SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] હે નચિકેતા! આ વરને નહિ પણ બીજા કેઈ વરને માગ, [૩૪૩ કદાચિત કૌતસ્થી વધારે બહાર આવે છે, તો પણ તે નાસિકાના અગ્ર ભાગે જ આવીને અટકે છે. આથી દષ્ટિ અંતર્મુખ થઈ જાય છે અથવા જે બહાર આવે તો નાસિકાના અગ્રભાગ ઉપર જ તેને નિવાસ અવિચળ થાય છે, જેથી બીજી દશાઓમાં જોવાનું અથવા તો રવરૂપને જોવા માટે વાટ જોવાપણું યા સાક્ષીભાવપણું વગેરે પોતાની મેળે જ અટકી જાય છે. ટૂંકમાં, આમાવ્યતિરિક્ત અન્યત્ર જેવાની ઈચ્છાનો સદંતર લેપ થાય છે. એ પછી ગળાની નળી અંદર બેસી જવા પામે છે. હડપચી ગળાની નીચેના ખાડાને વળગે છે અને તેના ઉપર જ દઢ થઈ તે ઉરને દાબી રાખે છે. હે પાંડુકુમાર ! એ પછી કંઠમણું દેખાતું બંધ થાય છે. એ પ્રમાણેની જે આ મુદ્રા થાય તેને “જાલંધરબંધ”ના નામથી ઓળખવામાં આવે છે, હે અર્જુન ! તે વખતે ગુદાદ્વારના ભાગમાં અને નાભિની નીચેના ભાગમાં જે મુદ્રા બને છે તેને “ઉોયાબંધ'ના નામથી કહેવામાં આવે છે. કુંડલિનીનું ઉત્થાન થવા પૂર્વેની સ્થિતિ આ રીતે શરીરના બાહ્ય ભાગના અભ્યાસક્રમનો આરંભ થયે એટલે મનને ધમે રે ચંચળતા તેનું બળ લુપ્ત થવા પામે છે. તે સમયે થતા મનના ધર્મો વિસ્તારથી કહું છું, તે સાંભળ. કલ્પના ખૂટી જાય છે, મનની દોડાદેડ ઓછી થઈ જાય છે, મનના વિકાર પોતાની મેળે જ ધ થયેલી દેખાય છે, ભૂખ પણ કયાંય ભાગી જાય છે, નિદાનું પણ કયાંય વિસર્જન થવા પામે છે, તેનું સ્મરણ પણે અવગણે રડેનું નહિ હોવાથી તેનો પત્તો લાગી શકતો નથી. “મૂલબંધ” વંડ રોકાયેલા અપાન વાયુ પાછો ફર્યો એટલે તે એક જગ્યાએ સહજ રીતે અટકી જઈ થડે કુલે છે. તેનો ક્ષોભ થવાથી એટલે તેને નીચે જવાને માર્ગ નહિ મળવાથી તે બળવાન થાય છે અને તે જે સ્થાનમાં અટક્યો હોય તે સ્થાનમાં ગડગડાટ ઉત્પન્ન કરે છે તથા રહી રહીને લિંગચક્ર સાથે અથડાયા કરે છે. આ રીતે ઉત્પન્ન થયેલું અપાન વાયુનું તેફાન પેટમાં નાભિની આજુબાજુએ ઉથલપાથલ કર્યું જાય છે અને બાલ્યાવસ્થાથી શરીરના રોમે રોમની નાની મોટી તમામ નાડીઓમાં એકત્ર થયેલા મેલને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તે વાયુ પેટની નીચેના ભાગ તરફ નહિ વળતાં ઊલટો ઉપરના કોઠામાં પ્રવેશ કરે છે, અને કફ તથા પિત્તનો નાશ કરે છે. તે સપ્તધાતુનાં સ્થાનાનું ઉલ્લંઘન કરી જાય છે, મેદના પર્વતને ફેડી નાંખે છે, હાડકામાંના રસને બહાર કાઢે છે, તમામ નાડીઓને છૂટી પાડે છે, અવયવોને શિથિલ કરે છે અને આ યોગની સાધના કરનારને પ્રથમ તે ભયમીત બનાવી મૂકે છે. પરંતુ એથી જરા પણ ગભરાવું નહિ. આ વખતે તે શરીરમાં વ્યાધિને ઉત્પન્ન કરે છે ખરો, પરંતુ એ વ્યાધિ તે આજસુધી શરીરમાં જે મેલ એકત્ર થઈ સડી ગયેલ હોય છે તેને સાફ કરી નાખવા પૂરતો હોવાથી થોડા સમય બાદ શરીર સાવ નીરોગી બની જાય છે; તેમ જ તે કદાદિ ભીનાશવાળા પદાર્થો તથા માંસાદિ જડ અથવા શુષ્ક પદાર્થોને એકત્ર કરે છે. કુંડલિનીના ઉત્થાનની શરૂઆત હે અર્જુન! આ રીતે એક તરફ જ્યારે શરીરની તદ્દન શુદ્ધિ થતી જાય છે ત્યારે એની બીજી બાજીએ તો વળી જુદો જ વ્યાપાર ચાલે છે. આસનની ઉણુતાને લીધે “કુંડલિની” નામની મહાશક્તિ જાગૃત થાય છે. કુંકુમ વડે મંડિત કરેલાં નાગણનાં બચ્ચાં જેવી રીતે ગૂંચળું વળીને સૂઈ જાય છે, તેવી જ રીતે આ નાના સાડાત્રણ ગૂંચળાવાળી કુંડલિની નીચે મોટું કરીને સર્ષની જેમ સૂતેલી હોય છે. તે સૌદામિની એટલે વીજળીની જેમ ચકચકાટ કરનારા હીરાના કંકણુ પ્રમાણે અથવા અગ્નિજવાલાની ઘડી પ્રમાણે અથવા તો ઘસીને ચકચકિત કરેલા સુવર્ણનાં ગૂંચળા પ્રમાણે નાભિનંદમાં જે દબાઈને બેઠેલી હોય છે તે મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્રોનું ભેદન કરી આ મણિપૂરચક્રમાં આવેલા પ્રાણપાન વાયુને વિલય થયા બાદ શેષ રહેનારા શુદ્ધ મહાપ્રાણવાયુરૂ૫ મૂલબંધની ચૂંટીથી એકાએક જાગૃત થાય છે. તે સમયે નક્ષત્ર પડતી વખતે તે જેવી રીતે ચકચકાટ કરે છે કિવા સૂર્યબિંબ ડોલાયમાન થાય કે પછી તેના બીજને અંકુર આવીને તેનો વિસ્તાર થવા પામે છે, તેમ એ “કંડલિની” પોતાના ગૂંચળાને સરળ કરીને આળસને છોડી દઈ નાભિ ઉપર ઊભી રહેલી દેખાય છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy