SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] એ રીતે તે ઈદે જ આ બદ્ધ છે એમ સૌથી પ્રથમ જાણ્યું છે. [૨૧૩ तस्मादसक्तः सततं कार्य कर्म समाचर । असक्तो ह्याचरन्कर्म परमानोति पूरुषः ॥ १९ ॥ कर्मणैव हि ससिद्धिमास्थिता जनकादयः । लोकसङ्घहमेवापि सम्पश्याकर्तुमर्हसि ॥ २० ॥ આત્મામાં સંતુષ્ટ પુરુષ પરમ ગતિને પામે છે અજ્ઞાનીઓ કે જેઓ આ જગતાદિ દશ્યનું અસ્તિત્વ છે એમ સમજે છે, તેમની દૃષ્ટિએ પણ જગતાદિની ઉત્પત્તિને વિચાર કરીને જોતાં તેને માટે પણ ઉપર બતાવ્યા પ્રમાણે દરેક કર્મો દેવતાઓને અર્પણ કરીને જ કરવાં જોઈએ કે જેથી તે નિષ્કર્મ બને છે એ નિશ્ચિત કરે છે, તો પછી જે નિત્ય આત્મામાં જ રત થયેલો હેઈ આત્મામાં જ તૃપ્ત અને સંતુષ્ટ થયેલો છે, તેવા માનવને કાઈ પણ પ્રકારનું કર્તવ્ય કયાંથી શેષ રહે? એટલે આ સર્વ આત્મસ્વરૂપ જ છે. એ રીતે ઇન્દ્રિયની તમામ બાહ્ય અગર આંતર ક્રિયાઓને તે આમરૂ૫ છે એવું નિત્યપ્રતિ સમજનારો અને હમેશ આત્મામાં જ રમી રડેલ, આત્મા વિના બીજું કાંઈજેને દેખાતું જ નથી એવા અને આત્મસ્વરૂપમાં જ સંતુષ્ટ થયેલા આત્મારામ પુરૂને પિતાથી એટલે આત્મસ્વરૂપથી જ એવું કાંઈ કર્તવ્ય કર્મ હોતું જ નથી. એવા આ આત્મારામ પુરુષને કર્મ કરવાથી કાંઈ લાભ મેળવવાનો હતો નથી અને નહિ કરવાથી તેને કાંઈ હાનિ પણ થતી નથી. સર્વ ભૂત એટલે પ્રાણીમાત્ર પાસે તેને યત્કિંચિત પણ સ્વાર્થ કિંવા પ્રયોજન હેતું નથી. તાત્પર્ય એ કે, જે હમેશ આત્મા વગર બીજું કાંઈ જોતો જ નથી, એટલે જેના અંતઃકરણમાં બીજી કોઈ પણ બાહ્ય કિંવા આંતર વિષયની વૃત્તિનું ઉથાન જ થતું નથી, તેવા મેશ આત્મામાં જ રત થયેલા આત્મારામ પુરુષને માટે જગતમાં કયું કર્તવ્ય હેય? હે અર્જુન ! તે માત્મારામ પુરુષ ગમે તેટલાં કર્મો કરે તો પણ તેની સાથે તેને કોઈ પ્રયોજન નથી. અર્થાત તેના તે સર્વ મેં આત્માથી જુદાં હતાં નથી, તેમ કર્મ નહિ કરે તો પણ તેને કાંઈ હાનિ થતી નથી; કારણ કે, આત્મામાં ફર્મ અને અકર્મ બંને સમાન જ છે. સારાંશ, તેવા આત્મરૂ૫ બનેલા જીવન્મુક્ત પુરુષમાં કર્મ કરવાનો અથવા -હિ કરવાને એ મુજબ બેમાંથી કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ હેત નથી, આથી કર્મ કરવા છતાં પણ તે તદ્દન અસંગ જ હોય છે. એવા કૃતકૃત્ય અને જ્ઞાતિય જીવન્મુક્ત પુરુષને પ્રાણીમાત્રની સાથે કાંઈ પણ રવાર્થ સંકળાયેલો હોતો નથી એટલે તેમની પાસેથી તેને કાંઈ મેળવવાનું હોતું નથી અથવા તેમનાથી તેને કાંઈ હાનિ પણ થતી નથી, કેમકે આ આત્મારામ જીવન્મુક્ત પુરુષની દૃષ્ટિએ તો સત્ર કેવળ એક પોતાનું જ સ્વરૂપ વ્યાપેલું હોય છે; તસ્માત જીવન્મુક્ત પુરુષની પેઠે તું પણ હમેશ આસક્તિથી રહિત બની સારી રીતે કર્મ કર. આસક્તિ વિનાનો પુરુષ કર્મ કરવા છતાં પણ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જેમ વ્યવહારમાં નાટકમાં રાને બહારથી તો સારી રીતે વેશ ભજવી લોકોનું મનોરંજન કરે છે, પણ અંતરથી તો તેમાં કદી પણ આસક્ત થતો નથી, તેમ આ આત્મારામ જીવમુક્ત પુરુષ બહારથી કર્મો કરવા છતાં પણ અંતરમાં તદ્દન અસંગ હોવાથી તેમાં કિંચિત્માત્ર પણ આસક્ત થતું નથી અથવા જે સર્વત્ર પોતાનું જ સ્વરૂપ દેખે તેને આસક્તિ શામાં ઉત્પન્ન થાય છે આસકિત તે આ બીજે જ કોઈ છે, એવા પ્રકારની ભાવના ઉત્પન્ન થવા પામે તે જ થઈ શકે, પરંતુ જીવન્મુક્ત જ્ઞાની પુરુષને દ્વિતીયત્વે અર્થાત બીજાપણાની ભાવના જ કદી હોતી નથી તો પછી તેમાં આસક્તિ શી રીતે થવા પામે ? તેવા પ્રકારનો આસક્તિરહિત પુરુષ ગમે તેટલા કર્મો કરવા છતાં પણ પરમ ગતિ એવા એક્ષપદને પ્રાપ્ત થાય છે. જનકાદિ વિદેહીઓ પણ આ પ્રમાણે નક્કી કર્મ વડે જ સ્વસ્વપભૂત આત્મસિદ્ધિને પામ્યા છે. આમ આત્મદષ્ટિના વિચાર વડે પણ તારે કર્મ કરવાં જોઈએ એ સિદ્ધ થાય છે, તેમ જ લોકસંગ્રહની દૃષ્ટિએ પણ કર્મો કરવાં ઉચિત છે. પરંતુ હે પાર્થ ! તે બધાં કર્મો તું આત્મામાં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy