SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] તળમાશા તજીને ઘણુતારી રામાવતનn [સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીત અ૦ ૩૨૧ સ્થિત રહીને કર. આ સંબંધમાં શ્રી વસિષ્ઠજીએ રામચંદ્રને આપેલે બોધ ઘણું જ મહત્વનો છે. તેમાંથી કેટલોક ભાગ નીચે આપવામાં આવે છે. પ્રાપ્ત વ્યવહાર કરવા છતાં પણ અલિપ્ત રહેવાની યુક્તિ શ્રી વસિષ્ઠ કહે છેઃ હે રામ ! તમે વાસનાથી રહિત વીતરાગ એટલે પ્રીતિ વિનાના થઈ, યથોચિત કર્મ કરતા રહીને કેવળ શાંત અને શુદ્ધ એવા એક ચિત્માત્ર પરમતત્ત્વની જ દઢ ભાવના રાખે તથા નિત્ય અંતર્મુખ થઈને રહે. તમો વિવેકી છે, સુખદુઃખ તથા શત્રુમિત્રાદિમાં સમાનતા રાખનારા છે, શાંત છે, સદાકાળ એક સરખી રીતે જ આનંદવાળા છો અને બ્રહ્મની પેઠે સર્વત્ર એકરસપણાથી પોતાના વિશાળ વરૂપને વિસ્તારી રહેલા છે. તમે આકાશના જેવા સ્વચ્છ અને નિર્મળ થઈ માત્ર ચાન્યરૂપ બ્રહ્મતત્વમાં જ દઢ સ્થિતિ રાખો. પ્રારબ્ધયોગે નાની મોટી ગમે તેવી વિપત્તિઓ આવી પડે, મહાઘોર સંકટો રૂપી ખાડાઓમાં જઈ પડાય, શાકને પ્રાપ્ત થવું પડે, તો તે સર્વ બાબતમાં તમારે પોતાની અંદર આત્મનિશ્ચયના બળ વડે કદી પણ દુઃખી થવું નહિ; પરંતુ બહારથી એટલે ઉપર ઉપરથી તમો દેશની રીતિને અનુસરીને ભલે ક્રમ પ્રમાણે આંસુ લાવો. રાડ પાડા કિંવા રે; વળી પુપમાળા, ચંદન, વનિતા આદિ ભોગોના સુખો કે જે શીતોષ્ણ આદિ દ્વંદ્વોવાળાં છે, તેનું પણ તમે અંદર નિર્વિકાર રહી બહારથી સુખે સેવન કરો. મેટા ઉત્સવોમાં અથવા કોઈ ચડતીના સમયમાં અંદર ચિત્તને શાંત તથા નિવકાર રાખી વાસનાઓથી ભરેલાં અજ્ઞાની મૂઢ પોની પેઠે તમે બહાર આનંદવાળા થઈને રહે. દાવાનળ જેમ સૂકા ઘાસને બાળી મૂકે છે, તેમ તમે દંડ આપવા યોગ્ય પુરૂાને મૂઢ પુરુષની માફક યુદ્ધ આદિ કાર્યો દ્વારા યમને દ્વારા મોકલી દો. મૂઢ પુરુષની જેમ યથાપ્રાપ્ત ધન કમાવાનાં કાર્યો પણ ખેદ વગર કરો. વરસી જઈ હલકાં પડી ગયેલા વરસાદનાં વાદળાંને પવન જેમ વિખેરી નાંખે તેમ તો પણ વાસનાઓથી દબાયેલા મૂઢ પુરની પેઠે બળાત્કારથી સર્વ શત્રુઓને નિર્મળ કરી નાખેઅંદરખાને ચિત્તને કેવળ એક આત્મામાં જ પરાવી રાખી તમે દીન અને દયા કરવા લાયક પુરુષો તરફ તથા મહાત્માઓ તરફ ઉદાર હદયના થશે અને પોતાની સ્તુતિ પોતાના મોઢે નહિં કરતાં તમે ધીરતાનો આશ્રય પકડજો. હવેના પ્રસંગમાં હર્ષિત થાઓ તથા દુ:ખના પ્રસંગે દુ:ખીત થાઓ. દીન મનુષ્ય ઉપર દયા કરતા રહે અને બળવાની સાથે બળવાળા થાઓ. પિતાના આત્મામાં જ ચિત્ત રમી રહેવાથી અંતર્મુખપણાને લીધે સદાકાળ આનંદમાં રહી શાંતિ વડે ઉદારતાને આશ્રય કરી અસંગપણાથી તમે જે કાંઈ કરશે, તેના તમે કર્તા નથી, એમ સમજે. હે વત્સ ! શુદ્ધ આત્મભાવના વડે નિરંતર ચિત્તને અંતર્મુખ કરી તમે કેવળ એક આત્મામાં જ મનની સ્થિરતા રાખશે તો હું ધારું છું કે તમારા ઉપર આવી પડેલી વજની ધારા પણ બુઠ્ઠી થઈ જશે. વિવેકીને શસ્ત્ર ભેદી શકતાં નથી સંકલ્પ વિનાના પિતાને હદયાકાશમાં રહેલા આત્મસ્વરૂપમાં પિતાની મેળે જ સ્થિર થઈ રહેલ અને આત્માની અંદર રમી રહેલો વિવેકી પુરુષ ખરેખર મહેશ્વર જેવો જ છે. આમ આત્મામાં સ્થિર થયેલા અને સર્વત્ર એક આત્માને જ જેનાર વિવેકી પુરુષને શસ્ત્ર ભેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી; કેમકે તે આત્મરૂપ બનેલો હોવાથી જે આત્માના ગુણધર્મો તે જ આ જીવન્મુક્ત આત્મારામ પુરુષને માટે પણ સમજવા માટે અજરામર અને અજન્મા એવા પિતાના સ્વરૂપના અર્થાત આત્મસ્વરૂપી સુંદર અને દર સ્તંભના અવલંબનથી તમે મંદરાચળની પેઠે અચળ થઈને રહે, જગતરૂપી વૃક્ષના અનેક પદાર્થોરૂપી પુષ્પોની સુંદર સુગંધ જેવી સારરૂપ અચળ બ્રહ્મસત્તાનો આશ્રય કરી વૃત્તિને બ્રહ્મતત્વમાંથી કિચિત્માત્ર પણ નહિ ખસવા દેતાં અંતમુખ રાખી તમે સુખેથી જીવન્મુકત થઈને રહે, જીવમુક્ત પુરુષો ભલે બહારથી વ્યવહારનાં કામકાજ કર્યા કરે, છતાં જેમ શીલામાં જડપણ હેવાને લીધે વાસનાને ઉદય ન થાય તેમ તેમની ચિત્તવૃત્તિ અંતરથી નિરંતર અચળ એવા આત્મસ્વરૂપમાં સ્થિત હોવાને લીધે તેમનામાં વાસનાનો ઉદય થતો નથી. તમે વ્યવહાર સંબંધી સર્વ કાર્ય કરતા રહે; પણ અંદર અને બહાર કાઈપણ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy