SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ] સત્ જે પુસ્થાશ્વમેધ થસ્થાનક્ષત માળે હે . [ સિદ્ધાન્તકા ભ૦ ગીઅજ૮ ગુણેને વિલય થાય છે છંતાં તેમાં સુષુપ્તિની જેમ ભાવનું બીજ શેષ રહેતું હેવાથી તે ફરીથી જયારે હું આત્મા છું એ ભાવ છોડીને નાહભાવને પ્રાપ્ત થાય છે, એટલે “હું નથી એમ કહેવા લાગે છે ત્યારે પોતે અયકત (વૃક્ષાંક ૪) રૂ૫ બની આ મહત્તવ આદિ વિકારોવાળું વિશાળ સામ્રાજ્ય અને તેનું બ્રહ્માંડાદિ કાર્યો ખડું કરી દે છે, પરંતુ જો તે હું ભાવને તેના સાક્ષી (ઈશ્વર, વૃક્ષાંક ૨) સહિત વિલય કરે છે તે અત્યંત શ, નિર્મળ, અનિર્વચનીય અને એકરસ એવા આત્મ (વૃક્ષાંક ૧) રવરૂપ જ બની જાય છે. આત્યંતિક પ્રલય હવે આત્યંતિક પ્રલય કહું છું મેક્ષ એ જ આત્યંતિક પ્રલય સમજો. માયા કિવા મૂળ અજ્ઞાન (વાંક ૩) ને અર્થાત અહમ, અહમ્ એવી છૂર્તિને અત્યંત વિલય થવો એને જ આત્યંતિક પ્રલય કહે છે. એટલે જ્યાં “હું” “હું” એવી સ્કૂર્તિ સિલક રહેવા નહિ પામે તે જ આત્યંતિક પ્રલય કહેવાય. તે બ્રહ્મનાં અપરોક્ષ સાક્ષાત્કારથી જ સિદ્ધ છે. આ રીતે બ્રહ્મજ્ઞાન વડે થનાર મોક્ષરૂપ આત્યંતિક પ્રલય એ જ સર્વ પ્રપંચના અંતિમ પ્રલયરૂપ છે. જુના જ્ઞાનથી જેમ સર્ષ બાધ થાય તેમ બ્રહ્મજ્ઞાનથી અહમ્ મમાદિ તમામ દશ્યને સાક્ષી સહિત કાયમને બાધ થઈ જ તેનું નામ જ આત્યંતિક પ્રલય છે. જે આત્માની પેઠે આ બધો પંચ પણ સત્ય હોત તો તેને બાધ થવે કદી પણ સંભવે નહિ, પરંતુ તેનો તો બાધ થઈ જાય માટે અજ્ઞાનરૂપ પ્રપંચ રજજુમાં ભાસેલા સપનાં જેમ જ્ઞાનરૂપ બ્રહ્મથી સદંતર જુદો છે. જુદો છે એમ કહેવા કરતાં તો તે છે જ નહિ એમ કહેવું વધુ યોગ્ય ગણાય. આ વિષય વધુ સ્પષ્ટતાથી કહું છું. બુદ્ધિ, ઈદ્રિયો ને વિયો કે જેઓ અનુક્રમે ગ્રાહક અને ગ્રહણ કરવાના સાધનરૂપ હોઈ ગ્રાહ્યરૂપે પ્રતીતિમાં આવે છે, તે તમામ ત્રિપુટીના આકારે પણ વાસ્તવિક રીતે આ અધષ્ઠાનપે એવું એક જ્ઞાન જ પ્રકાશી રહ્યું છે. તે સર્વને જ્ઞાનથી જુદી સત્તા છે જ નહિ. રાજુમાં પ્રતીત થયેલે સર્ષ જેમ સાવ મિથ્યા છે તેમ જ્ઞાનસ્વરૂપ એવા સ્વતઃસિદ્ધ આત્મા યા બ્રહ્મમાં પ્રતીત થયેલે આ બુદ્ધિ, મન આદિ, દસ્યુ પ્રપંચ પણ આદિ અંતવાળો હેઈ અધિષ્ઠાન એવા આત્મસ્વરૂપ ૫ણને લીધે કારણ રૂપે પણ જુદો નહિ હેવાથી તદ્દન મિથ્યા છે. જેમ દીવો, ચક્ષ અને રૂપ પોતાના કારણભૂત એવા તેજથી જુદાં નથી તેમ બુદ્ધિ ઈદ્રિયો અને વિષયો પોતાને કારણભૂત બ્રહ્મથી જુદાં નથી; જેમ રજુ ઉપરને ભ્રમથી ભાલો સર્પ રજજુથી જુદો નથી પણ સાવ મિસ્યા છે. છતાં રજા તો સર્ષથી તદ્દન જુદી અને સત્ય હોય છે, તેમ આ બધે દશ્ય પ્રપંચ પણ બ્રહ્મથી જદો નથી પરંતુ સાવ મિથ્યા જ છે તથા બ્રહ્મ તો દશ્ય પ્રપંચથી તદ્દન વેગળું અને સત્ય છે; આ દૃષ્ટિએ કાર્યકારણની અભેદતા છતાં પણ સાપેક્ષભાવને લીધે કાર્યની અસત્યતાથી કારણ અસત્ય ઠરે છતાં મૂળ અધિષ્ઠાન તે કાંઈ અસત્ય થતું નથી. આમ જયારે બુદ્ધિ અસત્ય ઠરે છે તે પછી બુદ્ધિની અવસ્થારૂપ જાગ્રત, રવમ અને સુપ્તિ તો પિતાની મેળે જ અસત્ય કરી ચૂકયાં; કારણ કે, એ ત્રણે અવસ્થાએ તો બુદ્ધિની જ છે, એમ કહેવાય છે. આ ત્રણ અવસ્થાઓના અભિમાનને લીધે આત્મામાં વિશ્વ, તેજસ અને પ્રાસુપણું હોવાનું જે માનવામાં આવે છે, તે પણ માત્ર એક કલ્પના જ છે. જેમ આકાશમાં કઈ સમયે વાદળાં હોય છે અને કોઈને સમયે હોતાં નથી તેમ બ્રહ્મમાં અજ્ઞાનના સમયમાં જગત દેખાય છે પણ ખરું અને જ્ઞાનના સમયમાં નથી પણ દેખાતું, જેમ ઘડે આદિ અંતવાળો છે તેમ જગત પણ આદિસંતવાળું છે અને જે આદિસંતવાળું હોય છે એ તદ્દન મિથ્યા છે, એવો નિર્ણય છે. સાળાં અવયવ૫ કાર્યપદાના હેત (કારણ) ૨૫ જે અવયવી હોય તે જ સત્ય છે, કેમકે અવયવરૂપે કાર્ય વિના પણ કારણરપ અવયવીની પ્રતીતિ થાય છે. જેમ વસ્ત્ર વિના પણ તંતુઓની પ્રતીતિ થાય છે તેમ જગત વિના પણ બહમની પ્રતીતિ થાય છે, માટે જગતના કરિયરૂ૫ બ્રહમ જ સત્ય છે. તંતુઓ વિના વસ્ત્રની પ્રતીતિ થતી નથી, માટે જેમ વસ્ત્ર મિથ્યા છે. તેમ બ્રહ્મ વિના જગતની પ્રતીતિ થતી નથી, માટે જગત મિથ્યા છે. જે કાર્યકારણ રૂપે, ગુણગણરૂપે, વિશેષણવિશેષ્ય રૂપે અને વ્યાખવ્યાપક આદિપે જણાય છે તે સર્વ બાપ જ છે, કેમકે તે સર્વમાં અન્યોન્યાશ્રયનો દોષ આવે છે, કારણને લઈને કાર્યપણું અને કાર્યને લઈને કારણ પણ સિહ છે. ગુણીને હવે ગણ૫ણું અને ગણને વિષે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy