SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૩૯૮ ] મનોવૈતામગ્રતાનામુ – [ સિદ્ધાન્તકાછડ ભ૦ ગીઅવે ૭/૩ એક આત્મસ્વરૂપે જ અનુભવવામાં આવે છે; એ રીતને અપક્ષનુભવ કિંવા આત્મસાક્ષાત્કાર થશે તેનું નામ જ વિજ્ઞાન કહેવાય. આ રીતે શાસ્ત્રમાં કહેલું છે. मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये । यततामपि सिद्धानां कृश्चिन्मा वेत्ति तत्त्वतः ॥३॥ મને તત્ત્વતઃ જાણનારે તે ભાગ્યે જ કોઈ નીકળે છે ભગવાન કહે છે: હે અર્જુન? હજારો મનુષ્યો પૈકી કવચિત કાઈક જ આ આત્મસિદ્ધિને માટે યત્ન કરે છે. અને આવી રીતે યત્ન કરનારા હજારોમાં ચિત્તશુદ્ધિ થઈ કવચિત જ કઈ સિદ્ધિ એટલે અપરોક્ષાનુભવ વા આત્મસાક્ષાત્કાર કરી શકે છે. એવા આત્મસાક્ષાત્કારરૂ૫ સિદ્ધિ પ્રાપ્ત કરેલા અપરોક્ષાનુભવિ મહાસિદ્ધોમાં પણ મંદમાનસ અને નષ્ટમાનસની કક્ષા વટાવી આગળ વધી તત્વતઃ મને એટલે તસ્વરૂપ એવા આત્માને અપરોક્ષાનુભવથી પણુ પર જાણનારો બહુમાનસ જીવન્મુક્ત તો કઈ ભાગ્યે જ મળી આવે છે. અર્થાત “હું” એટલે શરીર નહિ પરંતુ “તતરૂપ એવો આત્મા(ક્ષાંક ૧) છે, એવી રીતના મારા ખરા સ્વરૂપનું સ્વતસિદ્ધ જ્ઞાન તે આત્મસિદ્ધિને માટે પ્રયત્ન કરનારાઓ પૈકી પણ કવચિત્ જ કઈ પ્રાપ્ત કરી શકે છે સિદ્ધિ એટલે શું? હે અર્જુન! “હુ” એટલે કાંઈ દેહ નથી, પણ આત્મા છે' એ સ્વાનુભવથી નિશ્ચય થી તેનું નામ જ સિદ્ધિ. દેહ એટલે જ હું છું એવા પ્રકારે દેહને ઠેકાણે આત્માને થયેલો ભ્રમ સંપૂર્ણ રીતે નાશ પામે એટલે ખરી સિદ્ધિ પ્રાપ્ત થઈ એમ જાણવું. તે અપરક્ષાનુભવ વગર શક્ય નથી. ખરી રીતે તે આત્મા સંબંધે નિશ્ચય તે તમામનો હોય છે, એટલે “હું” છું એમ તે બધા જ જાણે છે, પણ તે નિશ્ચય “હું એટલે આત્મા છે' એવા પ્રકારની કેવળ શુદ્ધ અને સત્ય ભાવનારૂપે નહિ, પરંતુ હું એટલે શરીર જ છું એવા પ્રકારની દૂષિત મિથ્યા વા અસંત ભાવનારૂપે છે; આથી દેહાદિકને ભાસમાન કરનારું જે શુદ્ધ ચૈતન્યતત્ત્વ એ જ આત્મા હોઈ તે જ હું છું, એ મુજબની સત્ય ભાવના થવી જરૂરી છે. સારાંશ, હે એટલે આત્મા છે, એવા અપરોક્ષાનુભવહાર નિશ્ચય થઈ તમામ સંશયોને લય થવો તેને જ સિદ્ધિ કહેવામાં આવે છે. અણિમાદિ અથવા બેચરત્યાદિ સિદ્ધિઓ તે આની આગળ એક તણખલા સમાન જ છે. તે બધી સિદ્ધિઓ મર્યાદિત હોઈ વ્યવહારદષ્ટિએ જો કે તેને સિદ્ધિઓ સમજવામાં આવે છે ખરી, પરંતુ તે તે અંતે દુઃખદાયક જ છે. આ સિદ્ધિઓ આત્મજ્ઞાનના સાધનમાં અનાયાસે જ પ્રાપ્ત થાય છે, પણ તે બધી આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં વિધ્ધ કરનારો હોવાથી નિરર્થક જ છે. મદારીની જાદુઈ ૨મતની જેવી આ સિદ્ધિઓ વડે સ્વહિત કેવી રીતે સાધી શકાય? આત્મસિદ્ધિની આગળ બ્રહ્મદેવના અધિકારનું સ્થાન પણ એક તણખલા સમાન અતિ તુચ્છ છે; માટે તે સિવાયની ઇતર કોઈપણું સિદ્ધિઓને સિદ્ધિ સમજવી એ તે કેવળ એક બાળકની રમત સમાન જ છે; માટે એક આત્મજ્ઞાન વિના બીજા કશાને સિદ્ધિ કહી શકાય નહિ. જે વડે દુ:ખને આત્યંતિક નાશ થાય; પરિપૂર્ણ અને અખંડ એવા આનંદસ્વરૂપમાં નિમગ્ન થઈ જવાય તથા અંતે મૃત્યુના મુખમાંથી પણ કાયમી છુટકારો થાય, એટલે જે થકી અત્યંત દુઃખરૂપ એવા આ જન્મમરણના ચક્રમાંથી છૂટીને મોક્ષની પ્રાપ્તિ થાય, તે જ ખરી સિદ્ધિ કહેવાય. આવી સિદ્ધિને પ્રાપ્ત કરાવી આપનારું તો કેવળ આત્મજ્ઞાન વગર બીજું કાઈ પણ સાધન છે જ નહિ; માટે હું તથા આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારે સર્વાત્મભાવનો સંપૂર્ણ નિશ્ચય થઈ અદ્વૈતપદનો સ્વાનુભવ લેવા એ જ ખરી આત્મસિદ્ધિ છે; માટે હે પાર્થ! ઉપર તને જે સિદ્ધિ સંબંધે કહેવામાં આવ્યું છે તે આ આત્મસિદ્ધિને માટે છે, એમ જાણુ. તાત્પર્ય કે, “હુ” એટલે કાંઈ શરીરાદિ નહિ પરંતુ તત દિવા કમંદમાનસ, નઝમાનસ અને માનસ સંબંધના વિવેચન માટે અધ્યાય ૧ હેક ૧૪:૫૪ ૩૧/૧૨ જીએ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy