SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] દીર્ધકાળ પહેચનાર ઉપજીવિકાના સાધનરૂપ ધન માગ. [ ૩૫ કરીને પણ અંતે અંતઃકરણ જયાં સુધી આત્માકારવૃત્તિરૂપ બનતું નથી ત્યાંસુધીને માટે તે તે સર્વ નિરર્થક જ છે; માટે પ્રાણ પાસના, મને પાસના અથવા બીજા ગમે તે રસ્તે ચિત્તને આત્મસ્વરૂપમાં જ થિત કરવું જોઈએ. એ જ એક સર્વ શાસ્ત્રનું અંતિમ ધ્યેય છે, એમ તું નિશ્ચયાત્મક સમજ. કોઈ પણ પ્રકારની ઉપાસનાનું અંતિમ ધ્યેય તો આ જ એક છે, એ વસ્તુસ્થિતિ સારી રીતે જાણવામાં આવ્યા બાદ હું તને જે સરળ માર્ગ બતાવી રહ્યો છું, તેનું શ્રદ્ધા વડે અવલંબન કર કે જેથી તે વધુ કંઈ પણ ખટપટોમાં નહિ ઊતરતાં સહેજે ધ્યેય પ્રાપ્ત કરી શકીશ. અત્યારસુધી હઠયોગ દૃષ્ટિની પ્રાણપાસના તને કહી હવે સાભાવિક પ્રાણે પાસના કેવી રીતે કરવી તેને વિધિ સંક્ષેપમાં કહું છું. તે પૂર્વે આ સ્વાભાવિક પ્રાણ પાસનાનાં બળ વડે જેણે મૃત્યુને પણ વશ કરેલું (જીતેલું) છે એવા એક કાકભુશું ન દષ્ટાંતનો સંક્ષેપમાં પ્રથમ વિચાર કરીશું કે જેથી આ પ્રાણ પામના તથા મનપાસના બંને ભિન્ન ભિન્ન ફળ આપનારી અથવા નાની મોટી હશે ઇત્યાદિ પ્રકારની લોકોમાં રૂઢ થયેલી ગેરસમજ દૂર થવામાં તે મદરૂપ નીવડશે; તેમ જ સર્વસામાન્ય લોકો જે હગથી કરે છે તેમને પણ આ પ્રાણોપાસનાની સ્વાભાવિક તથા સુલભ રીતીનું જ્ઞાન થશે. પરંતુ પ્રથમ ચિરંજીવી કાકભુશુંડના પરિચય સંબંધે સંક્ષેપમાં વિચાર કરવાની આવશ્યક્તા ઊભી થાય છે. ચિરંજીવીઓની જરૂર શા માટે છે? શાસ્ત્રમાં સૃષ્ટિપ્રલનાં મોટાં મોટાં વર્ણન આવે છે, તે વાંચી અજ્ઞાની લો એવી શંકા કરે છે કે, આવો પ્રલય થાય છે તે જોયું કે મોટા મોટા વિદ્વાન અને પંડિત પશુ આ શંકામાં ગોથાં ખાય છે, તે તે સંબંધે આપણે હવે સંક્ષેપમાં વિચાર કરીશું. આ મિથ્યા જગતમાં જ્યાં સુધી આમાનું પ્રત્યક્ષ એટલે અપરોક્ષ જ્ઞાન નહિ થાય ત્યાંસુધીને માટે તેમાં જે સત્યતા જોવામાં આવે છે. તેમાં ચોક્કસ નિયમો હોવાનું માલમ પડે છે; કેમકે સૂર્ય, ચંદ્ર, વાયુ, અતુઓ વગેરે પોત પોતાનું કામ તદ્દન નિયમિત રીતે કરતા હોવાનું દરેકના અનુભવમાં છે, તે બધાંને ચલાવનાર ઈધર (વક્ષાંક ૨) ડેઈ તે ઈશ્વર પોતે પોતા ની નિયતિ, માયા અથવા પ્રકૃતિશક્તિ (વૃક્ષાંક ૩)નો આશ્રય લઈ તે દ્વારા પોતાની ઈક્ષણરૂપ સત્તા વડે જ આ બધું તંત્ર નિયમિત રીતે ચલાવી રહેલ છે. તેણે આ તંત્રના સંચાલનનને માટે જે નિયમો નિયત કરેલા છે, તે નિયતિતંત્ર કહેવાય છે. આ નિયતિના નિયમો છોડીને બ્રહ્માદિ દેવ થકા પણ કિંચિત્ આમથી તેમ થઈ શકાતું થી. તે નિયત થયેલા નિયમોમાં પ્રથમ બતાવેલા નિત્ય, નૈમિત્તિકાદિ ચાર પ્રકારના પ્રલ જેનારાઓ પણ નિશ્ચિત કરેલા છે. પુરાણોમાં આવતાં વર્ણને સાચાં છે કે ખોટાં? એવી શંકા થવાનો સંભવ હોય છે; કેમ કે મૂઢ લોકે ભૂતકાળની વાતનો વિચાર પ્રસ્તુત સમયની સરખામણી સાથે કરવા મથે છે. તેઓને કલ્પના નથી હતી કે આ જગત તો હંમેશ પરિવર્તનશીલ છે. ગઈ કાલનો દિવસ ફરીથી આજે નથી આવતો. વાસ્તવમાં અજ્ઞાની પર તુ મનમાં પોતાને મોટા જ્ઞાની સમwનાર મૂઢ કે જે વ્યવહારમાં પોતાને મેટા સંશોધક ગણાવે છે. તેમના માનવીય સ્વભાવની સંકુચિત દૃષ્ટિને વિચાર કરીને વિધાતાએ તેવાઓની ખાતરી માટે દરેક યુગમાં અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ એ સાત ચિરંજીવીઓને રાખેલા છે. તેઓ યુગ પૂર્ણ થતાં સુધી સ્વશરીરે વત હોય છે. પુરાણાદિમાં આવતાં વર્ણનની ખાતરી તેમને મળીને અગર પૂછીને કરી શકાય છે, પરંતુ જેમ કોઈ સાહેબને મળવું હોય તો તે છે મળવાના કરેલા નિયમાનસ ૨ જ આપણે વર્તવું પડે છે, તેમ આ ચિરંજીવીઓને મળવાને માટે પણ શાસ્ત્રોમાં બતાવેલા જ૫ તપાદિ તથા ધારણાભ્યાસના માર્ગે જ તેમની સાથે એકતા કરવી પડે છે, તે જ તેમને ભેટો થઈ શકે છે. અશ્વત્થામા, વ્યાસ અને હનુમાનજી તો ઘણાને મળ્યાંના ઉદાહરણે આજે પણ મેજૂદ છે. ઉદેરા એ કે, આ સાત ચિરંજીવીઓએ દરેક યુગમાં જે જે વાત બની તે પ્રત્યક્ષ નજરે જોયેલી હોવાથી કાઈને સંશય હોય તે તેમને પૂછવાથી તેનું નિવારણ થઈ શકે છે. માર્કંડેય એક કપ સુધી ચિરંજીવી હોય છે. કલ્પમાં એક હજાર વખત પ્રશ્નો પ્રલય થાય છે, તે સર્વ તેના જેવામાં આવે છે; તેમજ કાકભુશંડ તે દરેક કલ્પને પ્રલય જોઈ શકે છે. તે મહાક૫ પર્યત ‘ચિરંજીવી' હોય છે; વળી આવાં ધણું બ્રહ્માંડાના પ્રયો પણ તેના જોવામાં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy