SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮] સામાનt 1 રામાનં વન | જઠ. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીe અ૦ ૬/૧૪ કર્તા કે ભોક્તાપણું પ્રાપ્ત થતું નથી. આ પ્રાણચિંતનના કામમાં વળગી રહેનારું મન બહારના વિષયને પોતાની મેળે જ છોડતું જાય છે, તેથી કેટલેક દિવસે પોતાની મેળે જ કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે. આ પ્રાણચિંતનનો અભ્યાસ કરનારા પુરુષનું મન બહારના વિષયમાં રુચિ કરતું નથી. જે વિદ્વાને આ પ્રા' અભ્યાસ રાખીને રહે છે તેઓ શોકથી રહિત થઈ ચૂક્યા છે અને તેઓ જે કાંઈ પામવાનું છે તેને સંપૂર્ણ રીતે ૫ મી ચુક્યા છે, એમ સમજવું. બેલતાં, ચાલતાં, ઊડતાં, સૂતાં ને જાગતાં આ પ્રાચિંતનને જે અભ્યાસ રાખવામાં આવે તો બંધન પ્રાપ્ત થતું નથી. આમ પ્રાણચિંતનના અભ્યાસ વડે જેઓને બોધ પ્રાપ્ત થયો હોય તેવા પુરુષનું ચિત્ત મોહ અને મેલથી રહિત તથા સ્વચ્છ થઈને નિત્ય આત્મામાં જ રહે છે તથા તે યોગી પ્રાણચિંતન કરવાના પ્રભાવથી સારી રીતે સ્વસ્થ થઈને સુખી અને શાંત રહે છે, પ્રાણુ અપાન એક જ વાયુના ધર્મો છે. છે વસિષ્ઠ મનિ! હદયમાં રહેલા કમળપત્રમાંથી પ્રાણના ઉસને ઉદય થાય છે અને તે પ્રાણ નાકની બહાર ન કળીને બાર આંગળીના પ્રદેશના છેડામાં અસ્તને પામે છે. નિઃશ્વાસ કિંવા અપાનનો ઉદય નાકની બહારના બારમા આગળના છેડામાંથી જ શરૂ થઈ તેને હદયમાં રહેલા કમળમાં અસ્ત થાય છે. નાની બહાર બારમા આગળના છેડા સુધીના આકાશમાં જ્યાં પ્રાણુના અસ્ત થાય છે ત્યાંથી તરત જ અપાન ઉદય પામે છે. પ્રાણની આ ગતિ અગ્નિની શિખાની જેમ બહારના આકાશ તરફ ચ લ્યા કરે છે અને પાણી જેમ હમેશ નીચાણવાળા ભાગ તરફ જ જાય છે, તેમ અપાનની ગતિ હૃદયના નીચાણવાળા આકાશ તરફ જ જાય છે. અપાન ચંદ્ર પેઠે શીત હેવાથી બહારથી અંદર આવીને શરીરને સંતોષ અને શાંતિ આપે છે " અને પ્રાણ સર્યની પેઠે ઉષ્ણ હેઈ પ્રથમ શરીરના અંદરના ભાગને તપાવે છે તથા મોઢા આગળના આકાશને તપાવે છે. અપાનરૂપ ચંદ્રના છેલ્લા ભાગને પ્ર ગુરૂપી સૂર્ય જે હદયબ્રહ્મમાં એટલે કેવળકુંભક પ્રકાર ૧૦ જુઓ)માં જે રળે ગળી જાય છે, તે ૫ ની પ્રાપ્તિ થવાથી મનુષ્ય જન્મમરણમાંથી છૂટી જાય છે. વરંતુનઃ તો પ્રાણ જ અંદર તથા બહારના આકાશમાં સૂર્ય પણાને પામીને પાછા પોતે જ આનંદ આખારા ચકાને પ્રાપ્ત થાય છે અને એ પ્રાણ જ શરીરને ઉત્સાહ આપનારે ચંદ્રપાને ત્યજી દઈ ક્ષણમાત્રમાં પણ કરનારા સૂર્ય પણાને પ્રાપ્ત થાય છે અર્થાત પ્રણપણું અથવા આપનણું એ એક જ વાયુના બે ધમે પ્રાણુ અપાનના અધિષ્ઠાનભૂત આત્માને જ જાણુ જોઈએ પ્રાણ ઉષ્ણુપણાને ત્યજીને જ્યાં સુધી શીતલપણાને પામ્યો ન હોય ત્યાં સુધી વચલી અસ્થામાં દેહથી બહાર પ્રાણુનો લય થતો હોવાને લીધે આત્માને નિર્દેહપણું, નિષ્ક્રિયપણું અને મનરહિતપણું ઇત્યાદિ વારતવિક વિચારી શકાય છે અને એ વિચારને લીધે દેશકાળની મર્યાદાથી રહિત એ જ આત્મામાં પ્રતિકા પામેલા એટલે રથર થયેલા ગાને શેક કરવો પડતો નથી. હૃદયની અંદર સ ધ કિંવા સહજ કુંભકના ભાગમાં પ્રાણુ તથા અપાનના નિત્ય ઉદય અસ્ત થયા કરે છે એવું જે મનનું અધિકાન આમા કિંવા બ્રહ્મ છે. તેને જે જાણમાં આવે તો મનનો સદંતર વિલય થઈ જાય છે. તે ફરી વાર કદી પણ ઉતપન્ન થતું નથી. હદયમાં પ્રાણના, અપાનના, તેમજ ઉદય તથા અરતોના અને તેમના જવા આવવાના અધિકાનભાં જે. સ્વયંપ્રકાશ આત્મા છે, તેને તેનારા પુરુ ને જ ખરો દેખતે સમજવો; બીજા પુરુષ તે આંધળા જ છે. એમ જાણવું. બહારને અંધકાર ઓછા થાય કિંવા નહિ થાય તે પણ તેનું કશું પ્રયોજન નથી, માટે તેને છોડી ઈ હાથના અંધારનો જ નાશ કરવો જોઈએકે જે વડે મુક્તિ પ્રાપ્ત થાય છે. વળી બહારનો અધકાર ઓછો થાય તો તે થકી કેવળ જગતને જ પ્રકાશ થાય છે, પણ જે હદયનો અધિકાર નાશ પામે તો આત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે, માટે જે વડે હૃદયના અંધકારને નાશ થાય તેવી વસ્તુને જાણવાથી જ મક્તિ મળે છે અને તે વડે જ કાયમી સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy