SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] આશા, પ્રતીક્ષા, સંગત, સમૃત, ઈષ્ટ ને પૂર્વ કર્મો પશુ પુત્રાદિને નાશ કરે છે- ૨૫૫ ત્રિલોકીને વિલય થાય છે. વેદમાં બ્રહ્માંડને ત્રિલેકી કહે છે તેથી અત્રે ત્રિલોકોને અર્થ ચૌદ લેકવાળા આ સમગ્ર બ્રહ્માંડ છે એમ સમજવું. આ પ્રલયને નૈમિત્તિક પ્રલય કહે છે. આ પ્રલયમાં બ્રહ્મદેવ પોતે નારાયણ કિવા વિષ્ણુના નાભિકમળ (વૃક્ષાંક ૧૨) માં નિદ્રા લે છે તથા નારાયણ શેષનાગ પર શયન કરે છે; આ નૈમિત્તિક પ્રલય કહ્યો,. હવે પ્રાકૃતિક પ્રલય સંબંધી કહું છું. પ્રાકૃતિક પ્રલય બ્રહ્માના આયુષ્યનાં જ્યારે સો વર્ષો પૂરાં થાય છે ત્યારે મહત્તત્ત્વ (વૃક્ષાંક ૭), અહંકાર (વૃક્ષાંક ૮) અને પાંચ તન્માત્રા મળી સાત કારણ પ્રકૃતિઓ લયને પામે છે, માટે તે પ્રલયનું પ્રાકૃતિક પ્રલય એવું નામ છે. આ પ્રલયના કારણરૂપ મહત્તવાદિ ઉપર કલા તરવા અને તેનું કાર્ય બ્રહ્માંડ એટલે વૈકૃત અને પ્રાકૃત સૃષ્ટિ સહ (વૃક્ષાંક ૪ થી ૧૫ ૪ સુધીનું) સર્વ વિલયને પામે છે (ત સંબંધમાં અ૦ ૨, શ્લો૦ ૩૯, પાન ૧૫૦ થી ૧૬૦ માંહેનું વિવરણ જુઓ), જ્યારે ભવિષ્યમાં પ્રાકૃતિક પ્રલય થશે ત્યારે પૃથ્વી ઉપર સ સૌર વર્ષો સુધી મેધ વરસશે નહિ, અનનો અભાવ થતાં ભૂખે પીડાયેલી, કાળથી ઉપદ્રવ પામેલી અને એક બીજાને ખાવા લાગેલી પ્રજા ધીરે ધીરે ક્ષય પામશે; પ્રલયકાળને સૂર્ય પોતાના ભયંકર કિરણો વડે સમુદ્ર, દેહ તથા પૃથ્વીના સધળા રસોને પી જશે અને પાછો મૂકશે નહિ; પછી શેષનાગના મુખેથી ઉઠેલો અને વાયુ વેગથી વધેલે પ્રલયકાળને અગ્નિ ઉજજડ થઈ ગયેલા પૃથ્વીને ભાગોને બાળી નાંખશે; ઉપર નીચે તથા ચારેકોર અર્મિ અને સૂર્યની પ્રચંડ જવાલાઓથી બળી ગયેલું બ્રહ્માંડ બળી ગયેલા છાણા જેવું લાગશે; પછી પ્રલયકાળનો ભારે પ્રચંડ પવન સૌર એકસોથી કાંઈક વધુ વર્ષો વાશે. તે વખતે આકાશ ધૂમ્રવર્ણનું થઈ જશે. પછી વિચિત્ર વર્ણવાળા અનેક મેઘનાં કુળ સો સો વર્ષો સુધી વરસ્યા કરશે અને ભયંકર રીતે ગાજ્યા જ કરશે; આમ થવાથી બ્રહ્માંડ મધ્યેનું તમામ જગત એક જળમય બની જશે; તે સમયે સમગ્ર બ્રહ્માંડની જડની બૂડ એટલે પૂડ (ભીમ) થતાં પૃથ્વીના ગંધરૂપ ગુણને તે ગળી જશે, ગંધનો નાશ થવાથી પૃથ્વીને અભાવ થશે, રસને તેજ ગળી જશે તેથી જળનો અભાવ થશે, તેજને વાયુ ગળી જશે આથી તેજને વિલય થશે, શબ્દને આકાશ ગળી જશે આથી વાયુને વિલય થશે, આકાશના ગુણ શબ્દને તામસ અહંકાર ગળી જશે આથી આકાશનો વિલય જ થશે. ઈન્દ્રિયો તેઓની વૃત્તિઓ સહિત રાજસ અહંકારમાં લય પામશે અને ઇન્દ્રિયોની દેવતાઓને તેઓની વૃત્તિઓ સહ સાત્વિક અહંકાર ગળી જશે, આમ ત્રણે પ્રકારના અહંકારને મહત્તવ ગળી જશે, મહત્તત્ત્વને સત્ત્વાદિ ગુણો ગળી જશે, સત્ત્વાદિ ગુણોને કાળે પ્રેરેલી માયા ગળી જશે અને માયા (વૃક્ષાંક ૩)નો લય આ પ્રાકૃતિક પ્રલયમાં થતો નથી. પણ આગળ કહેવામાં આવેલા આત્યંતિક પ્રલયમાં થાય છે. જેમ એક ન હોય તો શૂન્યને વિલય અનાયાસે જ થાય છે અથવા મનુષ્યને વિલય થતાં તેની છાયાનો વિલય પણ અનાયાસે જ થાય છે, કિંવા રવમનો વિલય થતાં જ તેમાંના સાપ, શત્રુ વગેરેનો નાશ અનાયાસે જ થાય છે તેમ આત્યંતિક પ્રલયમાં આ સર્વને નાશ થતાં માયા પોતે જ આત્મસ્વરૂપ જ બની જાય છે. તેને લય “અહમ' એવી સ્કૂર્તિને વિલય થતાં અનાયાસે જ થઈ જાય છે, તેને જુદો લય થતું નથી, તેમ કાળના અવયવોથી તેમાં ફેરફાર આદિ વિકારો પણ થતાં નથી. એ માયા (વૃક્ષાંક ૩)નો આદિ, મધ્ય કે અંત ઇત્યાદિ કંઈ સ્પષ્ટ દેખાતો નથી. કેમકે તે સર્વદા હું, “હું” એવી એક જ છૂર્તિ રૂપે રહે છે. એ માયામાં વાણી, મન, સત્વ, રજ અને તમે ગુણ, મહત્તત્ત્વ, અહંકારાદિ, પ્રાણ, બુદ્ધિ, ઈતિ, દેવતા કે જગતપી રચના એમાનું કશું વિભક્ત રહેવા પામતું નથી. એમાં જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી અને તેની તન્માત્રાઓ તેમ જ સૂર્ય, અગ્નિ કે દિશાઓ વગેરે કાંઈપણ હોતું નથી. એ માયારૂપ તત્વ ઈકિયાના અભાવને લીધે સુષુપ્તિ જેવું તદ્દન અતર્યા લાગે છે, પણ તે તેવું નથી. કારણ સર્વ જગતના મૂળ કારણના પણ આદિકારણરૂપ એ જ તત્ત્વ છે. એ રીતે જેમાં આ માયા કિવા મૂળ અજ્ઞાન (વૃક્ષાંક ૩) અંતે શેષ રહે છે, એવો પ્રાકૃતિક પ્રલય ઉપર કહ્યો, જેમાં પ્રકૃતિની સત્તાદિ તમામ શક્તિઓ પરાભવ પામીને તથા પરવશ થઈને પ્રકૃતિ (ક્ષાંક )માં લય પામે છે, તે સમયે બે કે ત્રણ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy