SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ]. નક્તિો મર માનુગાક્ષી ઠ. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ૦ ૬/૨૯ છે. જે ચિદાકાશના પ્રકાશ વડે આ સર્વ અપક્ષ રીતે ભાસે છે, તે જ ખરું તત્ત્વ છે, એમ વેદમાં પણ કહ્યું છે. શૂન્યતા જેમ આકાશરૂપ છે અને ચકરીઓનો વ્યાપાર જેમ જળરૂપ જ છે, તેમ છવ આદિને જે કાંઈ વિલાસ અહીં અધિકાનચૈતન્યની અંદર ભાસી રહ્યો છે, તે સર્વ પરબ્રહ્મરૂપ જ છે. જેમ કેઈ એક અવયવીનું એક સ્વરૂપ અવય વડે યુક્ત હેય છે, અથવા સૂર્યને તેના અવયવપકિરણે હોય છે તેવું જ છવ આદિ અવયવોવાળું આ અહેમમાદિપે પ્રતીત થતું તમામ દસ્થ અનિર્વચનીય એવા એક પરબ્રહ્મનું જ અપર સ્વરૂપ છે; તેમ છતાં વસ્તુતઃ છવ વા સૂર્યકિરણે જેમ નિરવયવી છે તેમ બ્રહ્મ પણ નિરવયવ જ છે. આમ ખરી રીતે જમતનું સ્વરૂપ જે વિચારવામાં આવે છે તે કેળ આભાસમાત્ર જ છે. તે શાંત, અવિનાશી અને ચિત્માત્રરૂ૫ હોઈ હંમેશ પિતાના સ્વચ્છ ચૈતન્યસ્વરૂપમાં જ રહેલ છે, તે પછી તેના આ સ્વરછ સ્વભાવની અંદર શો વિચાર કરવાનો છે? આ આત્મચેતન્યઘન પરમપદરૂપ બ્રહ્મની અંદર આદિ, મધ્ય કે અંતની કશી પણ કલ્પના જ નથી. અવિદ્યા એ પણ એક તેનું જ વિવરૂપ છે, તેનાથી જુદી એવી બીજી અવિદ્યા નામની કઈ વસ્તુ છે જ નહિ, આ રીતે અવિવાથી રહિત થઈ ગયેલા તત્વજ્ઞ પુરુષમાં દૈત, અદ્વૈત, હું, તું, તમે, અમે કે આ અમુક પદાર્થ છે ઇત્યાદિ કેઈ કપના પણ કયાંથી હોય? અને શન્યભાવની તે વળી કલ્પના પણ કેવી રીતે અને કોને ફાય? અવિવેકી એવા બાળકબુદ્ધિવાળાએ જ ભ્રાંતિને લીધે દૈત અતના પક્ષથી ઉત્પન્ન થયેલી વાક્યરચનાના વિલાસ વડે આપસ આપસમાં શાબ્દિક કીડાઓ કરતા રડે છે, પરંતુ તેમની એ ક્રીડાએ તે હાસ્યાસ્પદ હેવાથી જ્ઞાનરુદ્ધ કૌઢપુ તેને ઉપેક્ષારૂપ સમજી આ દૈત છે, આ અદ્વૈત છે ઇત્યાદિ સંબંધે વિવાદની ઈચ્છા થવી એ તે હદયરૂપી આકાશની અંદર એક મંજરીના જેવી જ છે. અપરોક્ષજ્ઞાન વિના પ્રબોધરૂપ આકાશની બરાબર શુદ્ધિ થતી નથી; માટે મેં પણ એ સદભાવને સ્વીકારી લઈ વિવાદ વડે દ્વૈતાદ્વૈત સંબધે ચર્ચા કરેલી છે. તેનો ઉદ્દેશ ફક્ત હદયરૂપી ઘરની અંદરથી અવિઘારૂપ ભ્રમને દૂર કરી દેવાનો જ છે. અજ્ઞાનરૂપ નિદ્રામાં સૂતેલા અને દસ્થ વિષયોગમાં આસક્ત રહેલા અવિવેકી મનુષ્યો જેમ દશ્યને અતિ આસક્તિથી જુએ છે, તેમ શાંત એવા તારણ મહાત્માઓ દયમાં બિલકુલ આસક્તિ બાંધતા નથી. તેઓ તે સુમિ જેવી અવસ્થામાં રહીને પ્રબોધને પ્રાપ્ત થાય છે અને નિરતિશય આનંદરૂપ એવા પરમપદને જ અતિ આસક્તિથી જુએ છે. ( નિઃ ઉ૦ સ. ૧૬૩). અભ્યાસની આવશ્યકતા ભગવાન કહે છેઃ હે પાર્થ! અતિશય યત્ન કર્યા વગર આ દુર્લભ એક્ષપદ કોઈ દિવસ કેઈ ને કદી પ્રાપ્ત થતું નથી. આ મહાન અભ્યાસ ૨૫ વૃક્ષનું પરમપદ એ જ એક ફળ છે, એમ તું સમજ. એટલા માટે મેં તને અભ્યાસ ની દવા કરવા વારંવાર કરેલું છે, તો તારે તે તરફ દુર્લક્ષ નહિ કરતાં ઉપર બતાવેલા નિશેષ કિવા સર્વાત્મભાવ એ બે પિકી ગમે તે એક અભ્યાસમાં બુદ્ધિને સ્થિર કરવી જોઈએ; કેમ કે જનકાદિ જેવા અત્યંત કુશળ અને તીક્ષણ બુદ્ધિમાનને જ અભ્યાસની અપેક્ષા હેતી નથી. તેવા તે કઈ કવચિત જ સાંપડે છે. બાકીના અવિવેકી પુરુષોનાં હદયમાં તે આ દુર્બોધ આત્મત ગમે તેટલી વખતે વિસ્તારપૂર્વક કહેવામાં આવે તે પણ સમજાતું નથી, માટે ઉપર કહેલા અભ્યાસમાર્ગનું અપલબન કર. મારા આ ઉપદેશનું વારંવાર નિદિધ્યાસ કરવાથી તું જરર તરાશ બનીછે, પરંતુ તે તરફ જે લક્ષ કરી લો અગતિને પામીશ; માટે હું તને વારંવાર કહી રહ્યો છું તેને અંતઃકરણમાં અભ્યાસ કરીને રજોગુણથી ઉત્પન્ન થયેલી અણાનરૂપ મેહમંથિને જબળમાંથી ઉખેડી નાખ તથા કુકૃત્ય બની જા. હે અર્જુન! હાયમાં અધમ એવા અનેક પ્રકારના વિષય તથા કામનાઓ વડે વ્યાપેલા અને કર્તવ્ય મિથ્યા બેજાને માથે ઉપાડી લઈ નિત્યપ્રતિ શોકસાગરમાં ડૂબેલા આ દુઃખમય જગતમાંથી જે વડે દુઃખની અત્યંત નિવૃત્તિ થાય એવી આત્મ૨૫ ઉત્તમ જ્ઞાનેસ્થિતિનો લાભ સર્વસામાન્ય લોકોને અભ્યાસ વિના કેવી રીતે થઈ શકે તમાત નિશંક બની નિશ્ચય અને દઢ અભ્યાસ૫ પુરુષાર્થ વડે જ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી લેવી જોઈએ, એમ સિત થાય છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy