SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિદેહન ) હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નથી, તેમ હું તેને નથી રૂપે જાણું છું એમ પણ નથી: [ ૧૨૯ कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः । धर्म नष्टे कुलं कृत्स्नमधोऽभिभवत्युत ॥ ४० ॥ अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः । स्त्रीषु दृष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः ॥ ४१ ॥ सङ्करो नरकायैव कुलप्नानां कुलस्य च । पतन्ति पितरो होषां लुप्तपिण्डोदकक्रियाः ॥ ४२ ५. दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः । उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ॥ ४३ ॥ उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन । नरकेऽनियतं वासो भवनीत्यनुशुश्रुम ॥ ४४ ॥ अहो व्रत महत्पापं कर्तुं व्यवसिता वयम् । यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः ॥ ४५ ॥ यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः । धार्तराष्ट्रा रणे हुन्युस्तन्मे क्षेमतरं भवेत् ॥ ४६ ॥ કુળને ક્ષય થવાથી કુળધર્મ એટલે વંશપરંપરાથી કુળમાં ચાલતા આવેલ સનાતન ધર્મ નષ્ટ થઈ જાય છે અને તેની જગ્યાએ અધર્મનું સામ્રાજ્ય સમગ્ર કુળ ઉપર પ્રસરી જઈને તેની ઉપર તે પોતાનો અડ્ડો જમાવે છે. અધર્મ થવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે એટલે તે પતિવ્રતાદિ ધર્મનું પાલન નહીં કરતાં સ્વછંદી, આળસુ અને વ્યભિચારી બને છે. હે વૃષ્ણિકુળમાં ઉત્પન્ન થયેલ શ્રીકૃષ્ણ! સ્ત્રીઓ દૂષિત થવાથી કુળમાં વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે. તે પ્રજા આયુષ્ય, તેજ તથા બળથી હીન અને વંશના અભિમાનથી રહિત બને છે. આ રીતે ઉત્પન્ન થયેલી વર્ણસંકર પ્રજા કુળના નાશનું જ કારણ બને છે. કુળને નાશ થવાથી કુલધર્મ, કુલાચાર નષ્ટ થાય છે અને તેમ થતાં પરિણામે પિંડદાન તથા તર્પણદિ ક્રિયાઓ લુપ્ત થાય છે; કારણ કે વર્ણસંકર પ્રજા પોતાના પિતૃઓના ઉદ્ધારને માટે શાસ્ત્રમાં નિયત કરેલી પિંડદાન, તર્પણ તથા શ્રાધાદિ ક્રિયાઓ કરતી નથી. કારણ દેખીતું જ છે કે, આ નિર્માદ્રય બનેલી અર્થાત વર્ણસંકર પ્રજા કેને પિતા કહી શકે? અને તેમનામાં વંશાભિમાન પણ ક્યાંથી હોય? આથી તેમના વંશના પિતૃઓ પણ નરકમાં પડે છે (શ્રાદ્ધવિધિ રહસ્ય માટે શ્રીકૃષ્ણાત્મજ વાફસુધા પ્રકાશન ૪, મહાકાળ પુરુષ વર્ણન કિરણાંશ ૩૨ જુઓ). આવી રીતે કલધાતક એવા વર્ણસંકરની ઉત્પત્તિ થવાથી તેઓના દોષ વડે વંશપરંપરાગત ચાલતા આવેલા કુળધર્મો, કુળમાંના આચાર, રીતિ, નીતિ’ તથા જ્ઞાતિબંધને ઈત્યાદિ સર્વને નાશ થાય છે. આ પ્રમાણે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy