SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતદેહન] હે નચિકેતા! સામ્રાજ્યમાં વૃદ્ધિ પામનાર (ચક્રવર્તી) થા [૩૬૭ બહાર નીકળતા ઉસની હદયથી માંડીને નાસિકાની ટોચ સુધીની જે ગતિ થાય છે, તેને મેગી લોકે પહેલે બાહ્ય લેમ) પૂરક કહે છે. (૭) બીજે બાહ્ય પૂરક: નાસિકાની ટોચમાંથી નીકળેલા ઉસની નાકના અગ્રથી બહારના બાર આંગળ સુધીના પ્રદેશમાં જે ગતિ થાય છે, તેને યોગી લકે બીજે બાહ્ય પૂરક કહે છે. (૮) પૂર્ણ કુંભક: નાસિકાની ટોચમાંથી ઉસ બહાર નીકળીને નાસાગ્રથી બહારના બાર આગળના પ્રદેશને છે? અરત પામ્યા પછી જ્યાં સુધીમાં નિઃશ્વાસ ઉદય પામ્યો નહિ હોય ત્યાં સુધીમાં પૂર્ણ સ્થિતિવાળા (લોમ) કુંભક થાય છે, એમ યોગી લોક કહે છે. (૯) બાહ્ય રેચક : નાકના અગ્રથી તે બાર આગળના છેડા સુધીમાં નીચેના પ્રદેશમાં પહેલી ક્ષણમાં જાણી શકાય એવી ગતિને માટે નિઃશ્વાસની તૈયારી થવી તેને ગી લોકે બાહ્ય રેચક કહે છે. (૧૦) બીજે પૂરક : નિઃશ્વાસનું બારમા આગળના છેડામાંથી ઊઠીને નાસિકાના અગ્ર સુધીનું જે પુષ્ટરૂ૫૫ણું થાય છે, તેને યોગી લોક અપ ને બીજા પ્રકારનો પ્રેરક કહે છે. આ ઉફાસ અને નિઃશ્વાસના બહાર તથા અંદર જે નિરંતર કુંભક દિ ભાવો થયા કરે છે, તેઓની હંમેશાં ઉપાસના કરવામાં આવે તો પણ ફરીવાર જન્મ થતો નથી. હે મોટી બુદ્ધિવાળા મુનિ ! મેં પ્રાણાપાનના જે આ દશ સ્વભાવ કહ્યા, તેએાનું રાત્રિ દિવસ અનુસંધાન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે (ય... નિ. પૂ૦ ૦ ૨૫). આ સ્વાભાવિક થતાદશ પ્રાણાયામો સારી રીતે સમજવામાં આવે એટલા માટે તેનું સંક્ષેપમાં વિવેચન કરવું જરૂરી છે. પ્રાણાયામમાં દશ ભેદો પડવાનું કારણ આ દશ પ્રાણાયામની સ્વાભાવિક રીતે થનારી ક્રિયા પ્રક્રિયા સ્પષ્ટ રીતે સમજવામાં આવે તે રીતે કહું છું. આ સમજવાને માટે પ્રથમ તે નીચેના ત્રણ વિભાગને બરાબર લક્ષ્યમાં રાખવાની જરૂર છેઃ (5) હદયથી નાકના ઉપરના ટોચ એટલે કુટિના ભાગ સુધીનો પ્રદેશ (મા) નાકના ઉપરના ટોચ એટલે ભ્રકુટિના ભાગથી તે નાકના અગ્ર સુધીનો પ્રદેશ અને (૬) નાકના અગ્રથી બહારની નીચેનો બાર આંગળનો પ્રદેશ અને ત્યારપછી બહારના મહાકાશનો પ્રદેશ આવે છે. આ રીતે મુખ્ય ત્રણ પ્રદેશોમાં થતા પૂરક તથા રેચક મળી છ પ્રકારો તથા ચાર સંધિ વા કુંભકે એ મળી કુલ દશ પ્રકારે છે. એટલે (૧) હૃદય અને તેમાંથી સૌથી પ્રથમ ઉછાસ દ્વારા દરેક નળીમાં વાયુનો પ્રચાર થાય તે બેની વચલ સાંધે કિંવા સ્થિર કુંભક, અર્થાત ઉ@ાસ થવા પૂર્વની સ્થિતિ. (૨) હદયમાંથી ઉરસ નીકળીને નાકના અગ્ર એટલે ભ્રકુટિ (કપાળ) સુધીના ભાગમાં થનારી પ્રાણવાયુની જે ગતિ તે રેચક, (૩) ભૂકુટિથી તે હદય સુધી થનારી પ્રાણવાયુની નિઃશ્વાસરૂપ ગતિ તે અપાન કિંવા પૂરક, (૪) નાકની ટોચ ભ્રકુટિથી તે નાકના અગ્ર સુધોને પ્રદેશ આ બેની વચ્ચે કુંભક, (૫) નાકના ઉપરના ભાગથી નીચેના ભાગ સુધીમાં થનારી ઉસરૂપી પ્રાણની ગતિ એટલે રેચક તથા ) નિઃશ્વાસરૂપ અપાનની ગતિ એટલે પૂરક, (૭) નાકની અઝનો બહાર બાર આંગળ સુધીને પ્રદેશ અને નાકની ટોચ એ બે વચ્ચેનો સાંધો કિંવા બાહ્ય કુંભક, (૮) આ નાકની બહારના બાર આગળના પ્રદેશમાંથી શ્વાસ ઉપર ખેંચવામાં આવે તે પૂરક અને (૯) નીચે છોડવામાં આવે તે રેચક મળી કુલ નવ પ્રકારો થયા, તેમજ (૧૦) આ નાકની બહાર બાર આંગળને પ્રદેરા અને તેની પછીનો પ્રદેશ એ એને જોડનારો જે સંધિને પ્રદેશ તે પણ સ્થિર વા સહજકુંભક કહેવાય. આ પ્રમાણે સ્વાભાવિક રીતે દરેક મનુષ્યોના શ્વાસની દશ પ્રકારની ક્રિયા પ્રક્રિયા નિત્યપ્રતિ ચાલુ જ રહે છે. શ્વાસોસના રવાભાવિક રીતે થતા આ દશ સ્વભાવ કિંવા ભેદો છે. તેને હાલતાં, ચાલતાં. ઊઠતાં બેસતાં અભ્યાસ થાય તો મનુષ્યને હઠાગ વડે જે જે પ્રાપ્ત થાય છે, તે સર્વની પ્રાપ્તિ થઈ અંતે મેક્ષરૂપ પુરુષાર્થની સિદ્ધિ થાય છે. પ્રાણચિંતનને અભ્યાસ કરવાથી થતું ફળ હવે કાકભુશુંડનું આગળનું કથન શું છે, તે વિચારીશું. રવાભાવિક રીતે અત્યંત ચંચળતાવાળા આ દશ સ્વભાવવાળા વાયુના સ્મરણુનો ચાલતાં, બેસતાં, જાગતાં અને સૂતાં પણ જે અભ્યાસ કરવામાં આવે તો અભ્યાસની પરિપકવતા થતાં યથાસમયે વાયુની ગતિ બંધ પણ કરી શકાય છે તથા આ કુંભનું જે સારી રીતે સતત સ્મરણ રાખવામાં આવે તે જે કાંઈ કરવામાં આવે કિંવા ભોગવવામાં આવે, તેમાં પિતાને કશું
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy