SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર]. ના વાસ્તુક્ય કુતરા અશ્વિત છે . [સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅહ ૬/૧૪ યાદા (ડાઓ) રૂપે છે. તાત્પર્ય કે, પ્રાણપાસના કરનાર આ રીતે આ પ્રાણ અપાનનું સારી રીતે જ્ઞાન મેળવી, પાપ અને આસક્તિથી રહિત બની તમામ વિષયોમાંથી આસકિતને કાઢી નાખવી અને હું પ્રાણપાનથી પણ પર એવો આત્મા જ છું, એ રીતેની દરેક શ્વાસોચ્છાસ લેતી વખતે ધારણ કરવી એ જ મુખ્ય પ્રાણપાસના છે, એમ જાણવું. ઉસ અને નિઃશ્વાસ નામના આ બે વાયુઓ શરીર રહે ત્યાંસુધીને માટે એકધારી રીતે રહેલા છે તથા તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તમાં પણ સર્વદા સમરૂપે જ રહે છે; તે જ સમસ્ત નાડીઓમાં ગતિ કર્યું જાય છે. આ નિરંતર ચાલનારા પ્રાણવાયુની ગતિ અત્યંત સૂમ હોવાને લીધે તે સાધારણ લોકના અનુભવમાં આવતી નથી, પરંતુ સૂક્ષ્મદર્શી અભ્યાસી યોગી જ તેને ન ગી શકે છે અને તેની દરેક ગતિ સાથે પોતે તદ્રુપ અથવા આત્મરૂપ છે એવી ભાવના નિત્યપ્રતિ તે કરતો રહે છે, જેથી દુઃખદાયક એવા મૃત્યુના પાશમાંથી તે છૂટી શકે છે અને નિર્વાણુરૂપ પરમપદને તથા શાંતિના સ્થાનને પ્રાપ્ત કરે છે. કેવળકુંભક એટલે શું? અષ્ટાંગયેગા પિકી (૧) યમ, (૨) નિયમ, (૩) આસન તથા (૪) પ્રાણાયામ સંબંધમાં કેટલુંક વર્ણન ઉપર આપવામાં આવેલું છે. તેમાં કહેવામાં આવેલું જ છે કે, જેમાં વાયુને શ્વાસધારા અંદરથી બહાર કાઢવામાં આવે છે, તેવા વાયુની જે ગતિ તેને બાહ્યવૃત્તિ અથવા રેચક પ્રાણાયામ કહે છે તથા જેમાં વાયુને શ્વાસધારા બહારથી અંદર ખેંચવામાં આવે છે એટલે આ પ્રમાણે વાયુની જે ગતિ તેને પૂરક પ્રાણાયામ કહે છે. તેમ જ વાયને અંદર ખેંચ્યા પછી અને પુનઃ બહાર કાઢવામાં આવે તે પહેલાં અર્થાત એ બે ક્રિયાઓની વરચેની સંધિ અવસ્થામાં તેને જે અંદર ને અંદર જ રોકી રાખવામાં આવે છે, તેને સ્તંભત્તિ અથવા કુંભક પ્રાણાયામ કહે છે. પ્રાણવાયુનો આ વિલોમ પ્રકાર હોઈ અનલેમ પ્રકાર એથી વિપરીત હોય છે (જુઓ પૃષ્ઠ ૩૪૦-૩૪૧ ). ઘડો જેમ પૂર્ણ ભરાઈ જવાથી તેમાંનું જળ તદ્દન નિશ્ચળ રહે છે અને બિલકુલ રેવં છેલ થતું નથી, તેમ શરીર પણ વાયુથી પૂર્ણ થવાથી તેમાંને વાયુ પશુ તદ્દન નિશ્ચળ થાય છે; માથી જ તે સ્તંભત્તિ અથવા કુંભક કહેવાય છે. પ્રાણાયામના આ મુખ્ય ત્રણ પ્રકારે છે. કુંભકના અનુલામ તથા વિલોમ પ્રકારે પણ (પૃઇ ૩૪ ૨-૩૪૧) ઉપર કહેવામાં આવેલા છે. આ ત્રણે પ્રકારનો પ્રાણાયામ જેમ જેમ યોગીનો અભ્યાસ વધે તેમ તેમ દેશ, કાળ તથા સંખ્યાના પરિમાણથી સૂક્ષ્મ અને દીર્ધા થતા જાય અભ્યાસ ભેદવડે પ્રાણાયામમાં સઘમ, વિદ્યમ, સગર્ભ; અગર્ભ, લક્ષ્ય અને અલક્ષ્ય, એવા છે ભેદો પડે છે, જે પ્રથમ કહેવામાં આવ્યું છે. (પૃષ્ઠ ૩૩૪ જુઓ). આ પ્રાણાયામને ક્રમે અભ્યાસ કરતાં કરતાં સાધકને પ્રથમ શરીરમાં પરસેવો છૂટવા માંડે છે; તે અધમ પ્રાણાયામ સમજવો. ત્યારબાદ વિશેષ અભ્યાસ થતાં શરીરમાં કંપ છૂટે છે, તે મધ્યમ પ્રાણાયામ હોઈ અતિશય અભ્યાસથકી જમીનથી અદ્ધર થઈ આકાશમાં ઊંચે ઉડયન થવાને અનુભવ થાય છે, તે પ્રાણાયામને ઉત્તમ સમજ. આ મુજબ ઉત્તમ પ્રાણાયામની પ્રાપ્તિ થતાં સુધી સાધકે સતત અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. આ પ્રમાણે પ્રાણાયામની અભ્યાસ વડે સિદ્ધતા થયા પછી સ્થિરકુંભક અથવા કેવળકુંભક નામનો ચોથો સહજ પ્રાણાયામ સાધ્ય થયા છે. તે પ્રાણાયામમાં નિઃશ્વાસ દ્વારા બહારથી અંદર લીધેલો વાયુ નાસિકાઠારા ઉઠ્ઠાસરૂપે ફરીથી બહાર નહીં નીકળતાં અંદર ને અંદર જ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરકાદિ ચક્રોમાં પ્રવેશી કુંડલિનીનુ ઉત્થાન કરી અનાહત ચક્રમાં થઈ સીધો મેરુદંડના માર્ગે સુષુણ્ણા નાડી દ્વારા ક્રમે શરીરમાંના મુખ્ય એવાં નું ભેદન કરી અને બ્રહારધમાં જઈ આત્મસ્વરૂપમાં સ્થિત થાય છે તે માટે હવે ટચમેદનવિધિ સંબંધે વિચાર કરવો જરૂરી છે. પચ્ચકોના ભેદનની વિધિ યોગાભ્યાસ મુનિએ પ્રથમ તે ઉપર બતાવ્યા પ્રમાણે આસન સિદ્ધ કરી પિતાનું મૂળ (ગુદા) દ્વારા પગની પાની વડે બંધ કરવું. જે પ્રાણુરૂપ એક જ વાયુ સ્થાનભેદ વડે અપાનરૂપે બનેલો હોય છે, તેને ગુદાદ્વારમાંથી બહાર નીકળતે રોકી દઈ પ્રથમ મૂલાધારમાં લઈ જવો. આ મૂલાધારચક્ર ગુદા સમીપ હેઈ તેને ચાર દળો છે. , , , એ ચાર તેને બીજાક્ષ હેઈ ઓગળેલા સુવર્ણ જેવું છે. તેની અતિ ચાણ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy