SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેાહન ] વિષયાભિલાષની ઇચ્છા કરે? અને તેને— [ ૪૦૩ સમષ્ટિરૂપ વિરાટસ્વરૂપનું મૂળ ખીજ બ્રહ્મદેવ છે. જેમ વૃક્ષની ઉત્પત્તિ બીજથી માંડીને કુળ સુધી પ્રત્યક્ષ રીતે બતાવી શકાય છે, તેમ બ્રહ્મદેવથી માંડીને તે કે મનુષ્ય સુધી સ વિરાટના સ્થૂળ દેહ હોય તે પ્રત્યક્ષ સ્વરૂપે પ્રતીતિમાં આવી શકે. હવે ખીજનું કારણ પ્રત્યક્ષ દેખાતું નથી, છતાં તેનું કાંઇ કારણ નથી એમ કહી શકાય નહિ, પરંતુ તે કારણુ અદૃશ્ય હોય છે; તેમ બ્રહ્મદેવનું કારણ પણ કેાઈ અદૃશ્ય એવું તત્ત્વ જ હોવું જોઈએ, એમ કલ્પી શકાય છે. તેવું સૂક્ષ્મ કારણુ એ જ આ ઉપર બતાવેલાં તત્ત્વાના ભેદવાળી (ક્ષાંક ૩થી ૧૨ સુધીની) કારણુપ્રકૃતિ છે, એમ સમજો. ઉપર બતાવી ગયા તેમ આ કારણ અને કાય પ્રકૃતિ માળામાંના મણુકાએ જેમ દેરીના આધાર ઉપર જ અવલખીને હાય છે તેમ મહાપ્રાણ (વૃક્ષાંક ૬)ના ઉપર જ આધાર રાખનારી હોવાથી તેને જીવભૂતપ્રકૃતિ પણ કહેવામાં આવે છે. તાત્પર્ય એ કે, વિરાટ પુરુષને સ્થૂલદેહ એવું આ બ્રહ્માંડાદિ એ કાર્ય પ્રકૃતિ (વ્રુક્ષાંક ૧૭થી ૧૫૪) કહેવાય છે, એમ સમજો. તેમાંનાં તમામ પ્રાણીઓ પ્રાણુરૂપી સૂત્રાત્માના ઔધાર વડે જ રહી શકતાં હેવાથી તે તમામનું કારણ મહાપ્રાણ(વૃક્ષાંક ૬) છે. આ કારણુ અને તેનાં કાર્ય (વૃક્ષાંક ૬થી ૧પ૪) મળીને જ જીવપ્રકૃતિ કહેવાય છે; કેમકે સમષ્ટિ અને વ્યષ્ટિનાં તમામ ભૂતાને ધારણ કરવાનું કામ વિરાટપુરુષના આ મહાપ્રાણનું છે; તેથી તેની અતત આવેલા સમષ્ટિ અને વ્યષ્ટિ (વ્રુક્ષાંક ૬થી ૧પ૪ સુધી)ના તમામ ભાવા એ બધાના જીવભૂત પ્રકૃતિમાં સમાવેશ થાય છે. તેમાં બ્રહ્મા (વૃક્ષાંક ૧૪ તથા તેની અંતર્ગત આવેલા વૃક્ષાંક ૧પ૪) સુધીનાં તમામ તત્ત્વો કાર્યપ્રકૃતિ કહેવાય છે, તથા મહાપ્રાણુ (વૃક્ષાંક ૬થી હિરણ્યગર્ભ વૃક્ષાંક ૧૨) સુધીનાં તમામ તત્ત્વા એ કારણપ્રકૃતિ છે, એમ સમજવું. આ કારણનાં પણ કારણુ અર્થાત્ મહાકારણ એવાં તત્ત્વાને મૂળપ્રકૃતિ કહે છે (વૃક્ષાંક ૩થી ૫ ). આ બધી મળા (વૃક્ષાંક ૩થી ૧૫૬ સુધીની) અપરાપ્રકૃતિ કહેવાય છે. જેમ શરીર કહેતાંની સાથે જ તેમાં હાથપગદ તમામ અવયવેને સમાવેશ થઈ જાય છે, એટલે કેાઇ મનુષ્યને આપણે ત્યાં આવવાનું આમંત્રણ્ આપ્યુ હાય ત્યારે એવી શંકા રાખવાનું કારણ હાતું નથી કે આપણે કાંઇ તેને તમારા હાથ, પગ, મેઢુ વગેરે સર્વ અવયવાના સમુદાય સાથે લઈ ને આવજો એમ કહ્યું નહેાતું. તેા કદાચ તે હાથ પગ વગેરે ધેર મૂકીને તે નહિં આવે ને? તેમ અપરાપ્રકૃતિ કહી એટલે તેમાં આ જીવભૂતપ્રકૃતિ (વૃક્ષાંક ૬થી ૧૨) તથા ભૂત વા ક્રાય પ્રકૃતિ (વૃક્ષાંક ૧૩થી ૧૫૪) એ તેનેા સમાવેશ અનાયાસે જ થઈ જાય છે. સ્પષ્ટતા માટે દૃષ્ટાત કહું છુંઃ મારી અપરાપ્રકૃતિ ઉદાહરણ માટે ઉમરાનું ઝાડ લેા. તેને અસંખ્ય કળા લાગેલાં હાઈ તે ફળામાં અસંખ્ય કાંડા હોય છે. આ દૃષ્ટાંતમાં જણાવેલા ઔદુંબરનું વૃક્ષ એ પ્રકૃતિ (વૃક્ષાંક ૩) સમજો. તેની શાખા, પાંદડાં તથા છેવટે કળા એ મહાપ્રાણ (વૃક્ષાંક ૬) સુધીતેા વિસ્તાર સમજો. આ કળાની અંદર જે અસંખ્ય જીવે તે દરેક બ્રહ્મદેવે (વૃક્ષાંક ૧૨) સમજો. તે બ્રહ્મદેવ પેાતાના સંકલ્પબળ વડે ભાસમાન થતા ચૌલાકથી વ્યાપેલું આ ચરાચર બ્રહ્માંડ દેવળ પેાતામાં જ ઉત્પન્ન કરે છે, તે જ આ વિરાટ બ્રહ્માંડ (વૃક્ષાંક ૧૩થી ૧પ૪) સમળે. ઔદુંબર કહેતાંની સાથે જ તેમાં તેની સાખાઓ, ફળા, તેની અંદરના કીડાઓ તથા કડાએના કાર્યો એ તમામના સમાવેા થઈ જાય છે. તેમ અપરાપ્રકૃતિ કહેતાં તેનાં અંતરમાં જ (વૃક્ષાંક ૩થી ૧૫૬ સુધીના) તમામ દસ્યભાવના સમાવેશ થઈ જાય છે. મારી અપરાપ્રકૃતિ કાને કહેવી એ તને વિસ્તારથી કહ્યું, હવે પરાપ્રકૃતિ સબંધે કહું છું: મારી પરાપ્રકૃતિ જેમ ઔદુંબરના ઝાડની આજુબાજુ સત્ર એક આકારા જ વ્યાપેલુ હાય છે, તેમ આ મારી અપરાપ્રકૃતિની આગળ પાછળ, અંદર બહાર, આમ તેમ, સવાઁત્ર કેવળ એક ચૈતન્યસ્વરૂપ આત્મા જ વ્યાપેલા છે. તેના આધારે જ આ અપરાપ્રકૃતિનું અસ્તિત્વ છે. તે સના આધાર હેવા છતાં પણ પાતે સદંતર અલિપ્ત અને તદ્દન નિÖÖક છે; એટલે જેમાં ગુણ, ક્રિયા, જાતિ, તેને તેમ કહેનારા હું (ક્ષાંક ૩) અને તે કુંના સાક્ષી, ઈશ્વર વા પુરુષ (દક્ષાંક ૨) ઇત્યાદિ કાંઈ પણ ધર્માં નથી એવા કેવળ ઉત્પત્તિસ્થિતિથી રહિત,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy