SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] (છતાં) યમની પાસે કાં ઇષ્ટ કર્તવ્ય છે કે જે પિતાશ્રી આજે મારી દ્વારા કરશે? [ ૨૪૫ અસત કય કરનાર અસાધુઓના નાશને માટે હું યુગે યુગે સંભવું છું, અર્થાત્ આત્મામાં વસ્તુતઃ કશું પણ નહિ હેવા જતાં જાણે તેમાં હું છું એવા ભાવને સંભવ હોવાનું ભાસે છે, તેથી જ્યારે જ્યારે અંતઃકરણમાં “હું, હું” એવા ભાવનું ઉત્થાન થવા પામે એટલે તેને તુરત જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારના સદભાવ૨પ સત્કૃત્યની જાગૃતિ હું જ હરહંમેશ કરાવતો રહું છું; એટલે કે હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિરૂપે ભાસમાન થતી તમામ દશ્યજાળ જેવી રીતે ભાસમાન થાય છે તેવી નથી, પરંતુ તે આત્મસ્વરૂપ છે, એવા ઐયભાવરૂપ સત્યને હું યુગે યુગે ફરીથી સંભવું છું, એટલે કે જ્યારે જ્યારે બપણાની ભાવનાને ઉદય થવા પામે કે તક્ષણે જ આત્મભાવને હું પુનઃ પુનઃ સજુ છું તથા આવી રીતના નિશ્ચયવાળા સાધુઓ અને અભ્યાસકેના રક્ષણને માટે હું એટલે શરીરાદિ નહિ પણ આત્મા છું” એવી પ્રતિસ્કૃતિનું સર્જન આત્મસ્વરૂપ એવો હું જ કરું છું. આ રીતની મૂર્તિને સૃજવાનું કારણ સત્કૃત્ય કરનારા સાધુઓ કિવા અભ્યાસકેનું રક્ષણ કરવું એ હોઈ જેઓ તરાપ મિથ્યા મોહજાળમાંથી છૂટવાને ઇચ્છતા હોય તેઓને સસ્વરૂપનું ભાન કરાવી મારા સાચા સ્વરૂપની સાથે તદાકાર બનાવી દેવું એ જ એક ઉદ્દેશ છે. તે આત્મસાક્ષાત્કાર થયા પછી જ મનુષ્ય વ્યવહારમાં રહી સર્વ કાર્યો કરવા છતાં અસંગ રહી શકે અને વ્યવહારમાં રહ્યા છતાં તેને વ્યવહારમાંનાં સુખદુઃખાદિ તો તે લેશ પણ સ્પર્શી શકતાં નથી, તે જ ખરે અનાસક્ત થઈ શકે છે, માટે દૈતભાવનાવાળા દુષ્પો કરનારાઓને તેમની તેવી ભાવના વડે ઉત્પન્ન થતા અનેક પ્રકારના દુઃખોમાંથી બચાવવાના ઉદ્દેશથી તમામ બેંકોને નાશ કરી હું આત્મસ્વરૂપ છું એવા અદ્વૈત ભાવની સ્થાપના કરી તેમને સચ્ચિદાનંદસ્વરૂપમાં તન્મય બનાવી દઉં છું, તથા આ પ્રકારે અહં મમાદિ ભાવનો ત્યાગ કરીને જ મનુષ્યો સર્વ પ્રકારના દુઃખથી રહિત બની નિર્મનસ્ક અવસ્થામાં અને તદ્દન અસંગ સ્થિતિમાં સ્થિત રહીને જ નિર્ભયતાથી સારી રીતે વ્યવહાર કરી શકે છે, માટે તમો પણ તેવી સ્થિતિની પ્રાપ્તિ કરે એવી ખાતરી કરાવી આપવાને માટે તેવા આત્મવિદ્ જીવન્મુકત પુરુષોનું રક્ષણ પણ આત્મરૂપ એવો હું જ કરું છું, એમ અત્રે ભગવાને સ્પષ્ટ રીતે કહેલું છે. આ રીતે આ શ્લેકને તાત્વિક અર્થ છે, પરંતુ જેઓને આ દશ્ય તત્વનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયેલું હોતું નથી તેવાઓને માટે જગતમાં પણ વ્યવહાર ચલાવવાને માટે સત્કૃત્ય કરનારાઓની જ જરૂર હોય છે, અસત્ વા અસકર્મીઓની જરૂર હતી નથી; તેઓ તો નાશને પાત્ર હોવાથી જ્યારે જ્યારે તેવા અધમ એનું જોર જગતમાં વધે છે ત્યારે ત્યારે હું તેમનો વિનાશ કરે છું અને ધર્મની સ્થાપના કરું છું; માટે તમો વિનાશને ન પામો એટલા માટે આચારવિચારાદિથી માંડીને વર્ણાશ્રમાદિ ધર્મોનું યોગ્ય રીતે પરિપાલન કરો કે જેથી કમે કમે અંતે અહેમમાદિ ભાવોને વિલય કરી ઉપર બતાવ્યા પ્રમાણે જીવન્મુક્તરૂપ મારી સાચી ભક્તિને પ્રાપ્ત કરી શકશે. નિયતિનું તંત્ર તથા રાજતંત્ર હવે આ અવતારાદિ સંબંધે શાસ્ત્રદષ્ટિએ શું રહસ્ય છે તેને વિચાર કરીશું. આ ચૌદ લેકથી વ્યાપ્ત એવા બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ તથા લયના નિયમો નિયતિની સત્તાથી નિશ્ચિત કરી ચુકેલા છે (જુઓ અ• . લેપની નીચેના વિવરણ છે. જેમ રાજાની સત્તાથી તેનો પ્રધાન રાજ્યનો સર્વ કારભાર ચ પરંતુ તે પોતે કાંઈ સ્વતંત્ર હોતું નથી; તેના હાથ નીચે ત્રણ નાયબ પ્રધાનનું એક મિશ્રિત મંડળ હોય છે, તેઓ આ મુખ્ય પ્રધાનની આજ્ઞાનુસાર કાર્ય કર્યું જાય છે. આ ત્રણ નાયબ પ્રધાનના મિશ્રમંડળને થતા નિર્ણયને પ્રાપ્ત થવાને માટે તેઓના હાથ નીચે ક્રિયા એટલે કાર્ય અને જ્ઞાનશક્તિ એમ બંને શક્તિઓ ધરાવી શકે એવી એક જવાબદાર વ્યક્તિ કેય છે, જેને મંત્રીમદદનીશ કહે છે. તે અનેક પ્રકારના કાયદાઓ લો છે અને પડેલા કાયદાઓનો અમલ બરાબર રીતે થાય છે કે નહિ તેની દેખરેખ રાખવાને માટે તેના હાથ નીચે અનેક નાયબ મંત્રીમદદનીશો હોય છે. તે પછી દીવાની અને ફોજદારીના જેને પૂર્ણ અધિકાર છે એવા સરન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ, તેના હાથ નીચે સરસ્બા, સૂબાઓ અને તેમના હાથ નીચે નાયબ સૂબાઓ • તે દરોના હાથ નીચે પાછા નીચે વહીવટદારો વગેરે હોય છે, જે દરેક તાલુકાઓમાં ઉપરી ગણાય છે; તેમ આ નિતિતંત્રમાં પણ રાજ એટલે સર્વસત્તાધીશ એવો ઈશ્વર(ક્ષાંક ૨) સમજે; આને ક્ષર પુરુષ પણ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy