SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] આ લેકમાં એવા પ્રકારનો સંશય છે કે [ ૩૩૧ કેવળ પરાક્ષજ્ઞાન થવાથી આ સંસારરૂપ શ્રાંતિ કદી મટી શકતી નથી; કેમ કે પરોક્ષજ્ઞાનવાળે પુરુષ જગતને બ્રહ્મરૂપ જાણો હેવા છતાં પણ અંદરખાને જગતની સત્તાને બ્રહ્મથી કાંઈક જુદી જ માન્યા કરે છે, એટલે તેના મનમાં સૂક્ષ્મ રીતે દૈતભાવના તે સિલક જ રહેવા પામેલી હોય છે; પરંતુ વિજ્ઞાન એટલે “હુભાવને તેના સાક્ષીસહ જેણે પ્રત્યક્ષ વિલય કરે છે, એવા અપરોક્ષજ્ઞાનવાળો આત્મસાક્ષાત્કારી છવમુક્ત પુરુષ તો આ અહેમમાદિ તમામ દશ્ય જાળરૂપ સંસારને સ્વમની જેમ તદ્દન બાધ પામી ગયું છે એવું આત્મસાક્ષાત્કાર વડે દેખે છે; એટલે કે જાગૃત થતાં જેમ સ્વમનો બાધ થઈ જાય છે, પછી તે સત્ય હતું એવી ફરીથી કદી પણ ભ્રાંતિ થતી નથી, તેમ “હ” ભાવનો તેના સાક્ષી સહિત વિલય થતાં અવશેષ રહેનારું આ જગત કેવળ એક આત્મસ્વરૂપે જ પ્રતીત થાય છે. આ પ્રમાણેનું અનુભવસિદ્ધ અપરોક્ષજ્ઞાન થતાં આ જગતરૂ૫ ભ્રાંતિને કાયમને માટે બાધ થઈ તે છે, હતું કિવા હશે એવી ફરીથી કદી પણ ભ્રાંતિ થતી નથી; એટલા માટે પરોક્ષજ્ઞાનનું “જ્ઞાન” અને અપક્ષજ્ઞાનનું વિજ્ઞાન” એવું નામ છે. આ વિજ્ઞાન એ જ સાક્ષાત્કાર કહેવાય. સર્વત્ર આત્મા જ છે, આત્મા વિના બીજું કાંઈ પણ છે જ નહિ એવા પ્રકારના પરોક્ષ અને અપરોક્ષ નવિનાનથી તૃપ્ત થયેલો એ જીવન્મુક્ત મહાત્મા, કુટસ્થ એટલે સોનીની એરણની જેમ તે સ્થિતિમાં જ તદન અચળ કિવા સ્થિર થયેલો હોય છે. કુટરને સોનીની એરણની ઉપમા આપવાનું કારણ એ છે કે, તેની ઉપર સેનાના ગમે તેટલા આકાર કિંવા ઘાટ ઘડાય છતાં એરણ તે એકની એક જ હોય છે, તે જરા પણ ડગતી નથી અને તેને કાંઈ થતું પણું નથી. ઊલટું તે વધુ ચળકે છે; તેમ ગમે તેટલા આકારોને ભાસ થવા છતાં આત્મા તો તદન નિશ્ચળ જ હોય છે. આ બધાં સ્થળ અને સૂક્ષમ ઇદ્રિ તથા તેના વિડ્યો આત્મસ્વરૂપ જ છે. એ રીતના દઢ નિશ્ચય વડે તમામ ઇકિયોને જેણે જીતી લીધેલી છે એ વિજિતેન્દ્રિય, તેમ જ પથ્થર અને તેનું એ બંનેને જે સમાન એટલે આત્મસ્વરૂપ જ દેખે છે, એવા પ્રકારની સર્વાત્મપણથી યુક્ત એવી સમભાવનાવાળો અને યુક્ત અર્થાત નિત્યપ્રતિ આત્મામાં જ સ્થિર થયેલો હોય તે જ ખરો મેગી એટલે જીવન્મુક્ત કહેવાય છે. सुहृन्मित्रायुदासीनमध्यस्थद्वेष्यबन्धुषु । साधुष्वपि च पापेषु समबुद्धिविशिष्यते ॥ ९ ॥ સર્વત્ર સમાન દૃષ્ટિ સુહદ એટલે શુદ્ધ હદય અને અકારણ ઉપકાર કરનારે, મિત્ર, શત્રુ, ઉદાસીન એટલે સંબંધ વિનાને, મધ્યસ્થ એટલે પક્ષપાતરહિત હોય તેવો, ડ્રેષ્ય એટલે દ્વેષ કરવા લાયક તથા બાંધવ એટલે સંબંધી, સાધુ ફિવા ગમે તેવો મહાનમાં મહાન પાપી હોય છતાં તે તમામની પ્રત્યે જેની બુદ્ધિ સર્વાત્મભાવને લીધે સમાન થઈ હોય તેવા એટલે હંમેશાં એક આત્મામાં જ રત થયેલા પુરુષને આ સુહદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ કરવા યોગ્ય, પ્રીતિ રાખવા યોગ્ય, બાંધો, સાધુ તથા મહાનમાં મહાન પાપી છે એવી મિથ્યા ભાવના કયાંથી ઉદ્દભવે? અને જે તેવું કાંઈ હોય તે તે પોતાનું જ સ્વરૂપ છે અને પોતે તે અવિનાશી, કુટસ્થ, વિકાર રહિત, તદન શબ્દ એ આત્મા જ છે, તેમ આ સર્વે પણ “તત”૩૫ જ છે, એવા પ્રકારે જેની બુદ્ધિ સર્વત્ર સમાન દષ્ટિવાળી થયેલી હોવાથી તે જ સર્વથી શ્રેષ્ઠ અર્થાત જીવન્મુક્ત છે. જગતને સર્વ વ્યવહાર સુખ અને શાન્તિને માટે જ ચાલુ છે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે: હે અર્જુન! આ જગતમાં જે જે કાંઈ ઉદ્યોગો થતા જોવામાં આવે છે, તે સર્વ કેવળ સુખ અને શાંતિની ઈચ્છાથી જ થાય છે; પરંતુ આ સુખ અને શાંતિનું ખરું સ્થાન માલુમ નહિ હોવાથી પ્રત્યેક જીવે પોતપોતાના મનની ભાવના વડે અમુક કરવાથી સુખ મળશે એમ માની લઈ ઉદ્યમ કરતા રહે છે અને જીવનો સ્વભાવ છે કે, જે જે અભ્યાસ કરે છે તે અભ્યાસના બળ વડે તે તેવો તે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy