SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] રસ્તàર તક નો ન રોતિ વેઢ | ન. [ સિદ્ધાનકાડ ભ૦ ગીઅ ૨/૬ દરેક કુટુંબમાં બનવાથી સમગ્ર દેશ પણ નિર્માલ્ય બને છે અને નિશ્ચયપૂર્વક તેઓના પિતઓની અધોગતિ થાય છે, તથા તેવા વર્ણસંકરોને પણ ખાતરીથી અંતે તો નરકવાસ જ ભગવો પડે છે. હે જનાર્દન ! આ મુજબ શાસ્ત્રોમાં હોવાનું અમોએ સાંભળ્યું છે. અરેરે ! ઘણું દુઃખની વાત છે કે રાજ્યસુખના લોભને લીધે અમે પણું પોતાના જ સ્વજનો અર્થાત સગાંસંબંધીઓનો નાશ કરવા માટે તૈયાર થયા છીએ. આ તો એક મહાન પાપકર્મ કરવાનું જ અમેએ જવું છે. તે કરતાં તે ખરેખર નિઃશસ્ત્ર સ્થિતિમાં એટલે બચાવ માટે સામો ઉપાય નહિ કરતાં ઊલટું આ રણભૂમિમાં કૌરવો જ જો મને હણી નાંખે તે તેમાં જ હું મારું વધારે કલ્યાણ જોઉં છું. सञ्जय उवाचएवमुक्त्वार्जुनः सङ्खये थोपस्थ उपाविशत् । विसृज्य सशरं चापं शोकस ५ विनमानसः ॥ ४७ ॥ સંજય કહે છે: હે વૃતરાષ્ટ્ર ! આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણને કહીને જેનું ચિત શેક વડે અત્યંત વ્યાકુળ થયું છે તથા હૈયું ભરાઈ આવ્યું છે, એવા અજુને ચડાવેલા બાણ સહિત ધનુષ્યને પોતાના હાથમાંથી નીચે ફેંકી દીધું અને તરત જ રથમાં બેસી ગયો.* અધ્યાય ૨. વાવ વાવ– तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् । विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥ १ ॥ અજુનની કરુણ સ્થિતિ 'સંજય ધૃતરાષ્ટ્રને આગળ કહે છે: હે રાજ ! સાંભળ. ઉપર જણાવ્યા પ્રમાણે કરુણુ વડે વ્યાપ્ત થયેલ એટલે દીનતા કિવા દયાદ્ધતાથી ભરપૂર અને જેની આંખમાંથી ચોધાર આંસુઓને પ્રવાહ વહી રહ્યું છે તથા વિવાદથી જેનું અંતઃકરણ અત્યંત વ્યાકુળ બની ગયું છે, એવા શેકસાગરમાં ડૂબેલા અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાન (મધુસૂદન) નીચે પ્રમાણે કહેવા લાગ્યાઃ ખીમજવાનુવાદ– कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् । अनार्यजुष्टमस्व→मकोतिकरमर्जुन ॥ २ ॥ મહાભારતકાળમાં રથમાં ઊભા રહીને યુદ્ધ કરવાની પ્રથા હતી. તે સમયના રથે, બે પૈડાંના હોઈ મોટા મોટા રાને ચાર ઘડાઓ જોડવામાં આવતા હતા, તથા ૨થી અને સારથિ બંને આગળના ભાગમાં જ પાસે પાસે બેસતા હતા એવું મહાભારતમાં કેટલેક સ્થળે રસ્થાનું વર્ણન આવે છે, તે ઉપરથી જણાઈ આવે છે. રથ નો છે તે ઓળખવાને માટે દરેક રથની ધ્વજ ઉપર વિશિષ્ટ પ્રકારનું ચિહન રાખવાનું આવતું હતું. આ ન્યાયાનુસાર અર્જુનના રથ ઉપર તે વાનર ચિહન ઉપરાંત પ્રત્યક્ષ હનુમાનજી જ બિરાજમાન હતા,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy