SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨] अन्यं वर नचिकेतो वृगीय (સિદ્ધાન્તાક ભ૦ ગીર અ૦ ૬/૧૪ એવા એક સ્થાને બેસી મનની વાભાવિક થિર જ્યાં વધુ પ્રમાણમાં થાય ત્યાં રહી આસન દઢ કરવું. આ સ્થાન પ્રકાર થયો. આસનને પ્રકાર સૌથી ઉપરના ભાગમાં ઘોયેલાં વચ્ચેની ઘડી, તેની નીચે કરણજિન (કાળિયાર મૃગનું ચામડું) અને તેની નીચે સામ દર્ભનું આસન લેવું જોઈએ, તે દર્ભ કોમળ, એક સરખા અને પિતા ની મેળે જ એક સ્થાને રહી શકે એવા અર્થાત અસ્તવ્યસ્ત નહિ પણ વ્યવસ્થિત ગુંથાએલા હોવા જોઈએ; વળી તે આસન જે ઊંચું શરીર ડાલવાનો સંભવ રહે છે અને બહુ જ નીચું હોય તો ભૂમિની શીતળતા આદિ દોષાથી શરીરને અપાય થવાનો ભય હોય છે; એટલા માટે ઊંચુ પણ નહિ અને નીચું પગુ નહિ એવા પ્રકારના સમ આસનની યોજના કરવી. ત્યારબાદ તે સ્થળમાં મનની એકાગ્રતા કરી સદ્ગુરુના સ્મરણ સહિત આત્મસુખને અનુભવ લે. તે સ્થાનમાં અહંભાવને લોપ થઈ જાય અને અંતર્બાહ્ય સાત્વિક ભાવ ઉત્પન્ન થતાં સુધી આદરપૂર્વક સ ગુરુનું સ્મરશું કરતાં રહેવું. વિષયનું સ્મરશું નહિ રહે; ઈન્દ્રિયો તથા તેના વિષયની તમામ ઈચ્છાઓને સદંતર લેપ થાય અને મનની ચંચળતા મટી તેનો હદયમાં સ્થિરતા થાય, એ રીતે સહજભાવે ઐય થતાં સુધી તે સ્થાનમાં રહેવું. મનની ચંચળ મટી તે પ્રબોધને પામે ત્યારે આસન ઉપર સ્થિર થવું અને અંગ વડે અંગને સંકોચ કરવો એટલે શરીરને તદ્દન સ્થિર કરવું, સહેજ પણ આમથી તેમ હાલવા કે પસરવા દેવું નહિ તથા અપાનવાયુ વડે પ્રાવાયુનો નિરોધ કરો. આ વાત અનુભવથી સિદ્ધ છે. એવા પવિત્ર સ્થાનમાં નિવાસ કરવા થકી કૃત્તિ પ્રકૃતિમાંથી નિવૃત્ત થઈ સહજસમાધિ સાધ્ય થાય છે અને આવા પ્રકારે સિદ્ધ થયેલા આસન ઉપર બેસતાં સર્વ અભ્યાસ પોતાની મેળે જ પૂર્ણ થઈ જાય છે. ગાસન તથા મુકાઓનું વર્ણન હવે આસન તથા મુદ્દાઓની મહત્તાનું વર્ણન કરું છું તે સાંભળ. પેટની નીચેના બસ્તિના ભાગની સાથે પગને અડાડીને આસન જમાવવું. એક પગ ઉપર બીજો પણ વાંકે રાખીને પગની પાની ગુદાસ્થાનને અડાડી થિર અને દઢ રાખવી. જમણા પગને નીચે રાખી તે વડે વૃષણથી તે ગુદાસ્થાનપર્યંતની વચલી સંધિરેષાને વચ્ચે દબાવી અને ત્યાર પછી જમણા પગની ઉપર ડાબો પગ સહજ ચઢાવો. અપાનધાર અને શિશ્નની મયમાં જે ચાર આંગળ જગ્યા હોય છે, તેમાંથી આગળ પાછળ દોઢ દોઢ આંગળ જેટલી જગ્યા ડેડી વચ્ચે જે એક આંગળ જેટલી જગ્યા શેષ રહે, તે જગ્યાએ શરીરને સમતોલ રાખી, પગની પાનીના ઉપરના ટેરવાવાળા ભાગ વડે તેને દાબી રાખવી. શરીરને ઊચકી રાખેલું છે એમ નહિ જણાવતાં પીઠના અસ્થિપંજરના છેવા ભાગને ઉપાડો (ઊ કરો) અને તે જ પ્રમાણે બંને પગના ગોઠણને સરળ રાખવા. હે પાર્થ ! આમ કર્યા પછી સમસ્ત શરીર બંને ગોઠણ ઉપર આધાર વિના પોતાની મેળે જ સ્થિર રહે છે. હે અર્જુન ! એ “મૂલબંધ” નામક આસનનું લક્ષણ છે. એને જ બીજું વજાસન એવું ગૌણ નામ આપવામાં આવેલું છે. આ રીતે મૂલાર બંધ કરવાથી નીચેનો માર્ગ બંધ થાય છે અને તેથી અપાન વાયુ અંદર રહે છે એટલે કે બહાર નીકળવા નહિ પામતાં તેનું લેહચુંબકની જેમ અંદરખાને જ આકર્ષણ (ખેંચાણુ) થવા માંડે છે. ત્યાર પછી ડાબા પગ પર સહજ ભાર રહે એ રીતે બંને હાથ દ્રોણાકાર (ડિયાના આકારની જેમ) કરીને રાખવા એટલે એથી સ્વાભાવિક રીતે જ અંધ ભાગ ઉચ થાય છે. ત્યારપછી શરીર સ્થિર રહેવાથી શિર કમળ કાંઈક અંદર પેસે છે અને તેથી આંખોનો પાંપણે ઢળવા માંડે છે; ઉપરની પાંપણ નીચે આવે છે તથા નીચે ી નાચે જ થિર રડે છે. એમ છતાં નેત્રોની અડધી ઉઘડેલી અને અડધી મીંચાયેલી એવી (અન્માનિત) દષ્ટિ થાય છે. એ મુજબ ઘણે ભાગે તે દ્રષ્ટિ અંદરની અંદર સ્થિર થઈ રહે છે અને જે • શહેરમાં સ્થાપવામાં આવતા યારાવાસ ભવાને સ્થાનક નિપાગી જ ગણાય, તે આ વિવેચન ઉપરથી સારી રીતે જાણી શકાય તેમ છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy