સુવર્ણના દાગીનામાંથી જે સેનું કાઢી લેવામાં આવે તો દાગીનાનું અસ્તિત્વ રહેતું નથી; આથી જેમ સોનાના દાગીના છે, પણ દાગીનામાં સોનું નથી એમ કહેવાય. તે પ્રમાણે ભગવાન અને કહી રહ્યા છે કે, માળામાં મણિના સમૂહમાં પરોવાયેલા દેરાની જેમ પરમાત્મા કિંવા પુરુષોત્તમ એવા “હું” રૂ૫ દોરાની અંદર જ આ સર્વ દશ્ય પરોવાયેલું છે, એમ સમજે. તે કેવી રીતે ? તે દષ્ટાંત સાથે સમજાવીને કહું છું, તે સાંભળ. જળ એ મણિ તથા રસ એ તેને વિષય હોઈ તે રસને ૫ણ રસ પણું આપનાર હું તેને દોરો છું એમ સમજે. આ રીતે સૂર્ય તથા ચંદ્ર એ મણિ અને તેજ અથવા પ્રકાશ એ તેનો સ્વભાવ છે, તેમાં પ્રકાશની પ્રેરણ કરનાર આ પુરુષોત્તમરૂપ હું દરર૫ સમજે, તેમ જ સર્વ વેદ એ મણિ અને કાર એ તેનું એટલે અક્ષર બ્રહ્મનું આધ સ્થાનક હોઈ તે ને પ્રેરણું કરનાર “હું” છે. આકાશનો ગુરુ શબ્દ તથા નરોમાં પુરુષત્વ એ બંનેને પ્રેરણા કરનાર બહુ પુરુષોત્તમ જ છે, તેમ જ પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓને જીવનની પ્રેરણા આપનાર દોરી રૂપે હું જ છે, સર્વ ભૂતો એ મણિ સમજે, તેમાં બીજ એ છિદ્ર સમજે અને તે બીજાને પણ પોષનાર એ દોરારૂપ સનાતન પુરુષોત્તમ હું જ છે. બુદ્ધિમાન એ મણુકા તથા તેમની બુદ્ધિ એ છિદ્ર અને એ બુદ્ધિને પ્રેરણું દેનાર દેરીરુપ એ હું પુરુષોત્તમ સમજે. તે જ પ્રમાણે તેજસ્વીઓના તેજનું પણ સમજે. કામરાવિવર્જિત અથત કામ એટલે મિથ્થા વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છા તથા રાગ એટલે મિયા વસ્તુમાં હોનારી તૃષ્ણ એ બેને નિવૃત્ત કરવાને માટે પ્રયત્ન કરનારાઓ જ શાસ્ત્રન્યાયે ખરા બળવાન ગણાય; તેવા બળવાનોમાં તેને નિવૃત્ત કરવાનું જે બળ અથવા સામર્થ્ય તે આપનાર પણ પુરુષોત્તમરૂપ એ હું જ દોરી રૂપે છે. તે જ પ્રમાણે ધર્મથી વિરુદ્ધ નહિ જનારો એટલે પોતાના મનસ્વી રીતે કામ પણ નહિ કરનારે, પરંતુ શાસ્ત્રનિયમાનુસાર કાપભોગ કરનાર અર્થાત સંયમ કરનાર એવો કામ એ મણિ તથા તેને તે સંયમમાં બળ આપનાર પુરુષોત્તમરૂપ એ હુ” જ છે, એમ જાણ. વિષયમાં સંયમ કરનારાઓ શ્રેષ્ઠ કેમ? અત્રે એવી શંકા થવા સંભવ છે કે, શું ત્યારે જેઓ ધર્મથી વિરુદ્ધ કાપભોગ કરતા હોય એટલે સંયમ કરતા ન હોય અથવા વિષયોમાંથી પ્રીતિને કાઢી લેવારૂપ બળનો સંયમ કરતા નહિ હોય તે કામ પરમાત્મા વિના બીજા કોઈની પ્રેરણા વડે થાય છે કે શું? તેના જવાબમાં છેવટે ભગવાન એ સમારોપ કરે છે કે, હે અન! આ જગતમાં જે જે કાંઈ સત્વ, રજ અને તમોગુણના વિસ્તારરૂપ પ્રસૃતિ પામેલા ભાવો ( વૃક્ષાંક ૩ થી ૧૫ ૪ સુધીના) છે તે તમામ પુરુષોત્તમ એવા મારા વડે જ છે, છતાં તેમાં પણ જેઓ સંયમ પાળનારા હોય તેની કીમત વધારે છે; કેમ કે તેમ થવાથી તે મારા સાચા સ્વરૂપને જાણી શકે છે; પરત જેઓ સંયમ કરનારા હોતા નથી તેઓ મારામાં હોવા છતાં પણ મને ઓળખી શકતા નથી અને વિષ્ટામાંના કીડાની જેમ વિષ્ટામાં જ રચ્યાપચ્યા રહે છે; આથી તેવાઓની કીમત ઓછી ગણાય છે. જેમ પથ્થરો, કોલસા, સેનું અને હીરા એ બધા જમીનમાંથી નીકળે છે, છતાં તેમાં તેનું અને હીરા તો કવચિત મળી આવે છે; આથી તે વધુ કીમતી ગણાય છે; તેમ વ્યવહારમાં વિષયલંપટ બનેલા અને વિષયમાં રગદોળાતા તે પથ્થર અને કોલસા પ્રમાણે ધણું મળી આવે છે, પરંતુ તેમાં સંયમ કરનારાઓ તે હીરા અને સોનાની જેમ કેઈક વિરલા જ નીકળે છે, તેથી તેમનું મહત્વ વિશેષ છે. त्रिभिर्गुणमयैवैरेभिः सर्वमिदं जगत् । मोहित नाभिजानाति मामेभ्यः परमव्ययम् ॥१३॥ આ તમામ માયા વડે મોહવશ થયેલા છે. ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન! મારી એટલે “તત”૨૫ એવા આત્મા (વૃક્ષાંક ૧)ની ઈશ્વર (વૃક્ષાંક ૨)ના ઈક્ષણથી ત્રણ ગુણ વડે પ્રસરેલી માયા(વૃક્ષાંક ૩)ના સવાદિ મિયા ભાવોના મોહ વડે જ આ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy