SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ] વા વાય દ્વારા જખ્ય– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી અ૦ ૬/૪ સિદ્ધિઓને આત્મપ્રાપ્તિમાં સહેજે ઉપયોગ નથી. શ્રીભગવાન આગળ કહે છે: હે પાર્થ! વધુ શું કહું? આ રીતે પેગમાર્ગ દ્વારા અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ તેને આત્મપ્રાપ્તિમાં કિંચિત્માત્ર પણ ઉપયોગ હે નથી, એટલું જ નહિ પણ તે સિદ્ધિઓ તે મનુષ્યને સત્યવરૂપની પ્રાપ્તિમાં વિધ્વરૂપ છે; પરંતુ આ મૂઢ લો કે તે તેની પાછળ જ મંડ્યા રહે છે અને પોતે પોતાની જાતે જ પોતાનો વિનાશ કરી લે છે. આત્મસિદ્ધિ વિના બીજી કોઈ પણ સિદ્ધિને સિદ્ધિ કહી શકાય જ નહિ; માટે તેવી નિરર્થક સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો મોહ તને ન થાય એટલા માટે સ્પષ્ટતાથી આ વિવેચન કરેલું છે ( સિદ્ધિઓ માટે ભા કું, ૧૧, અ ૧૫ જુઓ). દેહમાં નાડીઓ દ્વારા થતી શ્વાસની ગતિ હવે આ યોગમાર્ગ વડે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ કૃતકૃત્યતા શી રીતે થાય. એવા પ્રકારની પ્રાણોપાસનાના માર્ગ સંબંધે સંક્ષેપમાં વિચાર કરવાનો રહ્યો. આ દેહરૂપી ઘર કે જે કફ, વાત અને પિત્ત એ રીતે ત્રણ દોષોવાળું; પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ તન્માત્રા તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારવાળું; રુધિર, માંસ તથા વસાદિના લેપનવાળું તથા હાડકાંરૂપી લાકડાવાળું તેમ જ સર્વત્ર આત્મપ્રકાશ વડે વ્યાપેલું છે. તેની અંદર રહેલું અંતઃકરણ કે જેમાં આત્માનું રહેઠાણ છે જેમ ઉપનિષદાદિ શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે, તેનું સાચું જ્ઞાન થતાં સુધીને માટે તેમાંથી નીકળતી બોતેર કરોડ, બોતેર લાખ, દશ હજાર, બસ ને એક * નાડીઓ વડે આ સપ્ત ધાતુનો બનેલો દેહ સારી રીતે મજબૂત બંધાયેલો છે. આ દેહની અંદર ડાબા પડખામાં ઈડ નામની તથા જમણા પડખામાં પિગલા નામની કોમળ અને અતિ સુકમ નાડી રહેલી છે. આ બે નાડીઓ અતિ સૂક્ષ્મ હોવાને લીધે આખા દેહમાં પ્રકટરૂપે જોવામાં આવતી નથી, પરંતુ નાકના પુત્રોના શ્વાસોશ્વાસરૂપ પ્રાણ અપાનના સંચારના ચિહ્ન ઉપરથી જાણી શકાય છે. હૃદયની વ્યાખ્યા તથા પ્રાણાપાનને શરીરમાં પ્રવેશ અંતઃકરણમાં ( હૃદયમાં ) કમળ અને એકબીજાની સાથે મળતાં કુમળાં પત્રોવાળાં, હાડકાં અને માંસ વડે ગોઠવાયેલાં, ઊંચી નાળાવાળાં અને જાણે કે કમળોની ત્રણ જોડીએ રૂપે ત્રણ યંત્ર ન હોય ! તેવાં ત્રણ કમળ હેાય છે (અતઃકરણ કિવા હદયની વ્યાખ્યા આગળ આપવામાં આવશે.) આ કમળની પાંખડીઓ સઘળા દેહમાં આકાશમાં ફરનારા નિઃશ્વાસ એટલે બહારથો અંદર લેવામાં આવતા શ્વાસ૩૫ વાયુના અમૃતના સિંચનથી સહેજ ઊઘડે છે તથા ઉરસ એટલે અંદરથી બહાર નીકળતારા સાસરૂ૫ વાયુ વડે જરાક બિડાઈ જાય છે અર્થાત તે ઉસ એટલે પ્રાણવાયુ વડે ઘેરાઈને સહેજ સંકેચાઈ જાય છે તથા નિઃશ્વાસ એટલે અપાન વાયુથી ઘેરાઈને સહેજ ઊધડે છે. આ રીતે દરેક વાસોસ વખતે ઉઘાડવાની થતી એ ક્રિયા ચાલ્યા જ કરે છે. જેમ અરણ્યમાં પવન વડે વેલનાં પાંદડા હાલતાં ચારે બાજુએ આમથી તેમ અને તેમાંથી આમ લડેલ થયા જ કરે છે, તેમ આ હદયકમળાની પાંદડીઓ ડોલતાં અંદરનો વાયુ વધે છે અને વધેલે એ વાય હદયમાંથી નીકળતી ઉપરથી નીચે જનારી નાની મોટી તમામ નાડીઓ દ્વારા સર્વ શરીરમાં પ્રસરી જાય છે. આ હદયમાં વાયુ જ દેહમાં જુદે જુદે સ્થળે સ્થાન કરીને જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ કરે છે. તાત્પર્ય છે . શરીરમાં ર હલન ચલન, પ્રસરણ, વધવું, ઘટવું. સંકોચાવું ઇત્યાદિ છ વિકારે અને તેની તમામ ચેષ્ટાઓ થતી જોવામાં આવે છે, તે સર્વ વાયુ વડે જ થાય છે. જે ચેષ્ટાઓ ઉપરથી વિદ્યાને એ આ એક જ વાયના સ્થાનમેદવશાત્ પ્રાણ, અપાન, બાન, ઉદાન અને સમાન; એ રીત મુજબ પાંચ ભેદ કરેલા છે. • આત્મા અતઃકરણમાં રહે છે અને જેમ સૂર્યમાંથી કિરણે નીકળી તે સત્ર પોતાને પ્રકાશ પ્રસાર છે, તેમ અતઃકરણમાંથી મુખ્ય એસ એક નાડીઓ નીકળી તે દરેકનો સે સે શાખાઓ છેઆ રીતે નાડીના કુલ સંખ્યા ૧૦૦૦ થાય છે. આ શાખાપ દરેક નાડીઓની બેતર હનર પ્રતિ શાખાઓ છે. આ પ્રતિ નાડીઓની સંખ્યા બેતર કરોડ, બતેર લાખ થાય છેઆ રીતે કલ નાડીઓની સંખ્યા ૭૨,૭૨,૦૦,૦૦૦+૦,૦૦+૧=૨,૭૨,૦૨૦૧ બેતર ડ, બિતેર લાખ, જરા હN૨, બસે ને એક થાય છે (જો પ્રોપનિષદ્ર પ્રશ્ન , મંત્ર છે)
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy