SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ર ] लोकादिमग्नि तमुवाच [ સિદ્ધાનકાર્ડ ભ૦ ગીઅત્ર પર પશુતુલ્ય વ્યવહાર કરવાની તારા અંતરની મનોવાંછના કિવા મનીવાનું જ હોતક હેવાથી દાંભિકતા જ ગણાય; કારણે કે, વર્ષો થયા આ વ્યવહારમાર્ગનું એટલે ગૃહસ્થી જીવનનું અવલંબન કરવા છતાં પણ તે માર્ગદ્વારા આજસુધી આત્મપ્રાપ્ત થઈ શકી નથી; માટે આ ગૃહસ્થાશ્રમમાં રહીને આત્મપ્રાપ્તિ કરવાને માટે તું નાલાયક પુસ્વાર થયો છે, એટલા માટે હવે એ માર્ગને મેહ છોડી યેયપ્રાપ્તિમાં વિક્ષેપરૂપ નીવડનારાં અને મેહમાં ફસાવનારાં આ સર્વ ગૃહસ્થાશ્રમોચિત બાહ્ય વ્યવહારસાધનનો ત્યાગ કરીને સન્યાસી બનવાને માટે સંન્યાસાશ્રમની વ્યવસ્થા શાસ્ત્રોમાં કહેવામાં આવેલી છે. પરંતુ જે કઈ વ્યવહારમાં રહીને આત્મપ્રાપ્તિરૂ૫ ધ્યેયની પ્રાપ્તિ કરી બતાવે તે તેને માટે આ વર્ણ અને આશ્રમાદિ બંધનેના પાલનની જરૂર રહેતી નથી; કારણ કે, આત્મપ્રપ્તિને માટે વ્યવહારપ્રપંચ બાધ કરી શકે એમ નથી. જે અંતરથી સાચે સંન્યાસ થાય તે મનુષ્ય તકાળ બેયની પ્રાપ્તિ કરી શકે છે. પણ તેવો સંન્યાસ તો આત્માના અપરોક્ષાનુભવ વિના શકય નથી, તેમ છતાં જો કોઈ વ્યવહારમાં રહીને આત્મપ્રાપ્તિરૂ૫ બેયની પ્રાપ્તિ કરી નહિ બતાવે છે તેવાઓને માટે પ્રથમ નડતર રૂપ એવાં આ બાહ્ય વ્યવહાર સાધનાને સંન્યાસ કરી બાદ આંતરસંન્યાસ કરે, એ રીતે ક્રમસંન્યાસ દ્વારા ધ્યેયના માર્ગે લઈ જવાને માટે વર્ણાશ્રમાદિ યોગ એવા વ્યવહારૂ માર્ગની વ્યવસ્થા શાસ્ત્રમાં કહેલી છે. આ મુજબ બાહ્ય સંન્યાસનો ઉદ્દેશ પણુ આત્મપ્રાપ્તિ માટે નડતી સ ઉપાધિઓને ઉકેદ કરે એ જ એક છે, એમ નિશ્ચિત સિદ્ધ થાય છે. આમ બાહ્ય ત્યાગ એ તો ત્યાગની વ્યાખ્યાનો આરંભ હોઈ ત્યારબાદ ક્રમે ક્રમે આંતર્યાગ અને તત્પશ્ચાત તત્વના અભ્યાસની યુક્તિ પૈકી આ “હું” નથી, એવા પ્રકારે અંતે “હું” પણનો પણ તેના સાક્ષી સહિત પ્રત્યક્ષ વિલય કરી અનુભવ લેવો, એ સર્વથી શ્રેષ્ઠ પ્રકારને સંન્યાસ છે, આ પ્રમાણે સ્થળ સૂમનો બાહ્ય અને અંતર બંને રીતે ક્રમે ક્રમે યાગ કરી તેવો ત્યાગ સિદ્ધ થયા પછી છેવટે હું છું એવી ભાવનાનો ૫ સાક્ષો સહ ત્યાગ થવો એ જ ખરો અને શ્રેષ્ઠ પ્રકારને સંન્યાસ છે, એ શાસ્ત્રમાં નિશ્ચય છે.. કર્મ સંન્યાસ એટલે શું ? આ રીતે ત્યાગની વ્યાખ્યાની વ્યાપકતાને વિચાર કરવા થકી આપણે સંન્યાસનું સાચું રહસ્ય જાણી શકયા, હવે કર્મફળત્યાગ કયાં લાગુ પાડવો તેને વિચાર કરીશું; અને તેટલા માટે કાળ, દેશ, ક્રિયા તથા વ્યક્તિની બુદ્ધિપ્રડતા વગેરે સંજોગોને ધ્યાનમાં લેવાની ખાસ આવશ્યકતા હોય છે. જેમ કેજદારી ગુનો હેય ત્યાં દિવાની કાયદાની કલમ લાગુ પાડી શકાય નહિ અને તેમ કરવું એ મૂઢતા અથવા અજ્ઞાનતારૂપ જ લેખાશે; તેવી સ્થિતિ દેશ, કાળ, ક્રિયા, પ્રસંગ તથા વ્યક્તિત્વને વિચાર કર્યા વગર સંન્યાસનો અર્થ કરનારની થાય તો તેમાં ખાસ કાંઈ નવાઈ જેવું ગણાશે નહિ. અરે ! જુઓ કે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન અને ઉદ્ધવ એ બંનેને ઉપદેશ કરે છે, પરંતુ બંનેના પ્રસંગોનો તથા વ્યકિતત્વનો વિચાર કરીને ઉદ્ધવને વર્ણાશ્રમોચિત ધર્મો સમજાવીને પ્રથમ બાહ્ય સન્યાસ કરવાનું જણાવ્યું છે. તું હવે આ સર્વ ભૂમિને છોડી દઈ શ્રીબદરીકાશ્રમે જા અને ત્યાં જઈ તને કહેવામાં આવેલા આત્મધર્મના વિચારરૂપ તપનો આશ્રય કર, એવી રીતનો ઉપદેશ તેને આપવામાં આવેલ છે. આમ ઉદ્ધવને તેની યોગ્યત નુરૂપ પ્રથમ બાહ્ય સંન્યાસ અને પછી આંતરસંન્યાસ, એમ ક્રમસંન્યાસનો માર્ગ બતાવેલ છે તથા અર્જુનને તે તું યુદ્ધ કર, યુદ્ધ કર, એમ વારંવાર કહેવામાં આવેલું છે, પરંતુ તે યુદ્ધ, કર્મસંન્યાણ કિંવા કમંગ એ બે પૈકી ગમે તે માણનું અવલંબન કરીને કર એમ કહેલું છે, એમ પટ રીતે જJાઈ આવે છે; અર્થત અર્જુનને માટે કર્મસંન્યાસરૂપ બાહ્ય ત્યાગ નહિ જગુભવતા કર્મયાગરૂપ આરિત્યાગ કે જે ત્યાગ ની અતિ ઉચ્ચ કક્ષા હાઈ કર્મયાગરૂપ ત્યાગ કહેવાય છે; એવા સર્વાત્મભાવનું જ અવલંબન કરવા જણાવેલું છે. કારણ કે અર્જુને તદ્દન નિરભિમાનતા વડે ભગવાનની સંપૂર્ણ શરણુગતિ સ્વીકારી કર્તવ્ય અકર્તવ્યને વિવેક તથા સાચે રસ્તો જાણુવાની પોતાની અત્યંત ઉત્કંઠા બતાવી હતી, વળી એ સમય પણ ઘણે જ કટોકટીના હતા વગેરે બાબતોનો વિચાર કરીને પ્રસંગને ઉચિત એવો ઉપદેશ ભગવાને તેને આપે છે. આ રીતે અત્યાર સુધીના વિવેચન ઉપરથી આપણે નિઃશેષરૂપે સંન્યાસ તથા સર્વાત્મભાવરૂપ મળત્યાગ એટલે શું, તેને કેમ જાણી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy