SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૬ ] અનુવવ થવા પૂર્વે પ્રતિય તાઇ . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અવ ૪૮ કહેવામાં આવે છે, તેની સત્તા વડે કાર્ય કરનાર પ્રધાન એવી નિયતિ અર્થાત ઈશ્વરની શક્તિ જેને માયા અથવા પ્રકતિ પણ કહે છે, તે “હ” (વૃક્ષાંક ૩) સમજે. તેના હાથ નીચેના મુખ્ય ત્રણ પ્રધાનોનું મંડળ તે સંન્દ્રાદિ ગુણોના મિશ્રણવાળી આ અવ્યક્ત નામની શક્તિ(વૃક્ષાંક ૪) સમજે. આ મંડળના સભ્યોએ કરેલા હુકમને અમલ કરનારી મુલ્કી અને ન્યાય એ બંને શક્તિયુક્ત જે મંત્રીમદદનીશ નામની શક્તિ તે જ્ઞાન અને ક્રિયાશક્તિયુક્ત અર્ધનારીનટેશ્વર કિંવા પ્રકૃતિપુ (વૃક્ષાંક ૫) સમજે; પછી સરન્યાયાધીશ એ જીવ ( વૃક્ષાંક ૬) તથા તેઓના અનેક પ્રકારના કાયદાઓ તે જીવની અનેકવિધ વાસનાઓને માટે શિક્ષારૂપ છે એમ સમજે. આ રીતે ઈશ્વરી સત્તાથી નિયતિએ નિયત કરેલા કાયદાનો અમલ કરનારા મહત્તત્ત્વ (મહામાયા), અહંકાર (મહેશ), વિષ્ણુ, હિરણ્યગર્ભ, બ્રહ્મા ઈત્યાદિ અધિકારીઓ હોઈ તેઓ ચરાચર બ્રહ્માંડ અને તેમાં ચાલી રહેલે સર્વ વ્યવહાર નિયત થયેલા નિયમાનુસાર યથાર્થ રીતે ચાલે છે કે નહિ તે જોઈ તેને બિનચૂક ચલાવનારા મુખ્ય સર્વાધિકારીએ છે. તેમની દેખરેખ નાચે સૂર્યાદિ દિકપાલ, ઇન્દ્રાદિદેવ, જયા, વિજયાદિ દેવીઓ વગેરે અસંખ્ય અધિકારીઓના સમૂહો હોય છે. તે દરેક પોતપોતાનું કાર્ય કરેલા નિયમાનુસાર સહેજે પણ ભૂલ કર્યા સિવાય કડક શિસ્તથી કરે છે. ઉદ્દેશ એ કે, આ રીતે નિયતિના રાજતંત્રની ગોવણી છે, તેની આ ઉપરથી કાંઈક અંશે કલ્પના આવશે. પરંતુ વ્યવહારમાં આ સર્વે રાજતંત્ર જેમ રાજસત્તાને અધીન હોય છે, તેમ નિયતિનું આ સર્વ તંત્ર પણ ઈશ્વરીય સત્તાને અધીન હોય છે. એ ઈશ્વરની સત્તા આ સર્વેમાં કાળરૂપે પ્રતીત થયેલી જોવામાં આવે છે. આત્મા (વૃક્ષાંક ૧) તે આ કરતાં પર એટલે ઈશ્વર (વૃક્ષાંક ૨)થા ૫ણુ પર હોઈ તદ્દન નિલેંપ છે, છતાં જાણે તે જ આ ઈશ્વર અને તેની સત્તા , (નિયતિ) રૂપે પ્રકટ થયેલો હોય એમ ભાસે છે. આ વિવેચન ઉપરથી ઈશ્વરીય સત્તા વા શકિત કિવા નિયતિતંત્રની ગોઠવણી કેવી રીતની છે તેની કાંઈક અંશે કલપના આવી શકશે. હવે આપણે કાળ સંબંધમાં પણ થાક નાન પ્રાપ્ત કરવું પડશે; કેમકે ત્યાં સુધી નિયતિની સત્તાના ઉત્પનિ, સ્થિતિ અને લયના નિયમોનું જ્ઞાન સારી રીતે થશે નહિ, એટલું જ નહિ પણ દરેક યુગમાં જે જે અવતારો થાય છે, તેનું રહસ્ય પણ સમજી શકાશે નહિ માટે હવે કાળ સંબંધી સંક્ષેપમાં વિચાર કરીશું. ઈશ્વરીય વિભૂતિ એ કાળ સૂર્યને એક અંશ ચાલવાને માટે જેટલો સમય લાગે છે તેને સર અંશ અથવા દિવસ કહે છે. આવા ત્રીશ અંશો કિંવા દિવસોને એક રાશિ કિંવા એક સૌર મહિને કહે છે. આ પ્રમાણે બાર રાશિમાં સૂર્યનું ભ્રમણ પૂરું થાય એટલે તેને એક સૌર વર્ષ કહે છે, જ્યારે આ પ્રમાણે માનવીઓનું એક સૌર વર્ષ થાય છે ત્યારે દેવતાઓની તે ફક્ત એક અહેરાત્રે જ થાય છે, એટલે કે મનુષ્યના સૌર છ મહિના એટલે દેવતાઓનો એક દિવસ અને તેટલી જ રાત્રિ હોય છે (સ્પષ્ટતા માટે આગળ અધ્યાયે જુઓ). સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે તેને ઉત્તરાયણ કહે છે, કેમકે તે મકરરાશિમાં પ્રવેશે ત્યારથી મિથુન રાશિ પૂર્ણ થતાં સુધી છે રાશિઓ પર્યત તે દક્ષિણ તરફથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે તેથી તે ઉત્તરાયણ કહેવાય તથા કર્કથી ધનરાશિ પૂર્ણ થતાં સુધી છ રાશિઓ પર્યત તે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરે છે, માટે દક્ષિણાયન કહેવાય છે. આથી ઉત્તરાયણની છ રાશિઓ તે દેવતાઓનો એક દિવસ તથા દક્ષિણાયન તે દેવતાઓની રાત્રિ મળી એક દિવ્ય અહોરાત્ર કહેવાય છે. તાત્પર્ય કે, મનુષ્યોનું એક સૌર વર્ષ કે બરાબર દેવતાઓનો એક દિવસ થાય છે. એ મુજબ આ કાળનું પ્રમાણુ આવે છે. દેવતાઓનો દિવસ તે દિવ્ય દિવસ પણ કહેવાય છે. દેવતાઓનું એક વર્ષ બરાબર મનુષ્યોનાં ત્રણસો સાઠ સૌર વર્ષો થાય છે. આવાં દેવતાઓનાં બારસે વર્ષો (સંધ્યાંશ સહ) કલિયુગ, તેમાં મનુષ્યનાં સૌર કિવા ભૌમ વર્ષે ચાર લાખ બત્રીસ હજાર થાય છે. દેવતાઓનાં ચોવીશ વર્ષે એટલે મનુષ્યોનાં આઠ લાખ ચોસઠ હજાર સૌર વર્ષોનો દ્વાપરયુગ, દેવતાઓનાં છત્રીસસો વર્ષો • સૂર્યનું અયનવામાં પરિભ્રમણ થવું એટલે મકરરાશિમાં સંક્રમણ થયા બાદ ફરીને પુનઃ મકરરાશિમાં આવવું તે સમય એ સૌર વર્ષ સમજવું.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy