SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ) (આવું) અમારું (અદ્વૈતભાવનુ) અધ્યયન તેજસ્વી યા ચેતન્ય રૂ૫ બને. [ ૩૯ શ્રી રતિલાલ મનસુખરામ પટેલ (અમદાવાદ), શ્રી જયશંકર પંડ્યા (જૂનાગઢ). ડો. રણજીતરામ ભટ્ટ (સુરત), શ્રી નરભેરામ ઝવેરી (તલાજા), અને ડો. કૃણશંકર ઉપાધ્યાય, ગાંડલ વિદ્યાધિકારી શ્રી ચંદુલાલ બહેચરલાલ પટેલ, શ્રી દિવાન જોશો વગેરેએ યોગ્ય સહાનુભૂતિ અને પ્રોત્સાહન આપ્યું છે. સિવાય છાપવા લાયક નકલમાંથી માંડી પ્રફે તપાસવાનું કામ તેમજ શ્રીજીએ તૈયાર કરેલાં ઉપનિષનાં વાકયોને ટૂંકાં કરવાં, પ્રસ્તાવને માટે યોગ્ય સલાહ તથા સાંકળિયું, અનુક્રમણિકા તૈયાર કરવા વગેરે સર્વ કામ કેવળ નિષ્કામ સેવાથી અમદાવાદ યોગાશ્રમવાળા શ્રીજીના પરમભક્ત શ્રીમન્વર્યજી તથા હરિજન આશ્રમ સાબરમતીવાળા શ્રી પ્રતાપરાય ઉપાધ્યાયનો ફાળો અમૂલ્ય જ છે; શ્રી ચીનુભાઈ મુન્સફ તથા યોગાશ્રમના અન્યભક્તોએ પણ આમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ મદદ કરી છે, તેમ જ હરિજન આશ્રમવાળા શ્રી ઉપાધ્યાય તથા અન્ય સેવાભાવીઓની સેવા પણ પ્રસંશનીય છે, તે સર્વ લૌકિક આભારને પાત્ર થવા ઉપરાંત મહારાજશ્રીના આશીર્વાદથી આમોનતિના માર્ગે ઘણા આગળ વધ્યા છે; એટલે તેમની આ નિષ્કામ સેવા પણ ગુરુભાક્તદર્શક હાઈ કેવળ લોકકલ્યાણને માટે છે એટલું કહેવું બસ છે. ગીતા દોહનમાં આવેલાં ચિત્રે ખાસ કરીને અમદાવાદના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કાન્ત મહર્ષિવર્યાની દોરવણી પ્રમાણે તેમની સાન્નિધ્યમાં બેસીને તેઓશ્રીની સુચનાનુસાર તૈયાર કરી આપ્યાં છે. તેઓ મહાત્માશ્રીના પરમભક્ત છે. ગીતાદોહનની જેમ તેમાંનાં ચિત્રો પણું શાસ્ત્ર પદ્ધત્વનુસાર નવીનતાદર્શક અને અપૂર્વ છે. - સંદેશ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી. નંદલાલ ચુનીલાલ ડીવાળા એમણે આ વિરાટ કાર્ય હાલની લડાઈની કટોકટીના સમયે અત્યંત ભાવનાપૂર્વક ખંતથી જેટલું બને તેટલું સુંદર રીતે અને જલ્દી લોકસેવામાં રજૂ કર્યું છે તે તેમની ધર્મ તથા શ્રીજી પ્રત્યેની ઊંડી ભાવનાનું દ્યોતક હેઈ તેઓએ ગુજરાતી ભાષામાં મૌક્તિકતુલ્ય આવો અજોડ અને અપૂર્વ અદભુત ગ્રંથ ગુજરાતી જનતાની સેવામાં સમર્પણ કરી મહાન પુણ્ય સંપાદન કર્યું છે તથા ગરવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તે તેમની લેકેને સાચું જ્ઞાન આપવાની ઇચ્છાને તક સમજી તેઓની એ લોકસેવાની ધગશ માટે શબ્દોથી આભાર માનો એ ધષ્ટતા ગણાશે: જેથી અમે શ્રીજીની આશિષથી તેઓ ઉત્તરોત્તર આવાં ઉત્તમોત્તમ પ્રકાશને જ જનતા જનાર્દનની સેવામાં રજૂ કરે; તે માટે ઈશ્વર તેમને બળ તથા સદબુદ્ધિ આપો એવું ઇરછીશું. પ્રેસમાં કંપોઝીટરથી માંડીને સર્વેએ આ અતિશય અઘરું કાર્ય ઘણું જ ઉત્સાહથી કર્યું છે તે છે. નોંધ લેવી જરૂરી છે. તેઓનું મહાત્માશ્રીની આશીષથી કલ્યાણ થાય એમ ઇચ્છીશું. આ સિવાય પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે જેમણે જેમણે મદદ કરી હોય તે બધાની નિષ્કામ સેવાની વ્યકિતશઃ નોંધ લેવી શકય નથી, પરંતુ તેઓ શ્રીજીની કૃપાને અવશ્ય પાત્ર છે. . , અંતમાં મહર્ષિવર્ય ઉત્તરોત્તર પિતાના સ્વાનુભવયુક્ત જ્ઞાનને લાભ જનતાને આપે એવી નમ્ર વિનંતિ સહિત અંતઃકરણપૂર્વક પ્રાર્થના છે. - અમારે જનતાને એક વિજ્ઞપ્તિ સાદર કરવાની કે ગીતાદહન લખનાર આ અવતારી એવી દિવ્ય વિભૂતિ કોણ? તેમનો જન્મ તાંત જાણવાને લોકો આતુર છે પરંતુ તે કાર્ય ઘણું જ દુમિંળ છે. જે થોડું ઘણું અમે જાણી શકયા તે વિશ્વશાંતિ નામના સાતમા પ્રકાશનમાં અમોએ આપેલું છે. છતાં ગીતાહનમાં પણ સંક્ષેપમાં આવે એવી લોકોની તીવ્ર ઇરછા જણાયાથી તેમને પરિચય સ્વતંત્ર રીતે અન્યત્ર સંક્ષેપમાં આપવાનો પ્રયત્ન કર્યો છે, તે જે. છેવટે અમુલ્યમંથરૂપી રત્ન જનતા જનાર્દનની સેવામાં મુકાય છે, તે જોઈ અમો ફરી ફરી સહર્ષ આનંદ પ્રદર્શિત કરી મહાત્માશ્રીની શુભાશિષ ઇરછા પ્રણામ સહિત વિરમીએ છીએ, गीतादाहनग्रंथप्राकट्यदिनः श्रीमन्नपशालीवाहनशके ) મહર્ષિવર્યની શુભાશિષ ઈછતા – • १८६८ म्ययनामसश्वत्सरे, विक्रमार्क सवत्सरे २००२. નાનુભાઈ ખંડુભાઈ દેસાઈ જયંતિલાલ કુલ્યાણરાય ઠાકર વેરાવ ગુરુ ૨ (માથ્ય તૃતીયા), વનરાજે ૫૦૮૨, એ, સી. અમીન મંત્ર (નિ.)વાત૨: : પંચવટી મારા ઘરનો.. | ધીરજલાલ પ્રાણજીવનદાસ પરિખ - સંચાલકો તથા કાર્ય વાહકે, શ્રીકૃષ્ણમજ વાકસુધા પ્રકાશન તથા સલાહકાર સમિતિ, મુંબઈ (૧) શ્રીના. ખ. દેસાઈ. બી. એ. એલ. એલ. બી. પ્રોફેસર એફ લો પ્રોફેસર પાર કોલેજ ઓફ કોમર્સ,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy