SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪]. વૃનીષ વિત્ત નિવેદ જા [ સિદ્ધાન્તાડ ભ૦ ગીર અ૦ ૬/૧૪ પ્રત્યાહાર. આ ઊલટો આહાર કયો? તે ઇતિ અને તેના તમામ વિયેનું ઉત્થાન થતાં જ તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારે સર્વ ઇંદ્રિયોને પોત પોતાના વિષયોમાંથી નિરુદ્ધ કરવો અને અંતઃકરણમાં આત્મા સિવાય બીજા કોઈ પણ પ્રકારનું ઉત્થાન જ થવા નડિ પામે એવી દક્ષા રાખવી તેનું નામ જ પ્રત્યાહાર આમ તમામ ઇંદ્રિયો સહિત પોતે પણ સાક્ષીભાવ છેડી દઈ રવાભાવિક રીતે આત્મસ્વરૂપમાં સ્થિત થવું તેનું નામ જ ઇન્દ્રિયનું અધીનપણું સમજવું અને આ સ્થિતિની પ્રાપ્તિ થવી તે જ કૈવલ્યાવસ્થા, કેવલ્યપદ, હસમધિ, સત્તા સામાન્ય વિા સામાન્ય ચૈતન્ય સાથે તદ્રુપતા થઈ એમ સમજો. ઉપર કહ્યું છે કે, એક વખતે નિકિપ સમાધિ પ્રાપ્ત થઈ એટલે તે કૃતકૃત્ય થાય છે એ ખરું, પરંતુ તેમાંથી ઉત્થાન થયા પછી સહજસમાધિમાં થિર થવાને માટે ફરીથી “તું તે છે' એવા અભ્યાસથી ઊલટો એટલે “ તે તું છે ” એવા અભ્યાસ તો તેને જરૂર હોય છે અર્થાત અત્યારસુધી “હું બ્રહ્મ છું ” એવો અભ્યાસ હતો તેને બદલે નવરને પ્રાપ્ત થશે પછી હવે “બ્રહ્મ એ જ તું છું' એવો પ્રતિ આહાર કરવો પડે છે. આ મુજબના પ્રત્યાહારી તમામ ઈ ક ઘણી જ સારી રીતે અધીન થાય એટલે તે સજાવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. આમ કરવામાં થોડી હઠની જરૂર હોવાથી તેના સમાવેશ પણ હઠયોગમાં થાય છે; એમ અત્રે કહેવામાં આવેલું છે. ધારણું એક જ દેશમાં એટલે કેવળ એક આમસ્વરૂપમાં જ ચિત્તને બદ્ધ કરીને રાખવું તેને શાસ્ત્રકારો ધારણા - કહે છે. પ્રત્યાહારની પરિપકલ આસ્થા તે જ ધાર ૭. પ્રત્યાહારમાં ચિત્તને ઈદ્રિયોના વિષયોમાંથી પરાત્ત , કરવાનો અભ્યાસ કરવો પડે છે. જ્યારે તે અભ્યાસની પૂર્ણતા થઈ ચિત્ત આત્મવરૂપમાંથી કિંચિત્માત્ર પણ ડોલાયમાન થતું નથી ત્યારે તે સ્થિતિનું નામ જ ધારણા સમજે. આમાં હજી દ્રષ્ટાભાવનું બીજ સૂક્ષમ રીતે રહેવા પામેલ હોય છે. ધ્યાન અને સમાધિ ચિતની આત્મામાં તન્મયતા થી અને સાક્ષી કિંવા દ્રષ્ટાભાવનું બીજ પણ શેષ ન રહે તેવી રીતે નફન તદાકાર થઈ જવું તે ધ્યાન તથા ધ્યાનની આ મુજબની પરિપકવતા એટલે ધ્યાનની આત્મામાં હજભાવે એકાકાર સ્થિતિ થવી તે જ સમાવિ છે અર્થાત જ્યારે ધ્યાન કેવળ અર્થ (ય) ૨૧ બની શન્ય એવા એક સત્તા સામાન્યપ થઈ જાય છે, એટલે પ્રયત્ન વગર જ સામાન્ય ચૈતન્ય સાથે એકરૂપ બની જાય છે ત્યારે તેને જ સમાધિ કહે છે. સહજસમાધિ તે આ જ. આ રીતે સહજસમાધિની પ્રાપ્તિ કરનારો યોગી બહુમાન કહેવાય છે. સમાધિ કોને કહેવી, તે સંબંધે શાસ્ત્રમાં આ મુજબનું સ્પષ્ટીકરણ છેઃ “ દ્રષ્ટાદશ્ય ગેર સર્વ ચિદ્ર છે, એ જ્ઞાનને લીધે અખંડ અનુભવી રહ્યા કરે એને જ સમાધિ શબ્દ વડે કહેવામાં આવે છે, કેમ કે તે વડે ચિતલિક્ષિણ ન રડતાં સ શાંત જ રહે છે. દ્રષ્ટદા વગેરે સ એક જ છે અને ચિપ છે, એવો જ્યારે અપક્ષ અનુભવ થાય છે ત્યારે તે પોતાની મેળે જ એક અખંડ સમાધિની અંદર રહે છે" ( નિ૦ ઉ૦ ૦ ૪૫, ૦ ૩૭) સહજસમાધિ ધારણા, ધ્યાન અને સમાધિ એ કમેકમે એક કરતાં એક એવી પરિપકવ દશાઓ જ કહેવાય છે. જેવી રીતે દૂધને ચૂલા ઉપર રાખીને ઉકાળવામાં આવે તે આતે અંતે તે ઘટ્ટ બનતું જાય છે તથા આખરે તેનો માવો બની જાય તેમ આ ત્રણે તમે કમે ચિત્તની પરિપકવ દશાઓ જ છે. ભિનભાવ છોડીને આ ત્રણને એકત્ર થઈ જવું તે જ સંયમ. આ રીતે આત્માનાત્મ ભાવ તથા તેને સાક્ષી એ સર્વ ભેદનું નિરસન થઈવભાવસિહ એકરૂપતા થવી તે જ સહજસમાધિ કહેવાય. શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે: હે પાર્થ! મેં તને પ્રાણ પાસતા પૈકી એગમાર્ગનાં આઠે અંગનું રહસ્ય સંક્ષેપમાં કહી સંભળાવ્યું. તે ઉપરથી તું જાણું શકીશ કે, આટલું બધું
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy